- દિવ્યેશ અકબરીના જન્મ દિવસે 700થી વધુ બોટલ રક્ત એકત્રિત : 251 દીકરીઓને કેન્સર વેક્સિન અને મેમોગ્રાફી કેમ્પનો લીધો ભાગ:108 કુપોષિત બાળકોને દત્તક લેવાયા
- કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, મેયર અને શહેર ભાજપ પ્રમુખ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિવિધ પાંચ સેવા પ્રકલ્પો હાથ ધરાયા
જામનગરના 79- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી ધારાસભ્ય બન્યા પછી પોતાના પ્રથમ તેમજ બીજા જન્મદિવસે સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ કુપોષણ થી સુપોષણ અભિયાન અંતર્ગત આંગણવાડીના 500 કુપોષિત બાળકોને દત્તક લઇ સુપોષિત કરી દેવાયા પછી તેમજ 2000 થી વધુ બહેનોની બ્રેસ્ટ કેન્સર ની જાગૃતિ સંદર્ભે મેમોગ્રાફી ની કાર્યવાહી બાદ આ વખતે 14 જાન્યુઆરીએ ત્રીજા જન્મદિવસની ઉજવણી વિવિધ પાંચ સેવા પ્રકલ્પો સાથે કરવામાં આવી હતી. જેમાં કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ,શહેર ભાજપ પ્રમુખ, મેયર, ડેપ્યુટી મેયર પૂર્વ સાંસદ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, તેઓની ઉપસ્થિતિમાં વધુ 108 બાકી રહેલા કુપોષિત બાળકોને દત્તક લેવાયા હતા, બહેનોમાં બ્રેષ્ટ કેન્સર ની જાગૃતિ માટે 2000 થી વધુ મેમોગ્રાફી-સ્ક્રીનીંગ સહિતના સેવા પ્રકલ્પને વધુ આગળ ધપાવાયો હતો, ઉપરાંત શહેરની 251 નાની દીકરીઓને સર્વાઇકલ કેન્સર માટેની વેકશીન ની કાર્યવાહી ઉપરાંત જામનગર શહેરમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન નો પ્રારંભ કરાવ્યો હતો, તેમજ નગરના ઉત્સાહી રક્તદાતાઓની મદદથી 680 બોટલ રક્ત એકત્ર થયું હતું, જે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ની બ્લડ બેન્કમાં દર્દીઓના ઉપયોગ માટે જમા કરાવવામાં આવ્યું છે.
જામનગર ના 79- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી કે જેઓ ધારાસભ્ય બન્યા પછી ગઈકાલે 14 મી જાન્યુઆરીને મકરસંક્રાંતિના પર્વ ના દિવસે ત્રીજો જન્મદિવસ પાંચ વિવિધ સેવા પ્રકલ્પોની સાથે ઉજવવામાં આવ્યો હતો. આ વિશેષ રૂપે જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે જામનગરના રણજીત નગર વિસ્તારમાં આવેલા લેઉવા પટેલ સમાજમાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા ઉપસ્થિત રહ્યા હતા, તેઓની સાથે સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જામનગર શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, જામનગર જિલ્લા ભાજપના અધ્યક્ષ રમેશભાઈ મુંગરા, નગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા, જામનગર શહેર ભાજપના મહામંત્રી પ્રકાશભાઈ બાંભણીયા, વિજયસિંહ જેઠવા મેરામણભાઇ ભાટુ, જિલ્લા ભાજપના મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, જિલ્લા ભાજપના અગ્રણી વિનોદભાઈ ભંડેરી, નગરના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, શાસક જૂથના નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઇ નાખવા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ કકનાણી, વાઇસ ચેરમેન દિનેશભાઈ આલ, વોર્ડ ના કોર્પોરેટરઓ, શહેર ભાજપના તમામ વોર્ડ પ્રમુખ તથા કાર્યકર્તાઓ, તેમજ વિવિધ જ્ઞાતિના આગેવાનો, વેપારીઓ સમાજના અન્ય શ્રેષ્ઠીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, અને ધારાસભ્ય દિવ્યેશભાઈ ને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.
ધારાસભ્ય દિવ્યેશ અકબરી ના જન્મદિવસ નિમિત્તે સતત ત્રીજા વર્ષે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જામનગર શહેરના ખૂબ જ ઉત્સાહી એવા 680 થી વધુ રક્તદાતાઓ દ્વારા મહા રક્તદાન કરવામાં આવ્યું હતું, અને 680 બોટલ રક્ત એકત્ર કરાયું છે, જે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના દર્દીઓની સારવાર માટે જી.જી. હોસ્પિટલની બ્લડ બેન્ક માં સુપ્રત કરાયું .