- ગમખ્વાર અકસ્માતમાં ત્રણનો ભોગ લેનાર કારચલકની ધરપકડ
- અકસ્માતમાં બે યુવક અને એક યુવતીનું મો*ત નીપજ્યું
- 34 વર્ષીય અર્જુન વિરાણીની અટકાયત કરાઇ
સુરતના લસકાણા ચાર રસ્તા પાસે 23 ફેબ્રુઆરીની સાંજના પૂરપાટ હંકારતા કારચાલકે વારાફરતી બે બાઈકને ટક્કર માર્યા બાદ કાર BRTS રોડમાં જઇ કારે પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બે બાઇકચાલક યુવકના મો*ત થયા હતા. તેમજ એક યુવતીને ગંભીર ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જેનું આજે મો*ત નીપજ્યું છે. હાલ આ મામલે લસકાણા પોલીસે કારચાલક વિરુદ્ધમાં સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. કારચાલક એકાઉન્ટન્ટની નોકરી કરતા 34 વર્ષીય અર્જુન વિરાણી પોલીસે અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
અનુસાર માહિતી મુજબ, સુરતના લસકાણા ચાર રસ્તા પાસે 23 ફેબ્રુઆરીની સાંજના પૂરપાટ હંકારતા કારચાલકે વારાફરતી બે બાઈકને ટક્કર માર્યા બાદ કાર BRTS રોડમાં ઘૂસીને પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બે બાઇકચાલક યુવકને હોસ્પિટલે ખસેડાતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. જ્યારે એક યુવતીને ગંભીર ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જેનું આજે મો*ત નીપજ્યું છે. અમરેલીના સગાં ભાઈ-બહેનનાં મો*તથી પરિવારમાં ભારે શોક છે. જ્યારે અન્ય યુવકના મોતથી ત્રણ સંતાને પિતાની છત્રછાયા ગુમાવી છે. હાલ આ મામલે લસકાણા પોલીસે કારચાલક વિરુદ્ધમાં સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, કામરેજમાં નનસાડ રોડ ઓપેરા હાઉસમાં રહેતા 35 વર્ષીય રાજેશ ગજેરા અને તેની બહેન શોભા સાથે સાંજે બાઇક પર કામ અર્થે જવા નીકળ્યા હતા. તે સમયે લસકાણા ચાર રસ્તા પાસે એક કારના ચાલેક પૂરપાટ ઝડપે કાર હંકારી રાજેશની બાઈકને ટક્કર મારી હતી. ત્યારબાદ બીજી બાઇકના ચાલક 48 વર્ષીય મહેશભાઈ લાઠિયાને પણ કારે અડફેટે લીધા હતા.
બે બાઈકને અડફેટે લીધા બાદમાં કાર BRTS રોડમાં ઘૂસી ગઈ હતી અને ત્યાં પલટી ખાઈને ડિવાઈડર સાથે ભટકાઈ હતી. જેમાં ગંભીર ઈજા પામેલા રાજેશ ગજેરા અને મહેશભાઇ લાઠિયાને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં વારાફરતી બંને યુવકોને ટૂંકી સારવારમાં મૃ*ત જાહેર કર્યા હતા. જ્યારે ગંભીર ઇજાગ્રસ્ત રાજેશની બહેન શોભાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
કારચાલકે અકસ્માત કર્યા બાદ BRTS રૂટમાં ઘૂસી કાર પલટી મારી ગઈ હતી. આસપાસથી દોડી આવેલા લોકો દ્વારા કારચાલકને કારમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. તેમજ કારચાલક એકાઉન્ટન્ટની નોકરી કરતો અર્જુન વિરાણી હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે લસકાણા પોલીસે કારચાલક વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો દાખલ કરી તેની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
રાજેશભાઈ મૂળ અમરેલી સાવરકુંડલાના વતની હતા. રાજેશ ગજેરા તેની બહેન શોભા સાથે કામરેજથી મોટા વરાછા કામ અર્થે જવા નીકળ્યા હતા. તેમજ તે સમયે રાજેશ ગજેરાને રસ્તામાં કાળ ભેટી ગયો હતો. તેની બહેન શોભાને ગત રોજ ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી, જેનું પણ આજે મો*ત નીપજ્યું છે. રાજેશ ગજેરા અપરિણીત હતા અને જોબવર્કનું કામ કરતા હતા.
મૂળ ભાવનગર જિલ્લાના બગદાણાના વતની મહેશ લાઠિયા રવિવારે સાંજે લસકાણા ડાયમંડ નગર ખાતે ખાતા પરથી બાઈક લઈને ઘરે જતા હતા. ત્યારે લસકાણા ચાર રસ્તા પર તેઓને અકસ્માત નડ્યો હતો. મહેશ લાઠિયાને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. જ્યારે ત્રણેય સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.
આ અકસ્માત બાદ કારચાલકને કારમાંથી બહાર કાઢીને લોકોએ લસકાણા પોલીસને સોંપ્યો હતો. તેમજ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કારચાલક અર્જુન વિરાણીએ ભૂલથી બ્રેકને બદલે એક્સિલેટર દબાઈ ગયું હોવાનો દાવો કર્યો છે, પરંતુ આ ગંભીર બેદરકારીને ધ્યાનમાં રાખીને મોડી રાત્રે પોલીસે તેના વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય