કલેકટર જે.આર. ડોડીયાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ
આકાશમાં રંગબેરંગી પતંગ ચગાવવી અને આ આહલાદક દ્રશ્યને વિશ્વ ફળક પર લઈ જવા અત્યાર સુધી જે ઈવેન્ટ માટે અમદાવાદમાં યોજાતી તેને બે વર્ષથી રાજયમાં અલગ અલગ મહત્વના સ્થળોએ પણ ઉજવવાની સરકારની પહેલને ધારી સફળતા મળી છે. ગત બે વર્ષમાં દ્વારકાના રૂક્ષ્મણી મંદિરપટાંગણ ખાતેનાં વિશાળ મેદાનમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય ક્રાઈટ ફેસ્ટીવલથી પ્રેરાઈને આ વર્ષે પણ એજ લોકેશનમાં ૮મીજાન્યુઆરીના રોજ સવારના ૧૦ વાગ્યાથી સરકાર દ્વારા ક્રાઈટ ફેસ્ટીવલ ૨૦૧૯ યોજવામાં આવનાર છે.
આ ઈન્ટરનેશનલ ઈવેન્ટની સફળતા માટે અને સુંદર આપે આપવ માટે દેવ ભૂમિ દ્વારકાના કલેકટર જે.આર.ડોડીયાના અધ્યક્ષ સ્થાને મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં કાઈટ ફેસ્ટીવલ ને લગતા મુદાઓ જેવા કે આવનારા આંતરરાષ્ટ્રીય પતંગ પ્રેમીઓની સગવડતા, ઉપસ્થિત સ્થાનીકો માટે યોગ્ય આયોજન, સાંસ્કૃતિક કાર્યક્રમો, ક્રાઈટ માટેના સ્ટોલ, સ્વચ્છતા, પ્રાથમિક સુવિધા વગેરેની વિસ્તૃત ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં જિ.વિ. અધિકારી આર.આ. રાવલ, અધિક કલે. વાઘેલા, એ.એસ.પી. સુંબે, પ્રા.શિ. વાઢેર, આર.એન્ડબીના પરમાર દ્વારકા નગરપાલીકાના ચીફ ઓફીસર ડોડીયા, તા.વિ. અધિકારી, હોટલ એસો. પીજીવીસીએલ માર્ગ અને મકાન, શિક્ષણ તથા ટુરીઝમ વિભાગના અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.