- પોલીસે હોટલ સંચાલક અને મેનેજરની કરી ધરપકડ
- યુવતીની શોધખોળ હાથ ધરવામાં આવી
દીવના બૂચરવાડામાં આવેલી કેશવ હોટેલમાં દીવ પોલીસે દરોડો પાડતા હનીટ્રેપનો મામલો સામે આવ્યો છે. આ દરમિયાન હોટેલના રૂમમાં હિડન કેમેરા રાખી કસ્ટમરોની અંગત પળોને કેદ કરતા હોવાની દીવ પોલીસને હ્યુમન સોર્સથી જાણકારી મળતા હોટે માં રેડ પાડી અને હોટેલ મેનેજર અને સંચાલકની ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન દીવ પોલીસે હોટલ સંચાલક સંજય રાઠોડ અને મેનેજર અબ્બાસુ મન્સૂરીની ધરપકડ કર્યા બાદ મોબાઈલ ફોન ચેક કર્યો હતો. તેમજ આ મામલે યુવતીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવ ના બુચરવાડા માં આવેલી ખાનગી હોટેલ માં પોલીસ ના દરોડો પડ્યા હતા. હોટેલના રૂમમાં હિડન કેમેરા રાખી કસ્ટમરો ની અંગત પળો ને કેદ કરાતી હોવાને લી પોલીસે હોટલ સંચાલક અને મેનેજર ની ધરપકડ કરી હતી.
દીવ એસપીના જણાવ્યા પ્રમાણે કેશવ હોટેલ 6 મહિના સંજય રાઠોડ નામના શખ્સે ચલાવે છે આ હોટલ. તેને રેંટ પર લીધી હતી પરંતુ એકાદ મહિના થી હોટલ ના એક રૂમ અંદર હિડન કેમેરો લગાવવામાં આવ્યો હતો એટલું જ નહી એક યુવતી પણ મસાજ કરવાના નામે રાખવામાં આવી હતી.
આ યુવતી સાથે ની અંગત પળો નું રેકોર્ડિંગ હિડન કેમેરામાં થતું હતું અને આ હિડન કેમેરો કોઈ ને ખબર ન પડે તે રીતે સ્વીચ માં ગોઠવવામાં આવ્યો હતો દીવ પોલીસ ને હ્યુમન સોર્સ થી આ જાણકારી મળતા હોટેલ માં રેડ કરી હતી અને હોટેલ મેનેજર અને સંચાલક બને ની ધરપકડ કરવામાં આવી હતી.
દીવ પોલીસે હોટલ સંચાલક સંજય રાઠોડ અને મેનેજર અબ્બાસુ મન્સૂરી ની ધરપકડ કર્યા બાદ મોબાઈલ ફોન ચેક કરાતા તેમાં હોટેલ રૂમ અંદર યુવતી સાથે ની પળો ના વિડીઓ પણ મળી આવ્યા છે. હોટેલ સંચાલક અને મેનેજર હિડન કેમેરા માં વિડીઓ શૂટ થયા બાદ રૂપિયા ની ડિમાન્ડ કરતા હોવાનું પણ સામે આવ્યું છે અનેક લોકો આ હોટલ માં મસાજ કરાવવા પહોચ્યા અને લીટી લીધા હોવાની ચર્ચા ઓ ઉઠી છે જો કે દીવ પોલીસે પીડિત ના નામ ગુપ્ત રાખ્યા હોવાનું જાણવા મળે છે. હોટેલ સંચાલક અને મેનેજર ની દબોચી લેવામાં.આવ્યા છે જો કે યુવતી ની શોધખોળ હાથ ધરવામાં આવી છે. થોડા સમય પહેલા પણ દીવ ના ફોરર્ટેલ રેસ્ટોરન્ટ માં મોબાઈલ કેમેરો બાથ માંથી મળી આવતા ખળભળાટ મચ્યો હતો તો હવે હોટેલ માંથી હિડન કેમેરા મળતા હોટેલ એન્ડ સેફ્ટી ને લય સવાલો ઉઠ્યા છે