- એડ. જીતુ રાવળની અધ્યક્ષતામાં મીટીંગ યોજાઈ
- ઘરે ઘરે જઈ સમાજના કાર્યોમાં સાથ સહકાર આપવા જણાવાયું
દાહોદ: મોરવા હડફ તાલુકાના મુખ્ય મથક મોરવા હડપ સર્કિટ હાઉસ ખાતે ગોધરા એડવોકેટ જીતુ રાવળની અધ્યક્ષતામાં રાવળ સમાજની મીટીંગ યોજાઇ હતી. ગાજીપુરના સરપંચ તેમજ રાવળ સમાજ પરિવાર એકતા સેવા મંચના પ્રમુખ નરવત રાવળ, સંતરામપુર તાલુકાના ગામોમાં રાવળ સમાજના ઘરે ઘરે ડોર ટુ ડોર ફરીને સમાજનું સંગઠન થાય, તેમજ એકતા ઉભી કરીને સમાજના કાર્યોમાં સાથ સહકાર આપવા જણાવ્યું હતું. આ ઉપરાંત પરિવાર સુરક્ષા કવચ યોજના અંગે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. આ મિટિંગમાં રાવળ સમાજ પરિવાર ટ્રસ્ટના પ્રમુખ, ઉપ-પ્રમુખ, મંત્રી, ખજાનચી, એડવોકેટ જીતુ રાવળ, શિક્ષક અભેસિંગ, પત્રકાર સહીત ટ્રસ્ટના કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના મુખ્ય મથક મોરવા હડપ સર્કિટ હાઉસ ખાતે ગોધરા એડવોકેટ જીતુભાઈ રાવળ ની અધ્યક્ષતામાં રાવળ સમાજ ની મીટીંગ યોજાઇ હતી. મોરવા હડફ તાલુકાના ગાજીપુર ના સરપંચ તેમજ રાવળ સમાજ પરિવાર એકતા સેવા મંચના પ્રમુખ નરવતભાઈ કે રાવળે સંતરામપુર તાલુકાના ગામોમાં રાવળ સમાજના ઘરે ઘરે ડોર ટુ ડોર ફરીને રાવળ સમાજનું સંગઠન થાય એકતા થાય રાવળ સમાજ તો સમાજના વ્યક્તિને આગળ લાવવાની કોશિશ તો કરશે જ પણ રાવલ સમાજને વ્યક્તિએ પણ પોતાના રાવળ સમાજને આગળ લાવવાની તૈયારી બતાવીને રાવળ સમાજના કાર્યોમાં સાથ સહકાર આપવા જણાવ્યું હતું.
વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2022 થી રાવળ સમાજ પરિવાર ટ્રસ્ટ દ્વારા પરિવાર સુરક્ષા કવચ યોજના અંગે ખાસ ચર્ચા કરવામાં આવી હતી અને પરિવાર સુરક્ષા કવચ યોજનામાં વાર્ષિક વ્યક્તિ એક વર્ષના સો રૂપિયા જેવી રકમ ભરવી અને એ રકમ ખાસ કરીને પરિવારના રેશનકાર્ડ દીઠ ભરવાની શરૂઆત કરી જુના ફોર્મ રીન્યુ કરવામાં આવ્યા હતા ફી ભરેલ તમામ સભ્યોની નોંધણી રાવળ સમાજ પરિવાર ટ્રસ્ટ મા કરવામાં આવી હતી તમામ રાવળ સમાજ પરિવાર ટ્રસ્ટના સભ્યોને પરિવાર સુરક્ષા કવચ યોજનાનો લાભ રાવળ સમાજ પરિવાર ટ્રસ્ટ જેમની વાર્ષિક ફી ₹100 આવેલી હોય અને જો તે સભ્યનું આકસ્મિક કે કુદરતી રીતે મૃત્યુ થાય તો તેમના પરિવારજનોને રાવળ સમાજ પરિવાર ટ્રસ્ટ દ્વારા રૂપિયા 5,000 નો ચેક તેમના બેસણા ના દિવસે આપવામાં આવે છે તેમજ સમાજના ગરીબ વિદ્યાર્થીઓને તેમના ભણતર માટે જરૂરી વસ્તુઓ ની મદદ કરી શકાય અને અન્ય રીતે પણ સમાજને મદદરૂપ થઈ શકાય
આ રાવળ સમાજ ની મિટિંગમાં રાવળ સમાજ પરિવાર ટ્રસ્ટના પ્રમુખ નરવતભાઈ કે રાવળ, ઉપ-પ્રમુખ બળવંતભાઈ રાવળ, મંત્રી રાવળ ધર્મપાલ ભાઈ, ખજાનચી રાવળ અભેસિંગભાઈ, ટ્રસ્ટ ના કારોબારી સભ્યો રાવળ અશ્વિનભાઈ, વિનોદભાઈ ,નરેશભાઈ, વજેસિંગભાઈ, સુભાષભાઈ ગોધરાના એડવોકેટ જીતુભાઈ રાવળ, શિક્ષક અભેસિંગભાઈ, પત્રકાર દિપકભાઈ તેમજ રાવળ સમાજના તમામ કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
અહેવાલ:અભેસિંહ રાવલ