- મહાયજ્ઞના અંતિમ દિવસે 972 જેટલા દંપતીઓએ યજ્ઞ કાર્યનો લીધો લાભ
- મહાયજ્ઞના અંતિમ દિવસે અંદાજિત 12000 જેટલા લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો
દાહોદના રાષ્ટ્ર જાગરણ 108 કુંડી ગાયત્રી મહાયજ્ઞનો અંતિમ દિવસ શાંતિકુંજ ટોળીનો વિદાયનો હતો. રાષ્ટ્ર જાગરણ 108 કુંડી ગાયત્રી મહાયજ્ઞ કાર્યક્રમ અંતર્ગત અંતિમ દિવસે 972 જેટલા દંપતીઓએ યજ્ઞ કાર્યનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં પુંસવન સંસ્કાર,મુંડન સંસ્કાર,નામ કરણ સંસ્કાર,ગુરુ દીક્ષા સંસ્કાર જેવા વિવિધ સંસ્કારો પણ કરાવવામાં આવ્યા હતા. આ દરમિયાન લીમખેડા તાલુકાની વિવિધ શાળાઓના બાળકોએ અને પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીનાં જીવન કવન પ્રદર્શનીનું નિરીક્ષણ કરી ધન્યતા અનુભવી હતી. મહાયજ્ઞના અંતિમ દિવસે અંદાજિત બાર હજાર જેટલા ભાઈઓ-બહેનો,યુવાનો,બાળકોએ મહાપ્રસાદ ભોજનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
આ અંગે મળતી માહિતી અનુસાર, રાષ્ટ્ર જાગરણ 108 કુંડી FC ગાયત્રી મહાયજ્ઞ કાર્યક્રમ અંતર્ગત આજે ચોથા અને અંતિમ દિવસે 972 જેટલા દંપતીઓએ યજ્ઞ કાર્યનો લાભ લીધો.સાથે વિશેષમાં પુંસવન સંસ્કાર,મુંડન સંસ્કાર,નામ કરણ સંસ્કાર,ગુરુ દીક્ષા સંસ્કાર જેવા વિવિધ સંસ્કારો પણ કરાવવામાં આવ્યા.આજે લીમખેડા તાલુકાની વિવિધ શાળાઓના બાળકોએ પણ પંડિત રામ શર્મા આચાર્યનાં જીવન કવન પ્રદર્શનીનું નિરીક્ષણ કરી ધન્યતા અનુભવી હતી. સાથે પંડિત રામ શર્મા આચાર્ય લિખિત પુસ્તકો માટે પુસ્તક મેળાની મુલાકાત કરી બ્રહ્મભોજ યોજના અંતર્ગત અડધી કિંમતમાં પુસ્તકોની ખરીદી કરવામાં આવી હતી.
આજે રાષ્ટ્ર જાગરણ 108 કુંડી ગાયત્રી મહાયજ્ઞનો ચોથો અને અંતિમ દિવસ શાંતિકુંજ ટોળીનો વિદાયનો હતો. આયોજક કમિટી દ્વારા માન સન્માન સાથે હાર્દિક ભાવભરી વિદાય આપવામાં આવી.કર્મઠ સૌ પરિજન ભાઈઓ-બહેનોનું શાંતિકુંજ પ્રતિનિધિઓ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું. હનુમાન ટોળી યુવા મિત્રોની કામગીરીને બિરદાવતા વિશેષ સન્માન કરવામાં આવ્યું.આજે અંદાજિત બાર હજાર જેટલા ભાઈઓ-બહેનો, યુવાનો, બાળકોએ મહાપ્રસાદી ભોજનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.કાર્યક્રમમાં તન મન અને ધનથી સહભાગી બનેલ સૌનો આયોજક કમિટીએ દિલથી ખૂબ ખૂબ અભિનંદન સાથે હાર્દિક આભાર વ્યક્ત કર્યો.
અહેવાલ: અભેસિંહ રાવલ