- 11.52 કરોડ ખર્ચે તૈયાર થનાર 4 રસ્તાઓનું કરાયું ખાતમુહૂર્ત
- સીંગવડના ત્રણ અને લીમખેડાના એક ડામર રસ્તાનું કરાયું ખાતમુહૂર્ત
દાહોદ: લીમખેડા વિધાનસભા મતવિસ્તારના સીંગવડ અને લીમખેડા તાલુકાના અંતરીયાળ વિસ્તારોના બિસ્માર રસ્તાઓને ફરીથી પાકા ડામરવાળા બનાવવા માટે ધારાસભ્ય શૈલેષ ભાભોરના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય દ્વારા રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગમા રજૂઆતો કરવામાં આવી હતી. ધારાસભ્યની રજુઆતોને ધ્યાને લઈને લીમખેડા અને સીંગવડ તાલુકાના રસ્તાઓના નવિનીકરણની મંજૂરી આપી હતી, જેમા લીમખેડા વિધાનસભા મતવિસ્તારમા સમાવિષ્ટ સીંગવડ તાલુકા અને લીમખેડા તાલુકામા મોટીબાડીબારથી લુખાવાડા સુધીના રોડની કામગીરીનુ ખાતમુહૂર્ત કરવામા આવ્યુ હતુ.
લીમખેડા વિધાનસભા મતવિસ્તારના સીંગવડ અને લીમખેડા તાલુકાના અંતરીયાળ વિસ્તારોના તુટી ગયેલા ખખડધજ રસ્તાઓને ફરીથી પાકા ડામરવાળા બનાવવા માટે ધારાસભ્ય શૈલેષ ભાભોર દ્વારા રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગમા રજૂઆતો કરતા રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા ધારાસભ્યની રજુઆતોને ધ્યાને લઈને લીમખેડા અને સીંગવડ તાલુકાના રસ્તાઓના નવિનીકરણની મંજૂરીઓ આપી હતી, જેમા લીમખેડા વિધાનસભા મતવિસ્તારમા સમાવિષ્ટ સીંગવડ તાલુકા અને લીમખેડા તાલુકામા મોટીબાડીબારથી લુખાવાડા સુધીના 2.70 કિ.મી. રોડનુ રુપિયા 121.50 લાખના ખર્ચે રીસર્ફેસીગ કરવાની કામગીરીનુ ખાતમુહૂર્ત કરવામા આવ્યુ હતુ.
જ્યારે સીંગવડ તાલુકાના છાપરવડ-હિરાપુર-ફોફણ સુધીના 9.40 કિ.મી. રોડનુ રૂપીયા 403.35 લાખ, જ્યારે કુમપુર થી પતંગડી સુધીના 3.10 કિ.મી. રોડનુ રૂપીયા 139.50 લાખ અને દુધીયા-જાલીયાપાડા-સીગવડ સુધીના 12.90 કી.મી. રોડનુ રૂપીયા 487.80 લાખના ખર્ચે તૈયાર થનાર પાકા ડામર રોડનુ ધારાસભ્ય શૈલેષ ભાભોર દ્રારા ખાતમુહૂર્ત કરવામા આવ્યુ હતુ. લીમખેડાસીંગવડ તાલુકામા રુપિયા 11.52 કરોડના ખર્ચે 4 રસ્તાઓનુ ખાતમુહૂર્ત કરવામા આવતા સ્થાનિક લોકોમા ખુશીની લાગણી છવાઈ હતી.આ રોડના ખાતમુહૂર્તમાં કાર્યક્રમમા તાલુકા પંચાયત સીગવડના સભ્ય સુરેશભાઈ ચૌહાણ, સરપંચ લખીબેન વહોનીયા, ભરતભાઈ ભાભોદ ભાજપ મહામંત્રી સીંગવડ, માર્ગ અને મકાન વિભાગ પંચાયત ના નાયબ કાર્યપાલક ઈજનેર માવી, સહિત મોટી સંખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ: અભેસિંહ રાવલ