દાઉદ તારા નામ રે… ક્યા નામે લખવી ‘કંકોત્રી’

દાઉદ કરાંચીના ત્રણ સરનામે ૨૧ અલગ અલગ નામે રહેતો હોવાનો બ્રિટનના રિપોર્ટમાં ઉલ્લેખ

મુંબઈમાં ૧૯૯૩ના શ્રેણીબઘ્ધ બોમ્બ વિસ્ફોટનો મુખ્ય આરોપી અને અંડરવર્લ્ડ ડોન દાઉદના ૨૧ બોગસ નામ હોવાનું ખુલ્યું છે. યુકે દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં દાઉદના પાક.માં ત્રણ સરનામા છે.

રિપોર્ટમાં દાઉદનું જન્મસ્થળ મહારાષ્ટ્રનું રત્નાગિરિ હોવાનો ઉલ્લેખ છે. દાઉદને ભારતીય ગણાવાયો છે. તેના અબ્દુલ શેખ ઈસ્માઈલ, અબ્દુલ અજીજ અબ્દુલ હમિદ, અબ્દુલ રહમાન શેખ મુહમ્મદ ઈસ્માઈલ, અનિસ ઈસ્માઈલ શેખ મહમ્મદ, બડાભાઈ, દાઉદભાઈ, ફા‚ખી શેખ, હસન કાસકર દાઉદ, હસન દાઉદ, ઈબ્રાહીમ અનિસ, ઈબ્રાહિમ દાઉદ હસન શેખ, કાસકર દાઉદ હસન શેખ ઈબ્રાહિમ, કાસકર દાઉદ ઈબ્રાહિમ મેમન, કાસકર દાઉદ હસન ઈબ્રાહિમ, મેનન દાઉદ ઈબ્રાહિમ, સબરી દાઉદ, સાહબ હાજી અને બડા શેઠ સહિત કુલ ૨૧ નામો હોવાનો દાવો બ્રીટનના રિપોર્ટમાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.