ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવ, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સહિતના અગ્રણીઓએ આપ્યું માર્ગદર્શન
ભાજપા મહિલા મોરચાના ૨૧,૨૨ ડિસેમ્બરના રોજ યોજાનાર બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનની તૈયારી અને વ્યવસના આયોજન માટે ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્રજી યાદવ અને ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીના વડપણ હેઠળ કમલમ ખાતે આજરોજ મહત્વનીબેઠક મળી હતી.
આ બેઠકમાં રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીમાટે બનાવવામાં આવેલા ૨૫ જેટલા વિભાગોના મુખ્ય વ્યવસ ઇન્ચાર્જો ઉપસ્તિ રહ્યા હતા.રાષ્ટ્રીય મહામંત્રી ભૂપેન્દ્રજી યાદવની ઉપસ્થિતમાં વિભાગવાર વ્યવસ સંદર્ભે રિપોર્ટીંગ હાથ ધરાયુ હતુ.
અડાલજ પાસે આવેલા ત્રિમંદિર પરિસરમાંયોજાનારા રાષ્ટ્રીય અધિવેશનની આયોજન બેઠકને સંબોધતા ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રીભૂપેન્દ્રજી યાદવે જણાવ્યુ હતુ કે ગુજરાત ભાજપાના કર્મઠ અને રાષ્ટ્રભક્ત કાર્યકરો ભાગ્યશાળી છે કે ભાજપાના સપનાકાળી અત્યાર સુધીના સૌથી મોટા મહિલા મોરચાના રાષ્ટ્રીય અધિવેશનને યોજવાની તક મળી છે. ગુજરાતના કાર્યકરો રાષ્ટ્રીય અધિવેશનનું સુચારુ અનેસફળ, યશસ્વી અને રાષ્ટ્રને પદર્શક આયોજન કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
મહિલા મોરચાના રાષ્ટ્રીય અધિવેશનનું ઉદ્ઘાટન ગુજરાતના સપૂત અને રાષ્ટ્રની રાજનીતિના ચાણક્ય ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ કરશે. રાષ્ટ્રીય અધિવેશનના સમાપન પ્રસંગે ગુજરાતના સપૂત, રાષ્ટ્રભક્ત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ઉપસ્તિ રહેશે.
ભાજપાના મહિલા મોરચાનું રાષ્ટ્રીય અધિવેશન ૨૦૧૯ની લોકસભા ચૂંટણી માટેનો મહત્વનો આધારસ્ંભ બનશે. રાષ્ટ્રીય સ્તરે નારીશક્તિ જાગરણનો રણટંકાર બનશે. રાષ્ટ્રના વિકાસમાં નારીશક્તિની ભાગીદારી વધે તે માટે આત્મવિશ્વાસ નિર્માણ કરનાર મહત્વનું સન બની રહેશે.
ભાજપા મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષાવિજ્યા રાહટકરે બેઠકને સંબોધતા જણાવ્યુ હતુ કે, ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ટીમે અને સંગઠને રાષ્ટ્રીય અધિવેશનને એક અવસર તરીકે ઉપાડી લઇ ઝીણવટભર્યું વ્યવસપન ઉભું કરવાના પ્રયાસો કર્યાછે તે અભિનંદનીય છે. ગુજરાતના આંગણે રાષ્ટ્રભરમાંથી ઉપસ્થિત રહેનાર નારીશક્તિ જીવનનોએક આગવો વિશ્વાસ લઇને જશે તેવો આશાવાદ તેઓશ્રીએ વ્યક્ત કર્યો હતો.
આજની વ્યવસ બેઠકમાં ભાજપાના પ્રદેશસંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, મહિલા મોરચાના અધ્યક્ષ ડો.જ્યોતિબેન પંડ્યા, રાજ્યમંત્રી મંડળના સદસ્ય વિભાવરીબેન દવે, પ્રદેશ ઉપાધ્યક્ષ આઇ.કે.જાડેજા, મહામંત્રી કે.સી.પટેલ, ભરતસિંહ પરમાર, શબ્દશરણ બ્રહ્મભટ્ટ, ભાર્ગવભાઇ ભટ્ટ, પ્રદેશ પ્રવક્તા ભરતભાઇ પંડ્યા સહિત અગ્રણીઓ ઉપસ્તિ રહ્યા હતા.