વિશ્ર્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગૂરૂ બાવનમાં દાઈ ડો. સૈયેદના અબુલ કાઈદજોહર મોહમ્મદ બુરહાનુદીન સાહેબ (ત.ઉ.શ.)ના ૧૦૮મી જન્મ જયંતી તથા ત્રેપનમાં દાઈ ડો. સૈયેદના આલીકદર મુફદુલ સૈફુદીન સાહેબ (ત.ઉ.શ.)ના ૭૫મા જન્મ દિવસ પ્રસંગે રાત્રે સુરત મુકામે ભવ્ય શાનદાર પ્રોસેશન (મોકીબ) નીકળેલ હતુ. આ પ્રસંગે મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી પધારેલ હતા. અને પોતાના પ્રવચનમાં હીઝ હોલીનેશ ડો. સૈયેદના સાહેબ (ત.ઉ.શ)ને ગુજરાત રાજયની સાડા છ કરોડ જનતા વતી મબારક બાદી આપેલ હતી.
અને વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ જન્મ દિવસની ખાસ શુભેચ્છા પાઠવી હતી. અને વધુમાં જણાવ્યું કે દાઉદી વ્હોરા સમાજ જયાં જયા વસે છે. ત્યાં દુધમાં સાકર ભળે તે રીતે ભળીજાય છે. દાઉદી વ્હોરા સમાજની દેશ પ્રત્યની વફાદારીની પ્રસંશા કરેલ હતી. અને સમાજના રાજયના અને દેશના સારા કાર્યો સાથે મળીને કરીએ. ડો. સૈયદના સાહેબ (ત.ઉ.શ)ની ૧૦૦મો જન્મદિવસ પણ ભવ્ય શાનદાર રીતે ઉજવીશુ તેવી પ્રાર્થના કરેલ હતી.ને પર્યાવરણ, ગ્રીનસીટી કલીનસીટી, આરોગ્ય, શિક્ષણ વગેરેમાં ડો. સૈયેદના (ત.ઉ.શ) તરફથી રાજયને ધણોજ સહકાર મળે છે. અને ડો. સૈયેદના સાહેબ (ત.ઉ.શ)ની ગુજરાત ઉપર ઘણી જ કૃપા રહેલ છે. અને સૈયેદના સાહેબ (ત.ઉ.શ.) ને રાજકોટ શહેરમાં પધારવા આમંત્રણ પાઠવ્યું હતુ. અને રાજકોટમાં સારા પ્રોગ્રામો થાયતેવું જણાવ્યું હતુ.
રાજકોટ શહેરનાં તમામ દાઉદી વ્હોરા સમાજમાં હરખની હેલી થઈ હતી અને મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીનો આભાર માનવામાં આવેલ છે. પ્રોસેશનમાં વિશ્ર્વભરના દાઉદી વ્હોરા સમાજ હજારોની સંખ્યામાં જોડાયો હતો. પ્રોસેશન એટલુ ભવ્ય શાનદાર હતુ જેને પસાર થતા બે કલાકથી પણ વધુ સમય લાગેલ હતો. તેમ શેખ યુસુફભાઈ જોહર કાર્ડસવાળાએ જણાવ્યું હતુ.