ઉનાળામાં ગરમ લુ થી બચાવ અનેક લોકો ડુંગળીનું સેવન રોજ કરે છે. પરંતુ ડુંગળી માત્ર લુથી જ રાહત આપે છે તેવું નથી. તો આવો જોઇએ ડુંગળીનાં એવા ગુણો અને ઉપયોગ જે વાળ અને ત્વચાને પણ સુંદર અને તંદુરસ્ત બનાવે છે.
– સ્કીનને અલ્ટ્રાવાયેલેટ કિરણોથી રક્ષણ આપતા વિટામિન એ, સી, ઇ તેમજ મિનરલ્સ એન્ટી ઓક્સિડેન્ટસ, અને અન્ય જરુરી ન્યુટ્રીસન્સ ડુંગળીમાં રહેલાં છે.
– ડુંગળીનાં સેવનથી લોહી શુધ્ધીકરણ થાય છે જે ત્વચા માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. જેનાં કારણે ત્વચાને સંબંધી બિમારી કે એલર્જી થવાની સંભાવના ઘટે છેે.
– ડુંગળીમાં રહેલાં કવર્સેટિન અને સલ્ફરથી ભરપૂર એવા ફાયટોકમિકલ્સ જેવા તત્વો રહેલાં હોય છે. જે સ્કિનને રેડિકલ ડેમેજથી બચાવે છે. જેથી ત્વચા પર ઉંમરની અસર નથી દેખાતી.
– ડુંગળીમાં રહેલું વિટામિન સી જે ત્વચાને તરીશ કરવાની સાથે સાથે સ્વસ્થ પણ બનાવે છે.
– માત્ર તમારી ત્વચા માટે જ નહિં પરંતુ તમારા અઘરોને પણ સુંદર, મુલાયમ અને સ્વસ્થ બનાવે છે. ડુંગળી જેના માટે રોજ ડુંગળીનો રસ હોઠ પર લગાવવાથી ડેડ સ્કિન દૂર થાય છે. હોઠ મુલાયમ બને છેે.
– વાળ અને ત્વચા માટે ડુંગળીનો ઉપયોગ કેેવી રીતે કરવો….?
ડુંગળીનું જ્યુસ જે કેરેટીથી ભરપૂર હોય છે. જેને રોજ વાળ પર લગાડવાથી તેમજ સ્કીન પર લગાવવાથી વાળના ગ્રોંથ વધે છે. તો સ્કિન હેલ્ધી બને છે.
– લીંબુ અને ડુંગળીનું પેક .
ડુંગળીનું જ્યુસ તૈયાર કરો તેમાં થોડો લીંબુનો રસ ઉમેરો પછી તે મિશ્રણને રુનાં પુમડાથી ગરદન અને ચહેરા પર લગાવો. તે સુકાઇ ગયા બાદ ચહેરા અને ગરદનને ઠંડા પાણીથી સાફ કરો. આ રીતે અઠવાડીયામાં ત્રણવાર કરવાથી તમારી ત્વચાને ઇન્ફેક્શનથી રક્ષણ મળે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,