ડાંગ જિલ્લાની સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી દ્વારા પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી. આઇ.સી.ડી.એસ શાખા દ્વારા આહવા તાલુકાની વિવિધ જગ્યાએ વાનગી સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું. મહિલા અને બાળ વિકાસ વિભાગ લાભાર્થીઓના પોષણ અને આરોગ્ય માટે સતત પ્રયત્નશીલ છે. બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ સુપોષિત બને તે માટે તેઓના રોજિંદા આહારમાં પૌષ્ટિક ખાધ્યો નો ઉપયોગ થાય તે ખુબ જરૂરી છે. બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ માટે જરુરી કેલરી પ્રોટીન અને સુક્ષ્મ પોષકતત્વો યુક્ત ટેક હોમ રાશન (માતૃશકિત, બાલશકિત અને પૂર્ણાશક્તિ) દર માસે વિનામૂલ્યે આંગણવાડી કેંદ્રમાંથી તેમની દૈનિક પોષણની જરૂરીયાતના એક તૃતીયાંશ ભાગનું પોષણ પૂરૂ પાડવા માટે આપવામાં આવે છે.
મિલેટ (શ્રી અન્ન) નાના દાણા વાળા ધાન્ય પાકોનું જુથ છે. જેમાં વિવિધતાસભર પાકો જેવા કે, બાજરી, જુવાર, નાગલી (રાગી), કાંગ, ચેણો, બંટી (સામો). કોદરી, વરી વગેરેનો સમાવેશ થાય છે. જેમાં મોટા ભાગના પાકોનું મૂળ ભારત છે અને તે ભારતના પ્રાચીન અને ગુણકારી પાકો તરીકે પણ ઓળખવામાં આવે છે. મિલેટ (શ્રી અન્ન) આરોગ્ય અને પોષણને પ્રોત્સાહન આપતા ગુણધર્મો ધરાવે છે. ટેક હોમ રાશન (માતૃશકિત, બાલશકિત, અને પૂર્ણા શક્તિ), મિલેટ (શ્રી અન્ન) તેમજ સરગવા જેવા પૌષ્ટીક ખાધ્યો મદદથી પૌષ્ટીક વાનગી/ ખોરાકની રોજીંદા જીવનમાં ઉપયોગ કરે તેવા શુભઆશયથી પોષણયુક્ત વાનગીઓ અંગેના જુદા-જુદા સ્તર પર પોષ્ટિક વાનગી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે કાર્યક્રમ અંતર્ગત આઇ.સી.ડી.એસ શાખા આહવા ઘટકના આહવા સેજામાં આંગણવાડી કેંદ્ર ડુંગરી ફળીયામાં તા.03/01/2025ના રોજ સેજા કક્ષાનો પોષણ ઉત્સવનો કાર્યક્રમ કરવામાં આવ્યાહતો. જેમાં આઇ.સી.ડી.એસના પ્રોગ્રામ ઓફિસર જ્યોત્સનાબેન, સી.ડી.પી.ઓ સોનલબેન, સહિત અન્ય કર્મચારીઓ ગ્રામ પંચાયતના સદસ્ય તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેવી જ રીતના શામગહાન સેજામાં તા.04/01/2025ના રોજ મહિલા જાગૃતિ કેડરેશન ઓફિસ ખાતે સેજા કક્ષાનો પોષણ ઉત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સેજાના મુખ્ય સેવિકા, મહિલા અને બાળકચેરીના કર્મચારી, ગ્રામ પંચાયત શામગહનના સરપંચ લલિતા ચાંદેલકર કારોબારી સમિતિના સભ્ય રાજુભાઇ એલ, પંચાયતના સભ્ય ચંદુભાઇ ગાવિત પ્રકાશ દેવરામ સંતોષભાઇ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
વાનગી સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને પ્રથમ દ્વિતિય અને તૃતિય ક્રમ આવનાર વિજેતાઓને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યો હતા. આ ઉપરાંત બોરખલ સેજામાં પણ તા.06/01/2025ના રોજ આંગણવાડી કેન્દ્ર પાયરઘોડી ખાતે સેજા કક્ષાનો પોષણ ઉત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સેજાના મુખ્ય સેવિકા, આહવા તાલુકા સદસ્ય દેવરામ જાદવ, સહિતના ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વાનગી સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને પ્રથમ દ્વિતિય અને તૃતિય ક્રમ આવનાર વિજેતાઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતા.