ડાંગ જિલ્લામા પાણીની સમસ્યાના નિરાકરણ અંગે મંત્રી કુંવરજી બાવળીયાએ સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક યોજી હતી. તાજેતરમાં ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી કુંવરજી બાવળીયાએ, આહવા સર્કિટ હાઉસ ખાતે જિલ્લાની પાણીની સમસ્યા બાબતે સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક યોજી જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા. આ બેઠકમા ડાંગ જિલ્લાની સ્થાનિક ગ્રામ પંચાયતોમા ચાલી રહેલ મીની પાઇપ લાઇન યોજના ઉપરાંત, ગ્રામજનોની પાણીની સમસ્યા અંગેની વ્યવસ્થા તેમજ અન્ય કામગીરી સંદર્ભે ગ્રામ્ય લેવલે, તાલુકા કક્ષાએ, અને જિલ્લા કક્ષાએ સંકલન સમિતિમા, પણ પાણીની સમસ્યા બાબતે સમીક્ષા હાથ ધરવા અંગે મંત્રીએ ચર્ચા કરી હતી.
મંત્રીએ કુવાઓમાં વિજ જોડાણ, વાસ્મો યોજનાની મંજુરી બાદ તેની પ્રગત અંગે સમિક્ષા, સાથે જ નવા ડેમો અને વિયરની કામગીરી, તેમજ જિલ્લામાં ચાલી રહેલ પાણી પુરવઠા જૂથ યોજનાઓનુ કાર્ય વર્ષ 2025ના મે મહિના સુધી પુર્ણ કરવા, સાથે કાકરાપાર વિયર આધારિત તાપી -ડાંગ બલ્ક પાઇપ લાઈન યોજનાની કામગીરીમા ઇન્ટેક વેલ, રાઇઝિંગ મેઈન, ફિલ્ટર પ્લાન, અને સંપની કામગીરીની જાણકારી મેળવી હતી. આ બેઠકમા ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ નિર્મળા ગાઇન, ખેતીવાડી અને સિંચાઈ સમિતિના અધ્યક્ષ હરીશ બચ્છાવ, આહવા તાલુકા પંચાયત પ્રમુખ સુરેશ ચૌધરી, સુબીર તાલુકા પંચાયત પ્રમુખ રવીના ગાવિત, જિલ્લા કલેક્ટર મહેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી રાજ સુથાર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ.કે.ખાંટ, પ્રાંત અધિકારી કાજલ આંબલિયા, પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેર હેમંત ઢીમ્મર, જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના નાયબ ઇજનેર વિનીત પટેલ સહિતના ચિંચાઈ વિભાગના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.