ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના વાર્ષિક સત્રમાં કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહનું નિવેદન
અબતક,રાજકોટ
પ્રધાનમંત્રીનું પાંચ ટ્રિલિયન ડોલરની અર્થ વ્યવસ્થાનું લક્ષ્યાંક પૂર્વોત્તર ભાજપના વિકાસ વિના શકય નથી તેમ કેન્દ્ર્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે ગઈકાલે ઈન્ડિયન ચેરમેન ઓફ કોમર્સના વાર્ષિક સત્ર અને એજીએમમાં જણાવ્યું હતુ
આ તકે ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતુ કે વર્ષ 2014માં નરેન્દ્રભાઇ મોદી વડાપ્રધાન પદના ઉમેદવાર બન્યા ત્યારે સૌથી મોટી વાત એ હતી કે તેમણે પૂર્વોત્તર ભારત પર તેમનું વિઝન રજૂ કર્યું હતું.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું હતું કે અમારી સરકાર આવશે ત્યારે અમે પૂર્વ ભારતના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીશું અને તેને બાકીના ભારતના વિકાસની બરાબરી પર લાવી દેશના વિકાસમાં સહયોગી બનાવીશું.નરેન્દ્રભાઇ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 75 થી 100 વર્ષ સુધીના 25 વર્ષને આઝાદીનો અમૃત સમયગાળો ગણાવ્યો છે અને આ 25 વર્ષોમાં ભારત દરેક ક્ષેત્રે પ્રથમ કમાંક પર હોવું જોઈએ તેવા વિઝન સાથે આગળ વધવાનું છે.પ્રધાનમંત્રીએ આપણી સામે 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાનું લક્ષ્ય રાખ્યું છે અને પૂર્વોત્તરના વિકાસ વિના આ શક્ય નથી. પૂર્વોત્તર આપણા દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ક્ષેત્ર છે અને જ્યાં સુધી તે દરેક દ્વષ્ટિએ બાકીના ભારત સાથે જોડાશે નહીં, જ્યાં સુધી એકાત્મ ભાવ ઉત્પન્ન નહીં થાય અને બાકીના ભારત જેટલો વિકાસ, શાંતિ અને સમૃદ્ધિ ન સ્થપાય ત્યાં સુધી ઉત્તરપૂર્વનો વિકાસ શક્ય નથી.
તેઓએ ઉમેર્યું હતુ કે વર્ષ 2014માં નરેન્દ્રભાઇ મોદીની સરકાર આવી ત્યારથી અમે ઉત્તરપૂર્વના વિકાસને તબક્કાવાર રીતે આગળ વધાર્યો છે. ઉત્તરપૂર્વ ભારત એક વિષમ પ્રદેશ છે અને તેનો ઉપયોગ કરીને કેટલાક લોકોએ ઉત્તરપૂર્વને ખૂબ જ મુશ્કેલ પ્રદેશ બનાવી દીધો હતો, 2014 પહેલા બાકીના ભારત અને પૂર્વોત્તર વચ્ચે મનમાં એક મોટી ખાઇ બનાવવાનું કાર્ય કરવામાં આવ્યું. 2014 માં મોદીની સરકાર બન્યા પછી, વડા પ્રધાને સૌથી પહેલું કામ આ મનના અંતરને પૂરવાનું કર્યું અને પૂર્વોત્તર પર ધ્યાન કેન્દ્રિત કર્યું. છેલ્લા 7 વર્ષમાં વડાપ્રધાન ઘણી વખત પૂર્વોત્તરમાં ગયા છે અને ત્યાં રાત્રી નિવાસ કર્યો છે, હવે ધીમે ધીમે ઉત્તરપૂર્વનું ભારત સાથે મનનું જોડાણ બની ગયું છે.એક સમય એવો હતો કે જ્યારે પૂર્વોત્તરમાં આંદોલનો, વિવાદો ચાલતા હતા, ત્યારે વડા પ્રધાને એક વાત સ્થાપિત કરી હતી કે વિકાસ માટે આંદોલન કે વિવાદની નહીં, સહકાર અને ખંતની જરૂર છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતુ કે,પહેલા હિંસા, ઉગ્રવાદ, વિવાદ, પૂર, ભ્રષ્ટાચાર અને ડ્રગ્સ જેવી સમસ્યાઓ હતી, પરંતુ ે ઉત્તરપૂર્વ સંપર્ક, વિકાસ, પર્યટન, રોજગાર, વીજળી અને જંગલ વધારવાની સાથે પૂરને સમાપ્ત કરવા માટે ચર્ચામાં રહે છે.ઉત્તરપૂર્વે ઘણું સહન કર્યું છે, મોદીની સરકારની પૂર્વોત્તર નીતિનો હેતુ યુવાનોની આકાંક્ષાઓને સંપૂર્ણ સંવેદનશીલતા સાથે સમજીને શાંતિ સ્થાપવાનો છે અને અહીંની સરકારોને રાજકીય સ્થિરતા સાથે સશક્ત કરીને સામાન્ય જનતાને સશક્ત બનાવવાનો છે, છેલ્લા 7 વર્ષથી અમે આ કર્યું છે. અમે સૌપ્રથમ અહીં રાજકીય સ્થિરતા સ્થાપિત કરી છે, પૂર્વોત્તરમાં તમામ વિવાદોને સમાપ્ત કરવા માટે એક વિશાળ પહેલ કરી છે, અહીંની બોલીઓ, ભાષાઓ, નૃત્ય, સંગીત, ખોરાક અને વિવિધતાને એક તાકાત બનાવી છે. એક મહત્વપૂર્ણ નીતિગત નિર્ણય લેતા, વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની સરકારે સરહદી પ્રોજેક્ટ્સ માટે જમીન સંપાદનને સરળ બનાવવા માટે ગૃહ મંત્રાલયને “ઉપયુક્ત સરકાર” ઘોષિત કર્યું છે. આ 7 વર્ષોમાં, પૂર્વોત્તરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવામાં આમૂલ પરિવર્તન આવ્યું છે અને 2024 પહેલા, પૂર્વોત્તરની તમામ રાજધાનીઓને એરપોર્ટ સાથે જોડવામાં આવશે. – પૂર્વોત્તરના સર્વાંગી વિકાસ માટે, 2014 થી 2021 સુધીમાં, 2 લાખ 65 હજાર 513 કરોડ રૂપિયા ફક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચવામાં આવ્યા હતા, 2021-22માં, પૂર્વોત્તરનું બજેટ 63,000 કરોડ રૂપિયા હતું અને મોદીજીની સરકારે સાત વર્ષમાં બજેટ બમણું કરવાનું કાર્ય કર્યું છે. પૂર એ પૂર્વોત્તરની એક મોટી સમસ્યા છે, પઉર નિયંત્રણ માટે અહીંની વિષમ ભૌગોલિક સ્થાનનો ઉપયોગ કરીને ઇસરોના માધ્યમથી ઘણા કુદરતી તળાવો બનાવવામાં આવશે પૂરના પાણીને આ તળાવોમાં વાળવામાં આવશે. વડાપ્રધાન દ્વારા કલ્પના કરાયેલ વિકાસને પૂર્ણ કરવાની જવાબદારી આપણા સૌની છે અને આઝાદીના અમૃત મહોત્સવમાં આપણે સૌએ સંકલ્પ લેવો પડશે કે આપણે પૂર્વોત્તરના વિકાસમાં યોગદાન આપીશું. અમે 7 વર્ષમાં ઉત્તરપૂર્વમાં રોકાણ કરવા માટે જરૂરી વાતાવરણ બનાવ્યું છે, (ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ )અને તેના સભ્યોને અપીલ કરું છું કે ઉત્તર પૂર્વને એક અલગ દ્રષ્ટિકોણથી જુઓ, ત્યાં આવેલા બદલાવને જાણો અને રોકાણ કરો.