વડોદરાથી ભરૂચ જતા નેશનલ હાઈવે પર કરજણ તાલુકામાં ભરથાણા ટોલ પ્લાઝા પર ટોલના દરોમાં વધારો કરાયો છે. તેમજ ભરથાણા ટોલ પ્લાઝા પર અગાઉ આપવામાં આવેલા સુધારેલા ટોલના દરો હવે આજથી અમલમાં આવ્યો છે. આ દરમિયાન નવા દર પ્રમાણે કાર માટે 105 રૂપિયાથી વધીને 155 રૂપિયા, મીની બસ માટે 180 રૂપિયાથી વધારી 270 રૂપિયા કરાયો. આ દરમિયાન બસ અને ટ્રક માટેનો ટોલ 360 રૂપિયાથી વધીને 540 રૂપિયા કરાયો છે.
આ ઉપરાંત અગાઉ એક મહિના પહેલાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ભરથાણા ટોલ પ્લાઝા પરના દરમાં અચાનક 65 % જેટલો વધારો કરવાની જાહેરાત કરાય હતી. તેમજ તેનો અમલ કરવાની જાહેરાત થયા બાદ વધુ એક દિવસ અમલ મુલતવી રહ્યો હતો. ત્યારબાદ ફરીથી એક મહિના સુધી નવા દરનો અમલ થયો ન હતો. આ સાથે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આજે નવા ટોલના દરોનો અમલ કરવાનું અચાનક નક્કી કરવામાં આવ્યું હતું.
નવા દર પ્રમાણે કાર માટે 105 રૂપિયાથી વધીને 155 રૂપિયા, મીની બસ માટે 180 રૂપિયાથી વધારી 270 રૂપિયા કરાયો. તેમજ બસ અને ટ્રક માટેનો ટોલ 360 રૂપિયાથી વધીને 540 રૂપિયા કરાયો છે.
વડોદરા થી ભરૂચ ટોલ ટેક્સ
-ભરથાણા ટોલ પ્લાઝા પર કાર, જીપ અને વાન માટે 105 રૂપિયાને બદલે હવે આ વાહનોના ચાલકોએ 155 રૂપિયા ચૂકવવા પડશે. રિટર્ન ટોલ રૂ. 230 હશે, જ્યારે માસિક પાસનો ખર્ચ રૂ. 5085 થશે.
-અત્યાર સુધી LCV વાહનોના ચાલકો પાસેથી 180 રૂપિયા લેવામાં આવતા હતા. હવે તેના બદલે 245 રૂપિયા ચૂકવવા પડશે. તેમજ રિટર્ન ટોલ રૂ. 370 અને માસિક પાસ રૂ. 8215 રહેશે.
-બસ અને ટ્રક ચાલકોએ સિંગલ સાઇડ ટ્રીપ માટે 360 રૂપિયાને બદલે 515 રૂપિયા ચૂકવવા પડશે. જો રિટર્ન લેવામાં આવે તો 775 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે માસિક પાસ માટે તમારે 17,210 રૂપિયા ચૂકવવા પડશે.
-અગાઉ 1 જુલાઈ 2021ના રોજ ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો હતો અને 3 વર્ષ બાદ ફરીથી ટોલ ટેક્સ વધારવામાં આવી રહ્યો છે. આ દરમિયાન આ વખતે કારની કિંમતમાં અડધો 67 %નો વધારો કરવામાં આવ્યો છે. તેના કારણે દરરોજ લાખો વાહનોએ વધુ ટોલ ટેક્સ ભરવો પડશે.
-થ્રી-એક્સલ વાહનો માટેનો નવો ટોલ દર સિંગલ સાઇડ માટે રૂ. 565 અને વળતર માટે રૂ. 845 રહેશે. જ્યારે માસિક પાસ 18,775 રૂપિયા હશે.
-4 થી 6 એક્સલવાળા વાહનો માટે નવા ટોલ દરો સિંગલ સાઇડ માટે રૂ. 810, રિટર્ન માટે રૂ. 1215 અને માસિક પાસ માટે રૂ. 26,990 હશે.
-HCM/EME વાહનોના નવા દરો સિંગલ સાઇડ માટે રૂ. 810, રિટર્ન માટે રૂ. 1215 અને માસિક પાસ માટે રૂ. 26,990 હશે.
-7 કે તેથી વધુ એક્સલવાળા વાહનો માટે સિંગલ સાઇડ માટે રૂ. 985, રિટર્ન માટે રૂ. 1480 અને માસિક પાસ માટે રૂ. 32,855 હશે. સેંકડો વાહનચાલકો પર ટોલનું ભારણ વધશે
આ ઉપરાંત વડોદરા નજીક ભરથાણા ટોલ પ્લાઝા પર ટોલના દરમાં વધારાની સૌથી વધુ અસર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અમદાવાદથી મુંબઈ જતા વાહનચાલકોને થશે. તેમજ ટોલના ભાવમાં વધારાની અસર આગામી દિવસોમાં ખાનગી બસના ભાડા અને ટ્રાન્સપોર્ટના ભાડા પર પણ જોવા મળી શકે છે.