ડાંગ જિલ્લાના સંતોકબા ધોળકીયા વિદ્યામંદિર માલેગામના વિધાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરાયું. રાજ્યના શિક્ષણ અને આદિજાતી મંત્રી કુબેર ડીંડોરના હસ્તે ટેબ્લેટ વિતરણ કરાયા. ડાંગ જિલ્લાના માલેગામ ખાતે આવેલ પ્રયોશા પ્રતિષ્ઠાન સંચાલીત સંતોકબા ધોળકીયા વિદ્યામંદિરના વિધાર્થીઓને રાજ્યના કેબીનેટ મંત્રી કુબેર ડીંડોરના હસ્તે ટેબ્લેટ વિતરણ કરવામાં આવ્યાં હતાં. ગત તારીખ 15 મી નવેમ્બરના રોજ આહવા ખાતે આયોજીત ‘જન જાતીય ગૌરવ દિવસ’ કાર્યક્રમમાં પધારેલા રાજ્યના શિક્ષણ અને આદિજાતી મંત્રી કુબેર ડીંડોર, વલસાડ-ડાંગના સાંસદ સભ્ય ધવલ પટેલ, ગુજરાત વિધાનસભાના નાયબ દંડક વ ડાંગના ધારાસભ્ય વિજય પટેલના હસ્તે પ્રયોશા પ્રતિષ્ઠાન સંચાલિત સંતોકબા ધોળકીયા વિદ્યામંદિર, માલેગામના વિજ્ઞાન પ્રવાહ ધોરણ 11 ના કુલ 30 વિધ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરવામાં આવ્યાં હતા.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, લેપટોપ અને ટેબ્લેટ જેવા આધુનિક વિજાણુ યંત્રો વિદ્યાર્થીઓને દુનિયા સાથે જ્ઞાન અને માહિતીના આદાન પ્રદાન માટે ઉપયોગી થશે. તેમજ વિધ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા ખુબ જ ઉપયોગી નિવડશે. આ અગાઉ પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, તથા સંસદીય બાબતોના રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે લિંગા ખાતે ધોરણ વિજ્ઞાન પ્રવાહ ધોરણ 12ના વિધ્યાર્થીઓને લેપટોપ અને ટેબ્લેટનુ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંતોકબા ધોળકીયા વિદ્યામંદિર માલેગામ સંસ્થાના વડા પી.પી.સ્વામીજી, ડાંગ જિલ્લા પંચાયત પ્રમખ નિર્મળા ગાઇન, આહવા તાલુકા પ્રમુખ સુરેશ ચૌધરી, સુબીર તાલુકા પ્રમુખ રવિના ગાવિત, ભાજપા પાર્ટી પ્રમુખ કિશોર ગાવિત, મહામંત્રી હરિરામ સાંવત સહિતના પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.