નાણાં કૌભાંડ ઓસ્કારને નડી ગયું

હોલીવૂડ ફિલ્મ ટાઇટેનિકથી દુનિયાભરમાં ખ્યાતિ મેળવનારો હેન્ડસમ એકટર લીઓનાર્દ દિકેપ્રીઓ ઓસ્કાર એવોર્ડ પરત કરશે ! શું કામ ? શું નાણાં કૌભાડ ઓસ્કારને નડી ગયું?

વાત જાણે એક છે કે લીઓનાર્દની ફિલ્મ ધ વોલ્ફ ઓફ વોલ સ્ટ્રીટની પ્રોડકશન કંપની રેડ ગ્રેનાઇટ મેલેશિયામાં મની લોન્ડરીંગ કેસમાં ફસાઇ છે. આ કૌભાંડનો રેલો છેક મેલેશીયન વડાપ્રધાન નીજક રજાક અને તેમના જમાઇ સુધી પહોચ્યો છે. લીઓનાર્દે ફિલ્મ ધ વોલ્ફ ઓફ વોલ સ્ટ્રીટ માટે મળેલો ઓસ્કાર (ઓરીજીનલી એવોર્ડ માર્લોન બ્રાન્ડોને મળેલો) અને મોંઘીદાટ ગિફટ અમેરીકન ઓથોરીટીને પરત કરવાનું મન બનાવી લીધું છે. આ એક અબજો ડોલર મની લોન્ડરીંગ સ્કેમ છે. જો કે આમાં લીઓનાર્દ દકેપ્રીઓ કયાંય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંડોવાયો નથી. આ કૌભાંડની અમેરિકા અને મેલેશિયામાં તપાસ ચાલી રહી છે.

લીઓનાર્દના પ્રવકતાએ ઓસ્કાર એવોર્ડ અને અન્ય ગિફટ યુ.એસ. ઓથોરિતને પરત કરવાની ઘોષણા કરી હતી. બોલીવૂડ સ્ટાર્સમાં છે આવી હિંમત?

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.