સમિતિનાં સદસ્યોએ “અબતકને” આપી સેવા પ્રવૃત્તિઓ અંગે વિગતો..

શ્રી જૈન સાધાર્મિક સેવા સમિતિ દ્વારા છેલ્લા ૬ મહિનામાં થેલેસેમીયા મેજર દર્દીઓ માટે રૂ.૬ લાખ થી વધુ રકમની દવાઓ અને ઈન્જેકશનો તથા ડેસ્ફેરાલ ઈન્ફસન પંપની સહાય પૂરી પાડવામાં આવી તેવું અબતકની મૂલાકાતે આવેલા સમિતિનાં સભ્યોએ કહ્યું હતુ. થેલેસેમીયા નામ સાંભળતા જ કંપારી છૂટી જાય છે. થેલેસેમીયા લોહીની વારસાગત બીમારી ધરાવતો રોગ છે. આ રોગના દર્દીઓને મહિનામાં બે થી ચાર વાર લોહી નિયમિત લોહી ચડાવવું પડે છે. રાજકોટ જીલ્લામાં લગભગ ૮૦૦થી વધારે થેલેસેમીયા મેજરનાં દર્દીઓ છે. આ તમામ દર્દીઓમાંથી મોટાભાગના દર્દીઓ સામાન્ય કુટુંબમાંથી આવે છે.

થેલેસેમીયા દર્દીની સારવાર અતીશય ખર્ચાળ હોવાથી મોટાભાગના દર્દીઓ લોહી ચડાવવા સીવાયની સારવાર લઈ શકતા નથી. અને જીંદગીના ૧૫ થી ૧૮ વર્ષની વયે મૃત્યુ પામે છે. આવા સમયે થેલેસેમીયા દર્દીઓ માટે આશીર્વાદ રૂપ કહી શકાય તેવી રાજકોટની જૈન સાધાર્મિક સેવા સમિતિ માનવ માત્ર સર્વ થેલેસેમીયા મેજર દર્દીઓની સેવા કરવા માટે આગળ આવી છે. આ સંસ્થાના પ્રફુલભાઈ રવાણી, નલીનભાઈ બાટવીયા, અજયભાઈ વખારીયા, પ્રકાશ શાહ, પ્રશાંત શેઠ સહિતના ટ્રસ્ટીઓએ તેમજ સેવા ભાવી સુધીરભાઈ પંચમીયા, મીનાબેન મહેતા, ડો. રવી ધાનાણીએ થેલેસેમીયાના દર્દીઓને લાબુ અને તંદુરસ્ત જીવન જીવાડવાનું બીડુ ઉપાડેલ છે

આ ટ્રસ્ટથી જૈન સાધાર્મિક સેવા સમિતિ માનવ માત્ર કીડ્ની ફેલ્યોર દર્દીને ડાયાલીસીસ કરાવી આપે છે. અને કેન્સર જેવા ભયંકર રોગીઓને મેડીકલ રીલીફ બોન્ડ આપીને વર્ષોથી સેવા કરે છે. પરંતુ હજુ પણ દરીદ્રનારાયણની સેવા કરવી જ છે તેવા ટ્રસ્ટીઓના સંકલ્પ સાથે આ ટ્રસ્ટ દ્વારા થેલેસેમીયા મેજર દર્દીઓ માટે ‚રૂ.૫,૦૦,૦૦૦ વધુ કિમંતની કેલ્ફર દવાની ગોળી અને ડેસ્ફ્રેરાલ ઈન્જેકશન દર્દીઓને સાવ જુજ ટોકન દરે ફ્રી આપવમાં આવે છે. અને લગભગ ૧૦૮ થી પણ વધુ દર્દીઓએ આ ટ્રસ્ટ દ્વારા અપાતી દવાઓ અને ઈન્જેકશનો લાભ લીધેલ છે. ઉપરાંત ૪ દર્દીઓને કુલ રૂ.૧,૪૦,૦૦૦ ની કિમંતના ડેસ્ફેરાલ ઈન્ફૂસન પંપ આપી સંસ્થા દ્વારા થેલેસેમીયા મેજર દર્દીઓને દીધાર્યું બક્ષવાનું કામ કરેલ છે.

સંસ્થાના કાર્યોની વિગતો પ્રદીપભાઈ જાની, હિતેશષભાઈ ખુશલાણી, ભાવિનભાઈ મહેતા, મીનાબેન મહેતા, પુનમ લીંબાસીયા અને પૂજા મહેતાએ આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.