મજૂરોને છરી બતાવી રૂમમાં પૂરી સાત જેટલા શખ્સોએ ખેતપેદાશ ટ્રકમાં ભરી પલાયન
જૂનાગઢના માખીયાળા રોડ પર આવેલા લોહાણા કારખાને દારના કારખાનામાં ઘૂસી ગત તા.૮ની રાત્રીનાં કેટલાક શખ્સોએ તેના ચોકીદારને છરીની અણીએ ધમકી આપી ચોકીદારના પત્ની અને બીજાને રૂમમાં પૂરી રૂ. ૯૧ લાખ ૮૪ હજાર થીવધુ રકમનું જીરૂ ગમગુવાર અને ધાણાનો જથ્થો ટ્રકમંમાં ઉપાડી જઈ લૂંટ કરી હોવાની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
જૂનાગઢ નીલદીપ એપાર્ટમેન્ટ તળાવ દરવાજાખાતે રહેતા અને માખીયાળા રોડપર કારખાનું ધરાવતા અમરીશભાઈ રાજેન્દ્રભાઈ ઠકરાર તલુકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર મેરામણ કરમણ, દિનેશ ઉર્ફે દાના કરમણખાંભલા, તથા પાંચથી વાત અજાણ્યા માણસોએ તા.૮નીરાત્રીથી તા. ૯ની વહેલી સવાર દરમ્યાનતેમના વિવાન એન્ટરપ્રાઈઝ નામના કારખાનામં ટ્રક સાતે ઘુસી જઈ તેના મજૂરોએ દિવાલોટપીને અંદર ઘૂસી ઘઈ ત્યાં હાજર જેન્તીભાઈ નામના ચોકીદારને છરી બતાવી તેમના પત્નીનેતથા બીજા લોકોને રૂમમાં પુરી દઈ ગોડાઉનમાં પડેલા માલમાંથી ધાણા ૬૩૦ ગુણી, ૨૫૨૦૦ કિલો, રૂ.૧૫ લાખ ૧૨ હજાર ગમગુવાર ૩૮૯ ગુણી ૩૮૯૦૦ કિલો રૂ.૧૯ લાખ ૪૫ હજાર તતા જીરૂ ૫૧૬ ગુણી ૩૦૯૬૦ કિલો રૂ. ૫૭ લાખ ૨૭ હજાર ૬૦૦ મળીને કુલ રકમ ૯૧ લાખ ૮૪ હજાર ૬૦૦નો માલટ્રકમાં ભરી લૂંટ કરી નાસી ગયા હતા.
આ બનાવ અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ થતાપોલીસે લૂંટ સહિતના જુદી જુદી કલમો હેઠળ ફરિયાદ નોંધી આરોપીને ઝડપીલેવા માટે ચક્રોગતિ માન કર્યા છે. વેપારી અમરીશભાઈ છેલ્લા કેટલાક સમયથી ધાણા,જીરૂ, સીંગદાણા વિગેરે ખેત પેદાશોનું કિલનીંગ, શોટીંગ કરીને એક્ષપર્ટનો વ્યવસાયકરે છે.
સુત્રોમાંથી જાણવા મળતી વિગત પ્રમાણે આરોપી દિનેશ ખાંભલાની જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાંદુકાન આવેલી છે. એટલે ખરીદીના અને લે વેચના મામલે આ બના વન્યો હોવાનું જણાવી રહ્યા છે. જયારે વેપારી આલમમાં અનેક ચર્ચાએ જોર પકડયું છે.