આજે વહેલી સવારે જસદણના આટકોટ-ભાવનગર હાઇવે પર જંગવડ ગામ પાસે ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાંવતા ડીવાઇડર ક્રોસ કરી રોંગ સાઇડમાં ઘૂસી જતા પલ્ટી મારી ગઇ હતી. કારમાં સવાર સાત વ્યક્તિમાં પાંચ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે ત્રણ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા.આ કાર ગાડી નંબર GJ 5 RB 5669 નંબરની હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાના પગલે આટકોટ પોલીસ દોડી ગઇ હતી. સ્થાનિક લોકોએ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. બે વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા 108 મારફત વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.
મૃતકમાં એક સુરતના, બે લાખાવડના અને બે રંઘોળાના લંગાળા ગામના હતા. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા બે યુવાનો સિહોરના નેસડા ગામના હોવાનું હાલ જાણવા મળ્યું છે. જૂનાગઢથી બહેનને ત્યાં મામેરું ભરી પરત ફરતી વેળાએ બનાવ બનવા પામ્યો છે ત્યારે ઘટનાને સમગ્ર જિલ્લા આહીર સમાજ શોકના ગરકાવમાં ડૂબી ગયો છે અને તમામ મૃતક યુવાનોને હાલ જસદણ ખાતે પીએમ અર્થે લઈ જવાયા છે…
મૃતકોની યાદી
- લખમણભાઇ રાજાભાઇ કુવાડીયા ઉ..30 રહે કમળેજ
- નિલેષભાઇ ધીરૂભાઇ ચાવડા ઉ..26 રહે લાખાવડ
- રાકેશભાઇ ધીરૂભાઇ ચાવડા લાખાવાડ..ઉ.23
- ભરતભાઇ વાશીંગભાઇ કેરાશીયા (લંગાળા, ઉ.26)
- કલ્પેશભાઇ વાશીંગભાઇ કેરાશીયા (લંગાળા, ઉ.26)