- રસ્તાની કામગીરીના કારણે સ્થાનિકોને હાલાકી
- ગટરનું ગંદુ પાણી રસ્તા પર નીકળતા રોગચાળાની ભીતિ સર્જાવાના કરાયા આક્ષેપો
- જાણ કર્યા વગર જ ભૂગર્ભ ગટરની કામગીરીને શરુ કર્યાના આક્ષેપો
- તાત્કાલિક નિર્ણય નહિ લેવાય તો કામ અટકાવી દેવાની ચીમકી ઉચ્ચારી
- સમસ્યાનું વહેલી તકે નિવારણ લાવવા માંગ
જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા નવાનગર વાળા વિસ્તારમાં કોઈપણ જાતની જાણ કર્યા વગર જ ભૂગર્ભ ગટરની કામગીરીને લઈ રસ્તા ખોદવામાં આવ્યો હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. પોલીસ હેડ ક્વાર્ટરથી વણઝારી ચોક સુધીનો રસ્તો ખોદવાની કામગીરી ચાલુ હોય જેને લઈને સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. ગટરનું ગંદુ પાણી બહાર રસ્તા પર નીકળતુ હોવાથી સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. આ ઉપરાંત સમગ્ર વિસ્તારમાં રોગચાળાની ભીતિ સર્જાઈ રહી હોવા અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું. એપાર્ટમેન્ટની જે મેનલાઇન જતી હોય છે તેની તોડી નાખવામાં આવી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે જેથી પાણી નિકાલની સમસ્યા પણ સર્જાતી હોવાના આક્ષેપો કરાયા છે. ત્યારે આ સમસ્યાનું વહેલી તકે નિવારણ લાવવા માટે લોકો માંગ કરી રહ્યા છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા નવાનગર વાળા વિસ્તારમાં કોઈપણ જાતની જાણ કર્યા વગર જ ભૂગર્ભ ગટરની કામગીરીને લઈ રસ્તા ખોદવામાં આવ્યા છે હાલ પોલીસ હેડ ક્વાર્ટર થી વણઝારી ચોક સુધીનો રસ્તો ખોદવાની કામગીરી ચાલુ હોય ત્યારે સ્થાનિક લોકોમાં વારંવાર રોષ ફેલાયો છે સ્થાનિક લોકોએ જણાવ્યું કે ભૂગર્ભ ગટરની કામગીરી કોચીન થી શરૂ કરવામાં આવી છે અને જે જૂની ચાલુ ગટર છે તેને પણ તોડી પાડવામાં આવી છે હાલ ગટરનું ગંદુ પાણી બહાર નીકળી જતું હોય અને નવી પાઈપ લાઈનમાં હજુ કોઈ પણ જોડાણ આપેલ ન હોય ત્યારે રોગચાળાનો ભય હોય અને રસ્તા ખોદવા થી શાળાએ જતા બાળકો તેમજ વૃદ્ધોને ચાલવામાં પણ ભારે તકલીફનો સામનો કરવો પડે છે.
સમગ્ર મામલે પૂર્વ કોર્પોરેટર હિતેશ ઉડાડીએ જણાવ્યું કે સ્થાનિક લોકોને સાથે રાખી અને કામગીરી શરૂ કરવી જોઈએ કમિશનર દ્વારા જે તે સમયે જણાવ્યું હતું કે જૂની ગટરમાં વરસાદી પાણીનો નિકાલ થશે અને ભૂગર્ભ ગટરમાં સ્થાનિક લોકોની ગટરનું પાણીનો નિકાલ કરવામાં આવશે પરંતુ હાલ તો જૂની ગટર પણ તોડી પાડવામાં આવી છે ત્યારે વરસાદી પાણીનો પણ નિકાલ કરવામાં સમસ્યા સર્જાય તેમ છે હાલ કામગીરીને લઈને તમામ એપાર્ટમેન્ટના ગટરના કનેક્શન તોડી નાખવામાં આવ્યા છે અને કમિશનરે જાતે જ સ્થળ પર આવી નિરીક્ષણ કરવું જોઈએ બે ત્રણ દિવસમાં કામગીરી પૂર્ણ થશે તેવું જણાવવામાં આવે છે પરંતુ ત્યાં સુધીમાં લોકોના ઘરમાં જ ગટરના પાણી ઘૂસી જશે અને કમિશનર દ્વારા તપાસ કરવી જરૂરી હોય કે ભૂગર્ભ ગટરનું કનેક્શન જૂની ગટરમાં કઈ રીતે આપવામાં આવ્યું ભૂગર્ભ ગટર તો અલગ જ થતી હોય છે અને જૂની ગટરમાં વરસાદી પાણીનો નિકાલ થવાનો હોય ત્યારે જૂની ગટર તોડી અને તેમાં જ ભૂગર્ભ ગટરનું કનેક્શન આપવામાં આવ્યું છે તેનું સ્થળ નિરીક્ષણ કરવું પણ જરૂરી હોય સ્થાનિક લોકોએ જણાવ્યું કે અવારનવાર રસ્તા ખોદવામાં આવે છે અને એપાર્ટમેન્ટની જે મેનલાઇન જતી હોય છે તેની તોડી નાખવામાં આવે છે જેથી પાણી નિકાલમાં પણ સમસ્યા સર્જાય છે ત્યારે એપાર્ટમેન્ટની તળવામાં આવેલ મેન ગટરને કનેક્શન આપવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે.