જુનાગઢ: દિવસે દિવસે વન વિભાગ સિહોની સુરક્ષા અને સંવર્ધન માટે નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે જેમાં પ્રથમ માઈક્રો ચીપ, રેડિયો કોલર, સેટેલાઇટ સહિતના ટેકનોલોજીની મદદથી સિંહ સુરક્ષા માટે ઉપયોગ કરતો હતો. પરંતુ હવે તેમાં પણ વન વિભાગ અપડેટ કરીને વાણીયાવાવ વિસ્તારમાં કેમેરા સીસીટીવી લગાવવામાં આવ્યા છે. ત્યારે હાલ સાસણમાં મોનિટરિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે ત્યાં ડેટા લઈ જવા માટે આ ફાઇબર ઓપ્ટિક્સની મદદ જરૂરી બનશે. આ ટેકનોલોજીના આવવાથી રેલવે ટ્રેક ઉપર થતા વન્ય પ્રાણીઓના અકસ્માતને અટકાવી શકવામાં મદદ મળશે. આ ટેકનોલોજીથી રેલવે તેમજ વન વિભાગના સ્ટાફને જ્યારે કોઈ વન્ય પ્રાણી રેલવે લાઈન ની આજુબાજુમાં આવશે તો તે માટે કંટ્રોલ સેન્ટરમાં પ્રવેશ કરશે અને ત્યાં મેસેજ આવશે. ઉપરાંત રેલ્વે કર્મચારીને પણ જાણ કરી એલર્ટ કરવામાં આવશે.
આ અંગે મળતી માહિતી અનુસાર, ગુજરાત સિંહોનું ઘર છે. અહીં એશિયાટિક સિંહની વસ્તી સૌથી વધુ જોવા મળે છે. ત્યારે સિંહો લટાર મારતા રેલવે ટ્રેક પર આવવાની ઘટનાઓ અનેક વાર બનતી હોય છે. જેના કારણે ઘણી વખત સિંહોના અક્સ્માત થતાં તેઓના મૃત્યુ પણ થતાં હોય છે જેને અટકાવવા રેલવે વિભાગ સતત કાર્યરત છે. ત્યારે દિવસે દિવસે વન વિભાગ સિહોની સુરક્ષા અને સંવર્ધન માટે નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે જેમાં પ્રથમ માઈક્રોચીપ રેડિયો કોલર સેટેલાઇટ સહિતના ટેકનોલોજીની મદદથી સિંહ સુરક્ષા માટે ઉપયોગ કરતો હતો. પરંતુ હવે તેમાં પણ વન વિભાગ અપડેટ કરીને વાણીયાવાવ વિસ્તારમાં કેમેરા સીસીટીવી લગાવવામાં આવ્યા છે જે અલગ અલગ ટેકનોલોજી સાથે સંકળાયેલા છે. સ્પીડ મોનિટરની સિસ્ટમ લગાવવામાં આવી છે જેમાં અલગ અલગ કેમેરા 1 km સુધી લગાવવામાં આવ્યા છે જેનાથી ત્યાંથી પસાર થતી તમામ ગાડીઓ અને વન્ય પ્રાણીઓ ના વિડીયો તાત્કાલિક મળી જાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આજે તને ટ્રાન્સફર કરવા માટે ફાઇબર ઓપ્ટિક્સ મદદ વગર શક્ય નથી જે માટે ખૂબ જ અગત્યનું પાસું ફાઇબર ઓપ્ટિક્સ ગણવામાં આવે છે. જેનાથી સાસણમાં મોનિટરિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે ત્યાં ડેટા લઈ જવા માટે આ ફાઇબર ઓપ્ટિક્સ ની મદદ જરૂરી બનશે.
આ ટેકનોલોજીના આવવાથી રેલવે ટ્રેક ઉપર વારંવાર આવી જતા વન્ય પ્રાણીઓ ના થતા અકસ્માતને અટકાવી શકવામાં પણ ખૂબ જ મદદ મળશે આ ટેકનોલોજીથી રેલવે તેમજ વન વિભાગના સ્ટાફને જ્યારે કોઈ અન્ય પ્રાણી રેલવે લાઈન ની આજુબાજુમાં આવશે તો તે માટે કંટ્રોલ સેન્ટરમાં પ્રવેશ કરશે અને ત્યાં મેસેજ આવશે ઉપરાંત આ વિસ્તારમાં વન વિભાગ જ કામ કરતો હશે તેને અને રેલ્વે કર્મચારી ને પણ જાણ કરી એલર્ટ કરવામાં આવશે જેનાથી સિંહના અકસ્માતો ને અટકાવી શકાશે.આમ સિંહોની સુરક્ષા અને સંવર્ધન માટે હવે વન વિભાગ હાઇટેક બની રહ્યું છે. ત્યારે ફાઇબર ઓપ્ટિક્સની મદદથી હવે વિભાગ વધુ મજબૂત રીતે કામ કરી અને પુણ્ય પ્રાણીઓનું રક્ષણ કરી શકવા સક્ષમ બનશે.