- જીવન માટે જજુમતી મહિલાનું ચોથુ સીઝરીયન કરાવી જીવ બચાવ્યો
- 21 દિવસની સારવારના અંતે બચ્યો જીવ
- મહિલાને પ્લાસેન્ટા પરક્રેટાની હતી બીમારી
જુનાગઢમાં એક મહિલા જેમણે અગાઉ ત્રણ સિઝેરિયન કરાવેલા હતા અને ચોથું સિઝેરિયન કરવાનું હતું. જેનું બ્લડ ગ્રુપ A નેગેટિવ છે અને તેમનું ગર્ભાશય બાળકની સાથે કાઢી લેવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. અન્યથા તેમના જીવનને નુકસાની પહોંચે તેવી સંભાવના હતી. આ ઉપરાંત મહિલાને પ્લાસેન્ટા પરક્રેટાની બીમારી હતી. જેથી બાળક અને મહિલા બંનેના જીવ જોખમમાં હતા. આ મહિલા પોરબંદર જિલ્લાના ધ્રુવાળા ગામના રહેવાસી ઇલુબેન છે. પોરબંદર જિલ્લામાં મહિલાની સારવાર માટે તમામ ડોક્ટરોએ ના પાડી દીધી હતી કારણ કે જો મહિલાની સારવાર લેવાનું થાય અને કંઈ અચૂકતું બનવાની સંભાવના પણ સર્જાય હતી. પરંતુ આ સમગ્ર બાબતોને ભૂલીને જૂનાગઢના તબીબે આ મહિલાનો જીવ બચાવ્યો છે.
જુનાગઢમાં એક એવા મહિલા કે જેને પોતાની જિંદગીમાં અગાઉ ત્રણ સિઝેરિયન કરાવેલા હતા અને ચોથું સિઝેરિયન કરવાનું હતું પરંતુ ઘટના એવી ઘટી કે તેમનું બ્લડ ગ્રુપ એક તો એ નેગેટિવ છે અને તેમનું ગર્ભાશય બાળકની સાથે કાઢી લેવું પડે તેમ હતું. કારણ કે નહીં તો તેમના જીવનને ખૂબ નુકસાની પહોંચે તેમ હતું. બાળક અને મહિલા બંનેના જીવ જોખમમાં હતા. આ મહિલા એટલે પોરબંદર જિલ્લાના ધ્રુવાળા ગામના રહેવાસી ઇલુબેન વીરાભાઇ રાડા છે. સમગ્ર પોરબંદર જિલ્લામાં મહિલાની સારવાર માટે તમામ ડોક્ટરોએ ના પાડી દીધી હતી કારણ કે જો મહિલાની સારવાર લેવાનું થાય અને કંઈ અચૂકતું બને તો અપજસ લેવા જેવી પણ ઘટના હતી પરંતુ આ સમગ્ર બાબતોને ભૂલીને જૂનાગઢના તબીબે આ મહિલાનો જીવ બચાવ્યો છે અને બાળકને પણ હસતું રમતું રાખી અને પરિવારને ખુશીઓના દ્વાર ખોલી આપ્યા છે.
હકીકતમાં મહિલાને ત્રણ વખત સિઝેરિયન કર્યા પછી ચોથી વખત સિઝેરિયન કરવાનું હતું પરંતુ આ સિઝેરિયન કરતા પણ મહિલાનો જીવ અને બાળકનું જીવ બચાવવો તે ખૂબ જરૂરી હતો. કારણ કે આ મહિલાને પ્લાસેન્ટા પરક્રેટા ની બીમારી હતી.
પ્લાસેન્ટા પરક્રેટા શું છે ?
આ બીમારી ખૂબ જવલ્લે જોવા મળતી બીમારી છે. પરંતુ આજકાલ જેમ જેમ સિઝેરિયન નો રેટ વધતો જાય છે એમ તેના કેસની સંખ્યા પણ વધતી જાય છે સામાન્ય રીતે પ્લસેન્ટા પ્રિવિયા અને એક્રેટા – પરક્રેટા જેની અંદર બાળકની મેલી નો ભાગ ગર્ભાશયના બાળકની પહેલા એટલે કે લો સેગમેન્ટ ઉપર ઈમ્પ્લાન્ટ થયેલું હોય છે.પ્લસેન્ટા પ્રિવિયા એટલે ગર્ભાશય પૂરતું , એક્રેટા એટલે ગર્ભાશયની દીવાલ , પરક્રેટા એટલે ગર્ભાશયની દિવાલ આખી સાફ કરી અને આગળની પેશાબની થેલી સુધી તેના મૂળ જતા રહેલા હોય…. બાળકની ડીલીવરી સમયે આ કેસ એટલા માટે ગંભીર બની જતો હોય છે કે ત્યારે હંમેશા સિઝેરિયન કરવાનું થાય છે પરંતુ બને એવું કે મેલી ની અંદર જે તેની બ્લડ વેસલ્સ હોય છે તે પેશાબની થેલી સુધી પહોંચેલી હોય છે આ પ્રકારના ઓપરેશનમાં બાળકની સાથે ગર્ભાશયની થેલી પણ કાઢી લેવી પડતી હોય છે. સામાન્ય રીતે એક ઓપરેશનમાં પહેલેથી જ બ્લેડિંગ થતું હોય છે ત્યારે તેની સાથે સાથે 600 ગ્રામની બાળકને પોષણ આપતી મેલીને પણ સાથે કાઢવાથી બ્લડિંગ પ્રોફયુઝ થવાના ચાન્સીસ ખૂબ વધી જાય છે.
આ સમગ્ર ઘટના પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ધ્રુવાડા ગામના રહેવાસી ઈલુબેન સાથે બની. ઈલુબેનને શરૂઆતથી જ ત્રણ સિઝેરિયન થઈ ચૂક્યા હતા અને ચોથું સિઝેરિયન કરતી સમયે આ પ્રકારની બીમારી સામે આવી આ બીમારી ત્રણથી ચાર હજાર કેસમાં એક વખત જોવા મળતી હોય છે. આ ઓપરેશન પણ કરી શકાત પરંતુ ઇલુબેનનું બ્લડ ગ્રુપ એ નેગેટિવ છે જે જલ્દીથી બજારમાં ઉપલબ્ધ થતું નથી અને જ્યારે ઓપરેશન કરવાનું થાય એટલે ઓછામાં ઓછી 15 બોટલ બ્લડની જરૂર પડે. હાઈ રિસ્ક અને અપજશ લેવા જેવી સર્જરી હોવાને લીધે મોટાભાગના ડોક્ટરોએ આ ઓપરેશન કરવાની ના કહી..
સૌથી પહેલા આ રીતે શરૂ કરાઈ સારવાર
ઇલુબેન અને તેમનો પરિવાર જૂનાગઢમાં પણ ઘણી જગ્યાએ તપાસ માટે ગયા પરંતુ જ્યારે ડૉ. કે પી ગઢવી ના સંપર્કમાં આવ્યા ત્યારે તેમની સારવાર શરૂ થઈ. સૌથી પહેલા મહિલાના એમ આર આઈ ના રિપોર્ટ કરાવવામાં આવ્યા. ત્યારબાદ આ રિપોર્ટના અંતે ખ્યાલ પડ્યો કે મહિલાને પ્લાસેન્ટા પરક્રેટા નામની બીમારી છે. આ બીમારીની સારવાર કરવા માટે પોરબંદરથી 16 બ્લડની વ્યવસ્થા કરવામાં આવી. જેમાં આઠ પ્લેટલેટ, 4 FFP,8 PCV બધા બ્લડ લઈ અને સારવાર શરૂ કરવામાં આવી. સફળતાપૂર્વક ચારથી પાંચ ડોક્ટરોની ટીમે આ મહિલાનું ઓપરેશન કરી અને તેમનું જીવન બચાવ્યું આજે માતા અને બાળક બંનેનું જીવન સ્વસ્થ છે અને હવે તે ખતરાથી પણ બહાર છે
અહેવાલ: ચિરાગ રાજ્યગુરુ