- ઉતારા મંડળના પ્રમુખ ભાવેશ વેકરીયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ બેઠક
- મેળાનું સુચારું આયોજન થાય તેવી વ્યવસ્થા કરવા અંગે ચર્ચા કરાઈ
જુનાગઢમાં આગામી મહાશિવરાત્રીના મેળાને લઇ જ્ઞાતિ સમાજો તેમજ ઉતારા મંડળ દ્વારા બેઠકનું આયોજન કરાયું હતું. આગામી 22 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ગિરનાર તળેટીમાં લઘુકુંભ મહાશિવરાત્રીનો મેળો યોજાશે. જેના અનુસંધાને ઉતારા મંડળના પ્રમુખ ભાવેશ વેકરીયાના અધ્યક્ષ સ્થાને જ્ઞાતિ સમાજ અને ટ્રસ્ટોના સભ્યોની ઉપસ્થિતિમાં બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં મહાશિવરાત્રીનો મેળો ભવ્યથી ભવ્ય ઉજવાય તેને લઇ જિલ્લા કલેકટર દ્વારા અગાઉથી સાધુ સંતો તેમજ અધિકારીઓને પદાધિકારીઓ સાથે બેઠક યોજી મેળાનું સુચારું આયોજન થાય તેવી વ્યવસ્થા હતી. તેમજ આકસ્મિક ઘટનાઓને રોકવા તેમજ અન્નક્ષેત્ર અને ઉતારા અંગેના સુચારુ વ્યવસ્થાપન માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી.
આ અંગે મળતી વિગતો અનુસાર, જુનાગઢ આગામી મહાશિવરાત્રીના મેળા ને લઇ જ્ઞાતિ સમાજો તેમજ ઉતારા મંડળ દ્વારા બેઠકનું આયોજન કરાયું હતું. આગામી 22 ફેબ્રુઆરી 2025 થી 26 ફેબ્રુઆરી 2025 સુધી ગિરનાર તળેટીમાં લઘુકુંભ મહાશિવરાત્રીનો મેળો યોજાનાર હોય જેના અનુસંધાને ઉતારા મંડળના પ્રમુખ ભાવેશ વેકરીયા ના અધ્યક્ષ સ્થાને જ્ઞાતિ સમાજ અને ટ્રસ્ટોના સભ્યોની ઉપસ્થિતિમાં બેઠક યોજવામાં આવી બેઠકમાં મહાશિવરાત્રીનો મેળો ભવ્યથી ભવ્ય ઉજવાય તેને લઇ જિલ્લા કલેકટર દ્વારા અગાઉથી સાધુ સંતો તેમજ અધિકારીઓને પદાધિકારીઓ સાથે બેઠક યોજી મેળાનું સુચારું આયોજન થાય તે માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
બેઠકમાં સમગ્ર આયોજનનું નક્કી કરી અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી ઉતારા મંડળના પ્રમુખ ભાવેશ વેકરીયા જણાવ્યું કે વન વિભાગ દ્વારા તળેટી વિસ્તારમાં જ્યાં અન્નક્ષેત્ર અને ઉતારા થતા હોય છે ત્યાં મોટી દીવાલો બનાવવામાં આવી છે તો મહાશિવરાત્રીના મેળામાં ઉતારા અને અનક્ષત્ર શરૂ થાય તેને લઈને ગેટ બનાવવા પણ માંગ કરી તેમ જ મેળા દરમિયાન આકસ્મિક ઘટના માટે તાત્કાલિક ભવનાથની બહાર કાઢી શકાય તેને લઈ રૂપાયતન થઈ લાલઢોળી થઈ ઈટવા ઘોડી થી ડેરવાણ ગામથી તેમજ મેળા દરમિયાન ગિરનાર રોપવે પણ વ્યાજબી ભાવથી ચલાવવામાં આવે જેથી શ્રદ્ધાઓને અંબાજી મંદિર તેમજ ભગવાનના દર્શનનો પણ લાભ મળી રહે.
અહેવાલ: ચિરાગ રાજ્યગુરુ