- જુનાગઢ,ગીર સોમનાથ અને રાજકોટના ગ્રામ્ય પંથકમાં આચર્યા હતા ગુન્હા
- છેલ્લા ચાર મહિનામાં પોલીસે ચાર ગેંગ વિરુદ્ધ ગુજસીટોકનો ગુન્હો દાખલ કર્યો
- 9 આરોપી વિરુદ્ધ કુલ 153 ગુનાઓ દાખલ
- ગંભીર પ્રકારના ગુનાઓમાં આરોપીઓ સંડોવાયેલા
જુનાગઢ પોલીસે છેલ્લા ચાર મહિનામાં અલગ અલગ ગુન્હાઓ આચરતી જૂનાગઢની ચાર ગેંગ વિરુધ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો છે. ત્યારે જુનાગઢ પોલીસે જુનાગઢ, ગીર સોમનાથ,રાજકોટ ગ્રામ્ય તેમજ જિલ્લામાં છેલ્લા 10 વર્ષમાં ગંભીર ગુનાઓને અંજામ આપતી ગેંગના 9 સભ્યો વિરુદ્ધ ગુજસી ટોકનો ગુનો દાખલ કર્યો છે. ગંભીર પ્રકારના ગુનાઓ જેમાં ખુન, ખુનની કોશીષ, ખંડણી, લુંટ, અપહરણ, હથિયાર ધારા, ગંભીર ઇજા, ખાનગી મિલ્કતને નુકશાન, મારા-મારી, મારી નાંખવાની ધમકી, પ્રોહીબીશન, જુગારધારા જેવા ગુનાઓ આચરતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જે તમામ આરોપી વિરુદ્ધ કુલ 153 ગુનાઓ પોલીસમાં નોંધાયા છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, જુનાગઢ પોલીસે છેલ્લા ચાર મહિનામાં અલગ અલગ ગુન્હાઓ આચરતી જૂનાગઢની ચાર ગેંગ વિરુધ્ધ ગુસ્સીટોક નો ગુનો દાખલ કર્યો છે.ત્યારે જુનાગઢ પોલીસે જુનાગઢ ગીર સોમનાથ,રાજકોટ ગ્રામ્ય તેમજ જિલ્લામાં છેલ્લા 10 વર્ષમાં ગંભીર ગુનાઓને અંજામ આપતી જુનાગઢની ગેંગના 9 સભ્યો વિરુદ્ધ ગુજસી ટોકનો ગુનો દાખલ કર્યો છે. જેમાં સલમાન ઉર્ફે સલીયો ઉર્ફે સલીમ તૈયબ વિશળ રહે. રામદેવપરા જુનાગઢ,નાઝીમ હબીબ સોઢા રહે. સાંગોદ્રા, તા.તાલાળા જી.ગીરસોમનાથ, સલમાન ઉર્ફે નીજામ ઉર્ફે ભુરો દીનમહમદ બ્લોચ રહે. દોલતપરા નેમીનાથનગર જુનાગઢ, અજીત ઉર્ફે મંત્રી આમદ નારેજા રહે. રામદેવપરા જુનાગઢ,આમદ હુસેનભાઇ નારેજા રહે. રામદેવપરા, જુનાગઢ.
અમીન ઉર્ફે છોટે મંત્રી આમદભાઇ નારેજ રહે. રામદેવપરા જુનાગઢ,અસ્લમ ઉર્ફે છમીયો ઓસમાણ સીડા રહે. રામદેવપરા જુનાગઢ,જુસબ ઉફ્રે કારીયો તૈયબ વિશળ રહે. દોલતપરા જુનાગઢ,સાજીદ ઉર્ફે બાડો તૈયબભાઇ વિશળ રહે. દોલતપરા જુનાગઢ ના તમામ વિરુદ્ધ જુનાગઢ પોલીસે ગુજસી ટોકનો ગૂન્હો દાખલ કર્યો છે.આ ગેંગ છેલ્લા દસ વર્ષમાં જૂનાગઢ, ગીર-સોમનાથ તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં ગંભીર પ્રકારના ગુનાઓ જેમાં ખુન, ખુનની કોશીષ, ખંડણી, લુંટ, અપહરણ, હથિયાર ધારા, ગંભીર ઇજા, ખાનગી મિલ્કતને નુકશાન, મારા-મારી, જાનથી મારી નાંખવાની ધમકી, પ્રોહીબીશન, જુગારધારા જેવા ગુનાઓ આચરી ભયનું વાતાવરણ ઉભું કરી ગુનાઓ આચરતી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.
જુનાગઢ એસપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના રામદેવ પરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી આરોપીઓ અલગ અલગ ગુનાઓમાં સક્રિય તાજેતરમાં બે બનાવના કારણે જૂનાગઢના નવ સભ્યો ધરાવતી એક ગેંગ પોલીસને ધ્યાને આવી હતી. જેમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સલમાન ઉર્ફે સલિયો,ઉર્ફે સલીમ તૈયબ વિશળ હાલ ભાગતો ફરે છે. તેમજ મેંદરડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ગેંગના આરોપી નાઝીમ હબીબ સોઢા એ માર મારી લૂંટ કર્યાનો બનાવ બન્યો હતો.
ત્યારે જે ગેંગ પર ગુજસી ટોક લગાવવામાં આવી છે તે ગેંગ દ્વારા 2014 થી આજદિન સુધી અલગ અલગ ગંભીર ગુનાઓને અંજામ આપવામાં આવ્યો હતો. આ ગેંગ દ્વારા લૂંટ,ખૂનની કોશિશ, ખૂન ધાડ,ખંડણી, હથિયાર ધારા, દારૂ જુગાર સહિત અનેક ગુનાઓ આચરેલા હતા. જે મામલે માહિતી એકઠી કરી જુનાગઢ રેન્જ આઈ.જી ને સમગ્ર માહિતી સોંપવામાં આવી હતી. ત્યારબાદ આઈ જી નિલેશ જાંજડીયા ની મંજૂરી બાદ આ ગેંગના 9 સભ્યો વિરુદ્ધ ગુજસી ટોકનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગેંગના નવ સભ્યોએ વિરુદ્ધ છેલ્લા દસ વર્ષમાં 153 જેટલી એફઆઇઆર નોંધવામાં આવી છે. ત્યારે આ ગેંગના સભ્યોએ મળી અલગ અલગ 22 ગુનાઓ આચાર્ય હતા. જેમાં આ ગેંગના તમામ સભ્યો એકબીજા સાથે સંકડાયેલ હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
આ ગેંગના 9 સભ્યો જેમાં સલમાન ઉર્ફે સલિયા વિરુદ્ધ અત્યાર સુધીમાં 25 ગુના , નાઝીમ હબીબ સોઢા વિરુદ્ધ 21 ગુના, સલમાન ઉર્ફે નાઝીમ વિરુદ્ધ 8 ગુના, અજીત ઉર્ફે મંત્રી આમદ વિરુદ્ધ 22 ગુના, અમીન ઉર્ફે છોટે મંત્રી વિરુદ્ધ 9 ગુના, અસલમ ઉર્ફે છમિયો વિરૂદ્ધ 6 ગુના, જુસબ ઉર્ફે કાર્યો વિરુદ્ધ 22 ગુના, અને સાજીદ ઉર્ફે બોળો વિરુદ્ધ 23 મળી આ ગેંગ વિરુદ્ધ કુલ 153 ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે.
ગુજસી ટોક ગેંગના પાંચ સભ્યોને પોલીસે ઝડપી પાડ્યા છે જેમાં સલીમ ઉર્ફે નિઝામ ઉર્ફે ભૂરો, અજીત ઉર્ફે મંત્રી, આમદ હુસેન નારેજા, જુસબ ઉર્ફે કારીયો, સાજીદ ઉર્ફે બોળો નામના પાંચ આરોપીઓને પોલીસે પકડી ગુજસી ટોકનો ગુનો દાખલ કર્યો છે. તેમજ ગુજસી ટોકના ગુનામાં આ ગેંગના બે આરોપી નાઝીબ હબીબ સોઢા, અમીન ઉર્ફે છોટે અગાઉના ગુનામાં હાલ બંને જેલ હવાલે છે. અને સલમાન ઉર્ફે સલીયો અને અસલમ ઉર્ફે છમીયો હાલ પોલીસ પકડથી દૂર છે. ત્યારે આ બંને આરોપીઓને પકડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.
જુનાગઢ પોલીસે છેલ્લા ચાર મહિનામાં અલગ અલગ ચાર ગેંગ વિરુદ્ધ ગુજસી ટોકના ગુનાઓ નોંધ્યા છે. જેમાં કુલ 29 આરોપીઓને હાલ સુધી ઝડપી પાડવામાં આવ્યા છે. તેમજ પકડાયેલ ગેંગના આરોપીઓ સિવાય અન્ય શખ્સો ગુનાઓમાં સંડોવાયેલા છે કે નહિ તે દિશામાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.
અહેવાલ: ચિરાગ રાજ્યગુરુ