ગૌરવ : અંડર 19 વર્લ્ડકપમાં ચમક્યો ગુજરાતનો રાજ, બન્યો `સ્વિંગ માસ્ટર’, જાણો સંઘર્ષથી સફળતા સુધીની કહાની
Kutchh News: ક્રિકેટ ક્ષેત્રે સફળતા મેળવી. દેશ માટે મરવાની ચાહના દરેકની હોય છે. પરંતું બધા લોકોની તે ચાહત કે સપનું પૂર્ણ થતું નથી. પરંતું આજે કચ્છન એક ખેડૂતનો પુત્ર રાજ લિંબાણી અંડર-19 વર્લ્ડ કપમાં ચમકી રહ્યો છે. અને તેને બધા “સ્વિંગ માસ્ટર” કહેવા લાગ્યા છે
-
અંડર-19 વર્લ્ડ કપમાં ચમક્યો ગુજરાતનો રાજ
-
કચ્છના રણનો સ્વિંગ બોલર બન્યો `સ્વિંગ માસ્ટર’
-
અંડર-19 વર્લ્ડ કપમાં સ્વિંગ બોલિંગથી કર્યો કમાલ
કચ્છનાં રણનો સ્વિંગ બોલર હવે અંડર-10 વર્લ્ડ કપમાં બન્યો સ્વિંગ માસ્ટર 18 વર્ષીય રાજ લિંબાણી હાલ અંડર-19 વર્લ્ડ કપમાં ચમકી રહ્યો છે. દક્ષિણ આફ્રિકામાં રમાયેલ અંડર-10 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું. જેમાં ગત રોજ રમાયેલી સેમિફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 3 વિકેટે હરાવી ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. પરંતું આ મેચમાં ગુજરાતના ખેલાડી રાજ લિંબાણીએ સૌ કોઈનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. કારણ કે, દક્ષિણ આફ્રિકા 50 ઓવરમાં 7 વિકેટે 244 રન બનાવી શક્યું હતું. અને આ 7 વિકેટમાંથી 3 વિકેટ રાજ લિંબાણીએ લીધી હતી.
કોણ છે રાજ લિંબાણી ? કેવી રીતે બન્યો સ્વિંગ બોલર?
રાજ લિંબાણી અંગે વાત કરવામાં આવે તો તે કચ્છનાં દયાપર ગામનો રહેવાસી છે. પરંતું બાળપણથી જ તેને ક્રિકેટર બનવાની ચાહત હતી. ક્રિકેટ પ્રત્યેની તેની એટલી રૂચી હતી કે, કચ્છનાં રણમાંથી જ તેણે ટેનિસ બોલથી બોલિંગની શરૂઆત કરી હતી. ત્યાર બાદ 2017 માં તે માત્ર ક્રિકેટ રમવા માટે વડોદરા ગયો હતો. અને આજે પરિવારનું અને ગુજરાતનું નામ રોશન કરી રહ્યો છે.
રાજ જ્યારે વડોદરા ગયો એને પહેલી વખત પોતાના કોચને મળ્યો હતો. ત્યારે બધા બાળકોથી તેના વિચાર અલગ હતા. બધા ઈન્ડિયા માટે રમવા માગતા હતા. જ્યારે રાજ અંડર-16 માં રમવા માંગતો હતો. આજે રાજના ઈનકમિંગ બોલને રમવું કોઈપણ બેટ્સમેન માટે આસાન નથી. તેની સ્વિંગ બોલિંગથી હાલ તે પ્રભુત્વ જમાવી રહ્યો છે.