- વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતા તેમજ નવી શોધખોળના હેતુને સર કરવા
- વિદ્યાર્થીઓને સાંંસ્કૃતિક કાર્યક્રમ અને વિવિધ સ્પર્ધાના માઘ્યમ થકી કૌશલ્ય પ્રદર્શન તેમજ વાલીઓ સ્પોન્સરશીપ નોંધાવી પ્રોડકટ વેચાણ કરવાની સુવર્ણ તક મળી રહેશે: ‘અબતક’ સાથેની વાતચીતમાં આયોજકોએ સમગ્ર માહિતી આપી
દર વર્ષની પરંપરા અનુસાર વિધાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતા, રોકાણ, કલા, સંસ્કૃતિ અને વાસ્તવિક દુનિયાની નવી શોધખોળને ઉજાગર કરવાના હેતુસહ જીનિયસ ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા વાણિજ્ય અને હ્યુમિનીટીના વિદ્યાર્થીઓ માટે તા. 20 થી 22 ડિસેમ્બર દરમિયાન “કોમર્સ બઝ – યંગ માઇન્ડસ, બિગ આઇડિયા” ત્રણ-દિવસીય ભવ્ય ઈવેન્ટનું આયોજન ચૌધરી હાઇસ્કૂલના વિશાળ મેદાનમાં થવા જઇ રહ્યું છે. જેમાં જીનિયસ સ્કૂલ, જય ઇન્ટરનેશનલ સ્કૂલ, એમ.જે. કુંડલીયા કોલેજ અને સદગુરુ હોમ સાયન્સના વિદ્યાર્થીઓ જોડાશે. આ ત્રિ-દિવસીય ઇવેન્ટમાં શહેરની વિવિધ શાળાઓ અને કોલેજના વિદ્યાર્થીઓ માટે અનેકવિધ વિષયોને આવરી લેતી સ્પર્ધાઓ, કાર્યશાળાઓ, વક્તવ્યો તેમજ કલા ક્ષેત્રમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રવૃતિઓના આયોજન થનાર છે.
‘અબતક’ સાથેની વાતચીતમાં વાન્યા, ધ્રુવિશાબા જાડેજા, સ્મિત અજાણી, સાહિલ ડાભી તેમજ ચાર્મી સેદાણીએ કાર્યક્રમની વધુ વિગતો આપી
આ ઇવેન્ટ પાછળનો મુખ્ય વિચાર યુવા વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને પ્રોત્સાહન આપવાનો અને વિવિધ સ્પર્ધાઓ દ્વારા તેમની કુશળતા અને પ્રતિભા દર્શાવવા માટે એક પ્લેટફોર્મ પુરુ પાડવાનો છે. “કોમર્સ બઝ” એ એક એવું પ્લેટફોર્મ છે જે ઉદ્યોગસાહસિકતા, કલા, સંસ્કૃતિ અને બિઝનેસ કૌશલ્યોને પ્રોત્સાહન આપે છે અને વિદ્યાર્થીઓને આ ક્ષેત્રે છે કારકીર્ર્દી બનાવવા આકર્ષે છે. ત્રણ દિવસ દરમિયાન વયજુથ અનુસાર આયોજીત અનેકવિધ કાર્યક્રમો વિદ્યાર્થીઓને પ્રાયોગિક જ્ઞાન સાથે કારકીર્દી ઘડતર માટે પણ પથ પ્રદર્શિત કરવા મહત્વપૂર્ણ ભાગ ભજવશે. આ કાર્યક્રમમાં શહેરની અનેક શાળાઓના વિદ્યાર્થીઓને સહભાગી થવા આમંત્રીત કરાયા છે. જેની સફળતા માટે અમે આશાવંત છીએ. અગાઉ પણ જીનિયસ ગ્રુપ ઓફ સ્કુલ દ્વારા ભૂતકાળમાં ટ્રેડ મેનિફેસ્ટો, યુથ ફિએસ્ટા જેવી અનેક ઇવેન્ટસ યોજવામાં આવી છે, જેમાં આ કોમર્સ બઝ’ એ નવો મણકો છે, જે આજના સમયની જરુરીયાત ને લક્ષમાં રાખી તૈયાર કરાયો છે.
કાર્યક્રમની રૂપરેખા જોઇએ તા. 21 ડિસેમ્બરના સવારે 09:30 થી 11:30 દરમિયાન બઝ બ્રોડકાસ્ટ કાર્યક્રમમાં ધોરણ 06 થી 12ના વિદ્યાર્થીઓ માટે વાતચીત અને કલાત્મક કુશળતા વિકસાવવા વ્યક્તિગત અને જુથ પ્રવૃતિઓ કરવામાં આવશે આ પ્રવૃતિમાં વિદ્યાર્થીઓને જે-તે ઉત્પાદકને પોતાના દ્વારા કાલ્પનિક નામ અને ટેગ લાઇન આપીને ચાર્ટ, પ્રેઝન્ટેશન અથવા ચિત્રોના માધ્યમથી નવીનતમ વિચારોને ચરિતાર્થ કરતી જાહેરાતપે નિયત સમય દરમિયાન નિર્ણાયકો સમક્ષ રજુ કરવાનું રહેશે. તા. 21 ડિસેમ્બરના રોજ સવારે 10.30 થી બપોરે 1.00 દરમિયાન પોર્ટ્રેટ મેકિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ ઈવેન્ટમાં શાળાના 03 થી 08 ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. જેમાં બિઝનેસ થીમ ઉપર વાણિજ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા કોઇ વ્યક્તિ, કંપની, ઉત્પાદન, લોગોના ચિત્રો 90 મિનિટના સમયગાળામાં તૈયાર કરી રજુ કરવાના રહેશે. આ સ્પર્ધા માટેની સામગ્રી સ્પર્ધકોએ સાથે લાવવાની રહેશે. આ જ દિવસે એટલે કે તા. 21 ડિસે.ના રોજ બપોરે 12:00 થી 01:30 દરમિયાન વોકલ ટુ લોકલ કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાતના કોઇપણ ક્ષેત્રમાં વસનાર ઉદ્યોગસાહસિક સ્ત્રી કે પુરુષ એ શરુ કરેલ વ્યવસાય કે ઉદ્યોગ પાછળ તેઓના સંધર્ષ અને સફળતાની ગાથા પાવર પ્રેઝન્ટેશન અથવા વિડીઓના સ્વરુપે
અંકિત કરીને નિર્ણાયકો સમક્ષ નિયત સમયમાં રજુ કરવાનું રહેશે. આ પ્રવૃતિના આયોજનનો હેતુ ભાગ લેનાર વિદ્યાર્થીઓના મનને વાસ્તવીક દુનિયા સાથે જોડવાનો તથા સ્વદેશી ઉત્પાદનોને પ્રમોટ કરીને રોજ્ગારીને પ્રોત્સહિત કરવાનો છે. તા. 22 ડિસેમ્બરના રોજ બપોરે 12:00 થી 01:30 દરમિયાન બ્રાન્ડ કોર્પ સ્પર્ધાનું આયોજન થશે. આ સ્પર્ધાના આયોજનનો હેતુ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, નવીનતા અને વ્યૂહાત્મક વિચારસરણી કેળવવાનો છે. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ વ્યક્તિગત ભાગ લઈ શો. જેમાં તેને રેપિડ ફાયર સઉન્ડમાં કંપનીના લોગો, ટેગ લાઇન અને જિંગલ આધારીત પ્રશ્નોના જવાબ આપવાના રહેશે.
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને ભાગ લેનાર પ્રતિસ્પર્ધિઓ અને ઇવેન્ટ નિહાળવા આવતા શહેરીજનોને પ્રોત્સાહિત કરવા ઉદ્યોગ, વાણિજય, ઇન્ડસ્ટ્રીઝ, ઉપરાંત મેડિકલ ક્ષેત્ર, શિક્ષણ ક્ષેત્ર, રાજકીયક્ષેત્ર અને સામાજીક ક્ષેત્રના આગેવાનો અને મહાનુભાવોને આમંત્રીત કરાયા છે. આ ઇવેન્ટમાં જીનિયસ ગ્રુપની શાળાઓના મેન્ટર્સ અને હોદેદારોના માર્ગદર્શનમાં જીનિયસ સ્કૂલ, જય ઇન્ટરનેશનલ સ્કૂલ, એમ.જે. કુંડલીયા કોલેજ અને સદગુરુ હોમ સાયન્સના વિધાર્થીઓ દ્વારા સમગ્ર આયોજનની જવાબદારી ઉઠાવવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓમાં આ ઇવેન્ટ માટે થનગનાટ વ્યાપી સ્લો છે અને જેથી વિદ્યાર્થીઓ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓને આમંત્રીત કરવા રુબરુ મુલાકાત લઈ રહ્યા છે. વિધાર્થીઓના અયોજનની સરાહના કરવા અને તેમને પ્રોત્સાહન આપવા રાજકોટની જનતા, સર્વે વાલીગણ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને મિત્રવર્ગને સંસ્થાના ચેરમેન ડી.વી. મહેતા અને સીઇઓ ડીમ્પલબેન મહેતા, તમામ ફેકલ્ટીઓ, આયોજકો અને વિદ્યાર્થીઓ તરફથી ભાવભીનુ આમંત્રણ પાઠવવામાં આવે છે. આપની ઉપસ્થિતી વિદ્યાર્થીઓને નવુ જોમ અને આત્મબળ પુરુ પાડશે. આ ઇવેન્ટમાં ભાગ લેવા ઈચ્છતા શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને વધુ માહિતી માટે ભાવનેશભાઇ મો.નં. 91 76980 78876 ઉપર સવારે 9:30 થી 12:30 દરમિયાન સંપર્ક કરવા જણાવેલ છે.