- ફલાયઓવર નીચે ગેમઝોન, ગ્રીન સ્પેસ તેમજ સિનીયર સિટીજનોને બેસવાની સહિતની અનેક સુવિધાઓ
- ફલાયઓવર પર કુલ પાંચ જગ્યાએથી એન્ટ્રી-એકઝીટ મળી શકશે.
જામનગર શહેરમાં છેલ્લાં બે વર્ષ કરતાં વધુ સમયથી ચાલતા શહેરના પ્રથમ ફલાય ઓવરનું કામ કેટલે પહોંચ્યું તે જાણવાની શહેરીજનોમાં જીજ્ઞાશા હોય તે સ્વાભાવિક છે. ત્યારે રાજ્યના સૌથી મોટા ફલાય ઓવરનું નિર્માણ કાર્ય ફેબ્રુઆરી 2025 માં પૂર્ણ થઈ જવાનો દાવો જામ્યુકોના અધિકારી દ્વારા કરવામાં આવ્યો છે. સુભાષબ્રિજથી સાત રસ્તા સર્કલ સુધીના આ ફલાય ઓવરનું 86 ટકા જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે જ્યારે બાકીના 14 ટકા જેટલું કામ પ્રગતિમાં હોવાનું પ્રોજેકટ અને પ્લાનિંગ વિભાગના ઈજનેર રાજીવ જાની એ જણાવ્યું છે.
આમ તો ડિસેમ્બર-2024 માં જ ફલાય ઓવરનું કામ પૂર્ણ થઈ જવાનું હતું. પરંતુ, ભારે વરસાદ તેમજ ક્રશ મટીરીયલ ઓપરેટરોની હડતાલને કારણે કામમાં થોડો વિલંબ રહ્યો છે. પરિણામે હવે આ કામ ડિસેમ્બરને બદલે ફેબ્રુઆરી 2025 માં પૂર્ણ થશે. કામમાં થોડો વિલંબ છતાં મંજૂર રહેલાં 193 કરોડના નિર્માણ ખર્ચમાં કોઇપણ પ્રકારનો સંભવિત વધારો થશે નહીં.
આ ફલાયઓવરની નીચેના ભાગમાં પાર્કિંગ સુવિધા ઉભી કરવામાં આવશે. જેમાં અંદાજિત 850 ટુ વ્હીલર, 200 ફોરવ્હીલર, 50 રીક્ષાઓ, 50 મીની વાહનો તેમજ 60 મોટી બસનો સમાવેશ થઈ શકશે. આ ઉપરાંત ફલાયઓવર નીચે ગેમઝોન, ગ્રીન સ્પેસ તેમજ સિનીયર સિટીજનોને બેસવા માટે વ્યવસ્થા પણ ઉભી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ફલાયઓવર પર કુલ પાંચ જગ્યાએથી એન્ટ્રી-એકઝીટ મળી શકશે. જેમાં અંબરચોકડીથી હોસ્પિટલ તરફ જવા માટેના સ્લોપનું નિર્માણ કાર્ય ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ માટે હાલ આ માર્ગ પરની વીજ કંપનીની વીજલાઈનો સ્વીફટ કરવાની કામગીરી ચાલી રહી છે જે પૂર્ણ થયા બાદ અહીંથી ફલાયઓવરનો વધુ એક સ્લોપ ઉતારવામાં આવશે. રચના ક્ધટ્રકશન નામની પેઢી દ્વારા આ ફલાયઓવરનું કામ કરવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ આધુનિક ફલાયઓવરનું કામ પૂર્ણ થતા જામનગર શહેરના લોકો ખરા અર્થમાં મહાનગરમાં વસતા હોવાનો અહેસાસ કરી શકશે.
ફલાયઓવર શરૂ થયા બાદ ઈન્દિરા માર્ગ પરની ટ્રાફિક સમસ્યા પણ થોડી હળવી થશે. સુભાષબ્રિજથી ખંભાળિયા તરફ જવા ઇચ્છતા વાહનચાલકો કોઇપણ જાતના ટ્રાફિક સિગ્નલના વિઘ્ન વગર પસાર થઈ શકશે.ફલાય ઓવરનું 86 ટકા જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે:પ્રોજેકટ અને પ્લાનિંગ વિભાગના ઈજનેર રાજીવ જાની.
પ્રોજેકટ અને પ્લાનિંગ વિભાગના ઈજનેર રાજીવ જાની જણાવ્યું હતું કે જામનગર મહાનગરપાલિકા દ્વારા સાત રસ્તાથી સુભાષ બ્રિજ ફલાયઓવર બનવાથી મુખ્ય ટ્રાફિકની સમસ્યા નું નિવારણ તો આવશે જ સૌરાષ્ટ્રનો સૌથી લાંબામાં લાંબો બ્રીજ છે આ ફલાયઓવરની નીચેના ભાગમાં પાર્કિંગ સુવિધા ઉભી કરવામાં આવશે. આ ઉપરાંત ફલાયઓવર નીચે ગેમઝોન, ગ્રીન સ્પેસ તેમજ સિનીયર સિટીજનોને બેસવા માટે વ્યવસ્થા પણ ઉભી કરવાફલાય ઓવરનું 86 ટકા જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે.
અહેવાલ: સાગર સંઘાણી