- જનરલ બોર્ડમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરી રહ્યા હાજર
- જનરલ બોર્ડમાં કોંગ્રેસ નગરસેવિકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જય બોલાવી
જામનગરમાં કુંવરબાઇ ધર્મશાળા ખાતે મહાનગરપાલિકાની જનરલ બોર્ડ મેયરના અધ્યક્ષ સ્થાને યોજાય હતી. મહાનગર પાલિકાની જનરલ બોર્ડમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરી પણ હાજર રહ્યા હતાં, આ સભામાં વિપક્ષી સભ્યોએ ગઇકાલે કાલાવડ નાકા વિસ્તારમાં પુલ બનાવવા માટેના જે લોકમત મેળવ્યા હતાં, તે અંગે મતનો થેલો મેયરને અર્પણ કર્યો હતો. આ કામ તાત્કાલીક શરૂ કરાવવા રજૂઆત કરવામાં આવી હતી. જે અંગે મેયરે જણાવ્યું હતું કે જુલાઇ મહીનામાં આ અંગેની જાહેરાત થઇ ગઇ છે, તેમજ ટેન્ડર બહાર પાડવાની પ્રક્રિયા ચાલું છે અને ટુંક સમયમાં જ કામગીરી થઇ જશે. તેમજ જનરલ બોર્ડમાં કોંગ્રેસ નગરસેવિકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જય બોલાવી હતી.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, જામનગરમાં આજે કુંવરબાઇ ધર્મશાળા ખાતે મેયર વિનોદ ખીમસુરીયાના અઘ્યક્ષ સ્થાને મળેલી મહાનગર પાલિકાની જનરલ બોર્ડમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરી પણ હાજર રહ્યા હતાં, આ સભામાં વિપક્ષી સભ્યોએ ગઇકાલે કાલાવડ નાકા વિસ્તારમાં પુલ બનાવવા માટેના જે લોકમત મેળવ્યા હતાં, તે અંગે મતનો થેલો મેયરને અર્પણ કર્યો હતો અને આ કામ તાત્કાલીક શરૂ કરાવવા જોરદાર રજૂઆત કરી હતી.
સાથે જ જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડમાં કાલાવડ નાકા બહાર બ્રિજ બનાવવા માટે વિપક્ષી સભ્યો અસ્લમ ખીલજી, જૈનબબેન ખફી અને ફેમીદાબેન જુણેજા દ્વારા ગઇકાલે મેળવેલા લોકમતના પત્રો મેયરને સુપ્રત કર્યા હતાં અને તાત્કાલીક આ બ્રિજ બનાવવા માટે માંગણી કરી હતી તેના જવાબમાં મેયર વિનોદ ખીમસુરીયાએ કહ્યું હતું કે, જુલાઇ મહીનામાં જ આ અંગેની જાહેરાત થઇ ગઇ છે, ટેન્ડર બહાર પાડવાની પ્રક્રિયા ચાલું છે અને ટુંક સમયમાં જ કામગીરી થઇ જશે, આ માટે વિપક્ષી સભ્યો લીંબડ જશ ન ખાટે, તેના જવાબમાં વિપક્ષી સભ્યોએ સામો જવાબ આપતા વાતાવરણ થોડુ ઉગ્ર બન્યું હતું, જામનગરમાં રહેલા આવાસોમાં લોકોને સગવડ આપવામાં આવતી નથી, આ અંગે તપાસ કરવાની જરૂર છે તેવો આક્ષેપ નગરસેવીકા રચના નંદાણીયાએ કર્યો હતો.