- શહેરને મળશે અદ્યતન બસ સ્ટેશન
- પ્રદર્શન ગ્રાઉન્ડ વાળી જગ્યા પર બનશે હંગામી બસ ડેપો
- લગભગ બે વર્ષ માટે બસનું સંચાલન પ્રદર્શન મેદાનથી થશે
- હંગામી સ્ટ્રકચર ઉભુ થયા બાદ નવા બસસ્ટોપની કામગીરી થશે શરુ
જામનગરના વર્તમાન જર્જરિત એસ.ટી. ડેપોના સ્થળે અદ્યતન બસપોર્ટ બનાવવામાં આવનાર છે. બસ ડેપો વર્ષો જુનો હોવાથી જર્જરિત હાલતમાં છે. જેથી ત્યાં અદ્યતન બસપોર્ટનું નિર્માણ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. થોડા સમય પહેલા એ હંગામી એસ.ટી. ડેપો માટે પ્રદર્શન ગ્રાઉન્ડ વાળી જગ્યાની જિલ્લા કલેકટર દ્વારા ફાળવણી કરવામાં આવી હતી.આથી પ્રદર્શન મેદાનમાં હંગામી બસ ડેપોના નિર્માણ માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. લગભગ બે વર્ષ માટે બસનું સંચાલન પ્રદર્શન મેદાન થી થશે. હંગામી સ્ટ્રકચર ઉભુ થઈ ગયા પછી બસ ડેપોને અહિં ખસેડવામાં આવશે. આ ઉપરાંત આ મેદાનમાં મેળા સહિતના અનેક કાર્યક્રમો યોજાઈ છે. તે અન્ય સ્થળે કરવામાં આવશે.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, જા મનગરમાં હૈયાત બસ ડેપો વર્ષો જુનો હોવાથી હાલ જર્જરિત હાલતમાં છે. અને ત્યાં અદ્યતન બસપોર્ટનું નિર્માણ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. થોડા સમય પહેલા એ હંગામી એસ.ટી. ડેપો માટે પ્રદર્શન ગ્રાઉન્ડ વાળી 10,000 ચોરસ મીટર જગ્યા ની જિલ્લા કલેકટર દ્વારા ફાળવણી કરવામાં આવી હતી.આથી પ્રદર્શન મેદાનમાં હંગામી બસ ડેપોના નિર્માણ માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. લગભગ બે વર્ષ માટે બસનું સંચાલન પ્રદર્શન મેદાન થી થશે.
હંગામી સ્ટ્રકચર ઉભુ થઈ ગયા પછી બસ ડેપો ને અહિં ખસેડવામાં આવશે. અને હૈયાત બસ ડેપોનાં બાંધકામને તોડી પાડી ત્યાં નવા બાંધકામનો પ્રારંભ થશે.અને ઉલ્લેખનીય છેકે, પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળો થાય છે. જે હવે આગામી વર્ષે અન્ય સ્થળે યોજાશે. ઉપરાંત નવરાત્રિ, ફટાકડા બજાર સહિત ના અનેક વિધ કાર્યક્રમો પણ પ્રદર્શન મેદાનમાં યોજાતા હોય છે. તે પણ બે વર્ષ માટે યોજાશે નહીં. અથવા બાકી ની જગ્યા પર નાના પાયે હાથ ધરી શકાશે. જામનગર ના લોકો ને બે વર્ષ પછી અદ્યતન નવા એસ.ટી. બસપોર્ટ ની સુવિધા પ્રાપ્ત થશે.