- અંદાજીત 2 લાખનો મુદ્દામાલ કરાયો કબ્જે
- ગુનેગાર સામે અન્ય આઠ ગુના નોંધાઈ ચૂક્યા હોવાનો ખુલાસો
જામનગર શહેરમાંથી જુદી જુદી પાંચ લક્ઝરી બસમાંથી 10 બેટરી ની ચોરી કરનાર તસ્કર એલસીબીના હાથે ઝડપાયો છે. સાત મહિના દરમિયાન રાજકોટ પંથકમાં અન્ય ત્રણ વાહનોમાંથી બેટરીની ચોરી કર્યાની કબુલાત કરવામાં આવી છે. ચોરાઉ બેટરી અને ઇકો કાર સહીત અંદાજીત 2 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. સામે જામનગરના બેડી મરીન પોલીસ સ્ટેશન, કાલાવડ, ગોંડલ તેમજ વઢવાણમાં અન્ય આઠ ગુના નોંધાઈ ચૂક્યા હોવાનો ખુલાસો થયો છે.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, જામનગર શહેરમાંથી જુદી જુદી પાંચ લક્ઝરી બસમાંથી ૧૦ નંગ બેટરીની ચોરી કરનારને એલસીબીની ટુકડીએ ઝડપી લીધો છે, અને તેની પાસેથી ૧૦ નંગ ચોરાઉ બેટરી- મોબાઈલ ફોન અને ઇકો કાર વગેરે કબજે કરી લીધા છે. જેણે સાત મહિના દરમિયાન રાજકોટ પંથકમાંથી વધુ ત્રણ વાહનોને નિશાન બનાવ્યા ની કબુલાત આપી છે, ઉપરાંત તેની સામે જામનગરના બેડી મરીન પોલીસ સ્ટેશન, કાલાવડ, ગોંડલ તેમજ વઢવાણમાં અન્ય આઠ ગુના નોંધાઈ ચૂક્યા છે.
જામનગર શહેરમાં તાજેતરમાં ગુરુદ્વારા પાસે પાર્ક કરેલી બે લક્ઝરી બસમાંથી ચાર નંગ બેટરીની ચોરી થઈ હતી, જયારે સાત રસ્તા નજીક પાર્ક કરવામાં આવેલી ત્રણ લક્ઝરી બસમાંથી છ નંગ બેટરીની ચોરી થઈ હતી. જે ચોરીનો ભેદ ઉકેલવામાં એલસીબી ની ટુકડીને સફળતા મળી છે, અને રાજકોટ પંથકના મહેબૂબ અલાઉદ્દીન નામના શખ્સને ઝડપી લીધો છે, તેની પાસેથી ૧૦ નંગ ચોરાઉ બેટરી, મોબાઇલ ફોન, અને ઇકો કાર સહિત રૂપિયા બે લાખની માલમતા કબજે કરી છે.
તેણે છેલ્લા સાત મહિનાના સમયગાળા દરમિયાન રાજકોટમાં સહકાર નગર મેઇન રોડ, રાજકોટના ગોંડલ રિંગ રોડ, તેમજ રાજકોટ મોરબી હાઇવે રોડ પર ત્રણ વાહનોમાંથી બેટરી ચોરી કરી હોવાની કબૂલાત આપી છે. આ ઉપરાંત તેની સામે જામનગરના બેડી મરિન પોલીસ સ્ટેશન હેઠળ એક, કાલાવડ પોલીસ સ્ટેશન હેઠળ ત્રણ, ઉપરાંત ટંકારા ગોંડલ વઢવાણ અને રાજકોટ સહિત ૮ જેટલા વાહનમાંથી બેટરી ચોરીના ગુના અગાઉ નોંધાઈ ચૂક્યા છે.
અહેવાલ: સાગર સંઘાણી