- દારૂના નશાખોરોને શોધી કાઢવા બ્રેથ એનેલાઇઝર દ્વારા ચેકિંગ કરાયું
- DYSP જે.એન. ઝાલા, PI પી.પી. ઝા સહીતનો પોલીસ સ્ટાફ જોડાયો
જામનગરમાં 31ST ની ઉજવણી અંતર્ગત પોલીસ તંત્ર સતર્ક બન્યું છે, શહેરમાં કોઈ દારૂનો નશો ન કરે તે સંદર્ભમાં પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. જેને લઈને પોલીસ દ્વારા સધન ચેકિંગ હાથ ધરવામાં આવી હતું. ખાસ કરીને શકમંદોને બ્રેથ એનાલાઇઝરની મદદથી ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં DYSP જે.એન. ઝાલા, સીટી બી. ડિવિઝનના પી.આઇ. પી.પી. ઝા તેમજ સમગ્ર બી. ડિવિઝનના પોલીસ સ્ટાફ દ્વારા બી. ડિવિઝન વિસ્તારમાં માર્ચ પાસ્ટ કરવામાં આવી હતી. શહેરના મુખ્ય માર્ગો જી.જી. હોસ્પિટલ રોડ, ત્રણબત્તી, રણજીત રોડ, ટાઉનહોલ સર્કલ સહિતના વિસ્તારોમાં ચેકિંગ કરાયું હતું. તેમજ ટ્રાફિક નિયમન ભંગ અંગેના અલગ અલગ કેસો કરવામાં આવ્યા હતા.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, જામનગર શહેરમાં 31 ડિસેમ્બરની ઉજવણી અંતર્ગત પોલીસ તંત્ર સતર્ક બન્યું છે, અને શહેરમાં કોઈ દારૂનો નશો કરીને છાકટાવેડા ન કરે, તે સંદર્ભમાં પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે, અને પોલીસ દ્વારા સધન ચેકિંગ કરાઇ રહ્યું છે. જામનગર શહેર વિભાગના DYSP જે.એન. ઝાલા અને સીટી બી. ડિવિઝનના PI પી.પી. ઝા તેમજ સમગ્ર બી. ડિવિઝનના પોલીસ સ્ટાફ દ્વારા શહેરના સીટી બી. ડિવિઝન વિસ્તારમાં માર્ચ પાસ્ટ કરવામાં આવી હતી.
શહેરના મુખ્ય માર્ગો જી.જી. હોસ્પિટલ રોડ, ત્રણબત્તી, રણજીત રોડ, ટાઉનહોલ સર્કલ સહિતના અનેક વિસ્તારોમાં પોલીસની સમગ્ર ટીમ ફરી વળી હતી, અને અનેક સ્થળે વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. તેમજ ટ્રાફિક નિયમન ભંગ અંગેના અલગ અલગ કેસો કરવામાં આવ્યા હતા. શહેરમાં દારૂનો નશો કરીને કોઈ શખ્સો છાકટાવેડા ન કરે તે સંદર્ભમાં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે, અને પોલીસ તંત્ર દ્વારા કેટલાક શકમંદોને બ્રેથ એનાલાઇઝર ની મદદથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, ઉપરાંત શહેરી વિસ્તારમાં નાઈટ ડ્રાઇવ પણ રાખવામાં આવી છે.
અહેવાલ: સાગર સંઘાણી