- યુવતીને ખોટા આરોપમાં ફસાવી હોવાના આક્ષેપો કરાયા
- દીકરીને જેલ મુક્ત કરાવવા માટે પ્રયત્નો હાથ ધરાયા
જામનગર: અમરેલીના લેટરકાંડમાં પાટીદાર સમાજની કુવારી દીકરીનું સરઘસ કાઢવા સામે પાટીદાર સમાજમા રોષ જોવા મળી રહ્યો છે. જામનગરના પાટીદાર યુવા ગ્રુપે અમરેલીની પાટીદાર યુવતીને જેલમાં રાખવા બાબતે કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવી, મુખ્યમંત્રી સુધી રજૂઆત પહોચાડી ન્યાયની માગણી કરી હતી. લેટરકાંડમાં એક પાટીદાર યુવતીને ખોટા આરોપમાં ફસાવી જેલમાં ધકેલી દેવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે, આ મામલે પટેલ યુવા ગ્રુપે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદન પાઠવીને નિર્દોષ યુવતીને ન્યાય આપવાની માગણી કરી છે. સ્વમાનભેર દીકરીને જેલ મુક્ત કરવવા માટે હાલ પ્રયત્નો હાથ ધરાયા છે.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો,અમરેલીના લેટરકાંડમાં પાટીદાર સમાજની કુવારી દીકરીનું સરઘસ કાઢવા સામે પાટીદાર સમાજ લાલઘૂમ.જામનગરના પાટીદાર યુવા ગ્રુપે અમરેલી ની પાટીદાર યુવતીને જેલમાં રાખવા બાબતે મુખ્યમંત્રીને આવેદન પાઠવી ન્યાયની માગણી કરી હતી.
અમરેલીમાં થયેલા લેટરકાંડમાં એક પાટીદાર યુવતીને ખોટા આરોપમાં ફસાવી જેલમાં ધકેલી દેવામાં આવી છે, તેવી ઘટના સામે પટેલ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે જામનગર પટેલ યુવા ગ્રુપે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદન પાઠવીને નિર્દોષ યુવતીને ન્યાય આપવાની માગણી કરી છે.
અમરેલી સ્થાનિક ભાજપના નેતાઓ વચ્ચેના ઝઘડામાં એક પાટીદાર સમાજની યુવતીને ખોટી રીતે ફસાવી દેવામાં આવી છે. આ યુવતી કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતી હતી અને તેના માલિકના કહેવાથી તેણે એક લેટર ટાઈપ કર્યો હતો. આ લેટરકાંડમાં આ યુવતીનો કોઈ વાંક ન હોવા છતાં પોલીસે રાત્રે ૧૨ વાગ્યે તેણિની ધરપકડ કરી અને જાહેરમાં તેનું સરઘસ કાઢ્યું હતું.
પટેલ યુવા ગ્રુપે આવેદનમાં જણાવ્યું છે કે, આ ઘટનામાં કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. અમરેલી જીલ્લામાં સ્થાનિક લેવલે ભારતીય જનતા પાર્ટી ના અંદરો અંદર ડખા ના કારણે પાર્ટીમાં લેટર કાંડ થયેલ છે.જે પૈકી પાટીદાર સમાજ ની એક દીકરી કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતી હતી, જેમણે પોતાના માલિક ના કહેવા પ્રમાણે ટાઈપિંગ નું કામ કરતી હોય આ ઘટના માં પણ તેમના માલિક ના કહેવા પ્રમણે તેમણે લેટર ટાઈપ કરેલ હોય,જેમાં આ દીકરી નો ઇરાદો કોઈ ને બદનામ કરવાનો ન હતો.આ બાબતની જાણ ભાજપના રાજકીય આગેવાનો ને હોવા છતાં આ નિર્દોષ દીકરીને લેટર કાંડમાં ખોટીરીતે આરોપી બનવી અને રાત્રે 12 વાગ્યે કાયદા થી વિરુદ્ધ જઈ ને પોલીસે ધરપકડ કરી અમરેલી શહેર માં દીકરી નું જાહેરમાં સરઘસ કાઢીને રાજકીય નેતાઓ અને પોલીસ પોતાનો અહમ સંતોષી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
જયારે બીજી તરફ રાજ્ય માં અનેક ગંભીર ગુનાહિત કૃત્યો કરનારા ગુનેગારો ખૂલ્લે આમ ફરી રહ્યા છે,આવા ગુનેગારો ને પકડીને કાયદાનો પાઠ ભણાવવાને બદલે આ નિર્દોષ દીકરી ઉપર આવો અત્યાચાર શા માટે….?, બંધારણ ની જોગવાઈ અને કાયદા મુજબ જ્યારે એક મહિલા આરોપી હોય ત્યારે તેમની ધરપકડ રાત્રિ ના સમયે ના કરવી જોઈએ, આરોપી મહિલા હોય તો તેમના ફોટા અને વિડીયો વાઇરલ ન કરવા જોઈએ તેમજ તેમની ઉપર લાગેલા આરોપ જ્યાં સુધી સાબિત ન થાય ત્યાં સુધી તેમની ઓળખાણ જાહેર ન કરવાની કાયદામાં જોગવાઈ છે. તો આ બાબતે યોગ્ય તપાસ કરી દીકરીને યોગ્ય ન્યાય મળે તેવી અમારી નીચે મુજબ ની માંગણી છે.
આ આખા કાંડમાં દીકરી નિર્દોષ છે,જેથી કરીને દીકરી નું નામ ફરિયાદ માથી દૂર કરવામાં આવે તેમજ દીકરીને નિર્દોષ જાહેર કરવામાં આવે તથા સત્વરે સ્વમાનભેર દીકરી ને જેલ મુક્ત કરવામાં આવે, કાયદા થી વિરુદ્ધ જઈ પોતાની મરજી મુજબ મનમાંની કરી દીકરી નું જાહેરમાં સરઘસ કાઢનાર જવાબદાર પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કાયદાકીય સિક્ષાત્મક પગલાં ભરવામાં આવ.વહેલી તકે ન્યાયિક તપાસ કરી દીકરી સ્વાભિમાન ભેર નિર્દોષ જાહેર થાય તે બાબતે વહેલમાં વહેલી તકે પગલાં ભરવા વિનંતી કરી છે.
અહેવાલ: સાગર સંઘાણી