જામનગર: દરિયાની અંદર એક આખી દુનિયા વસે છે અને આ દરિયાઈ જીવ શ્રુષ્ટિ કે જેને જાણવું અને માણવું એ એક રોમાંચક લ્હાવો છે. પરંતુ તેને જોવા માટે ઊંડા પાણીમાં ડૂબકી મારવી પડે અને પાણીમાં ઉતર્યા વિના આ જીવોને હાથમાં લઈને જોવા હોય તો…જામનગરના નરારા ટાપુની મુલાકાત લેવી પડે અને જે લોકોને દરિયાઈ જીવોને જાણવાનો અને જોવાનો બહુ શોખ છે એના માટે આ ખુબ જ જોરદાર જગ્યા છે તેમણે તો નરારા ટાપુની ખાસ વિઝિટ કરવી જ જોઈએ. ખીજડીયા પક્ષી અભ્યારણ અને નરારા ટાપુએ વિશ્વભરના લોકોના મન મોહિ લીધા છે ત્યારે હાલ દરિયાઈ જીવ સૃષ્ટિ માટેનું સ્વર્ગ એટલે નરારા ટાપુ અને શિયાળાની ઋતુમાં નરારા ટાપુની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય છે.
જામનગરના નરારા ટાપુ ને કુદરતે જેને અફાટ સૌંદર્ય અને વિશાળ દરિયાકાંઠો આવ્યો છે તેવા જામનગરની કુદરતી સંપત્તિ અપરંપાર છે. ખીજડીયા પક્ષી અભ્યારણ અને નરારા ટાપુએ વિશ્વભરના લોકોના મન મોહિ લીધા છે ત્યારે હાલ દરિયાઈ જીવ સૃષ્ટિ માટેનું સ્વર્ગ એટલે નરારા ટાપુ અને શિયાળાની ઋતુમાં નરારા ટાપુની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય હોય છે. અહીં અનેક પ્રકારની જીવ સૃષ્ટિ જોવા મળે છે જેને નિહાળવો એક લ્હાવો હોય છે. આ ટાપુને અનોખો એટલા માટે માનવામાં આવે છે કે દરિયાની વચ્ચોવચ આવેલા આ ટાપુમાં જમીન માર્ગે પણ જોઈ શકાય છે.
જામનગર – ખંભાળીયા હાઈવે પર આવેલ વાડીનારથી 9 કિમીના અંતર આ નરાર ટાપુ આવેલ છે. અંહી જવા માટે ખાનગી વાહનો દ્રારા પર્યટકો, પ્રવાસી, તેમજ દરીયાઈ જીવ સુષ્ટિના અભ્યાસુ લોકો દોડી આવે છે. હાલ આ વિસ્તાર મરીન નેશનલ પાર્ક હસ્તક છે. મરીન નેશનલ પાર્ક દ્રારા સરક્ષણ અને સવર્ધન માટેની કામગીરી થાય છે.
પ્રભાત કરમુર RFO, જણાવ્યું મરીન નેશનલ પાર્ક, નરારાના દરીયો ઓટના સમયે આશરે 3 કિલોમીટરના અંતરે અંદર સુધી ચાલ્યો જતો હોવાથી દરિયાઈ જીવ સૃષ્ટિ જોઈ શકાય છે. શનિવાર, રવિવાર કે રજાના દિવસોમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં મુલાકાત લેતા હોય છે. આ દિશામાં અભ્યાસ કરતા લોકો પણ સૌથી વધુ મુલાકાત લેતા હોય છે. શિયાળાની શરૂઆતથી અત્યાર સુધીમાં 15,000 થી વધુ પ્રવાસી એ મુલાકાત લીધી. મરીન નેશનલ પાર્કની પ્રવેશ ફી ભરી પ્રવેશ આપવામાં આવે છે. સોમવારથી શુકવાર સુધી 40 રૂપિયા અને શનિવાર તથા રવિવારના દિવસે વ્યકિત દીઠ 50 રૂપિયા જેવી ટિકિટ રાખવામાં આવી છે. મરીન નેશનલ પાર્કની મંજુરી પ્રક્રિયા કરતા હાઈસ્કૂલના વિધાર્થીઓને એક દિવસનો મરીન એજયુકેશન કેમ્પ થાય છે.
નરારા ટાપુમા ઓટના સમયે રેતાળ રણ, પથ્થરોમાં સમુદ્ર ફુલ, જેલી ફીશ, દરીયાઈ કીડા, કરચલા, ઓકટોપશ, દરીયાઈ ગોકળગાય, શંખલા, છીપલા, તારા માછલી, સમુદ્ર વાદળી, ઢોંગી માછલી, પરવાળા, 120 પ્રકારની સેવાળ સહીતની અસંખ્ય જીવ સુષ્ટિ વસવાટ કરે છે. અમુક પ્રજાતિ અમે પહેલી વખત નિહાળી છે.
અહેવાલ: સાગર સંઘાણી