- એમ્યુઝમેન્ટ પાર્કમા 20 કીલો વોટનુ એક સોલાર ટ્રી મુકાશે
- અંદાજે 1 કરોડના ખર્ચે સોલાર ટ્રી ટાવર બનાવાશે
જામનગર મહાનગર પાલિકા દ્રારા વીજબીલથી બચવા અને લોકજાગૃતિ માટે અનોખી પહેલ આદરવામાં આવી છે. જેના ભાગરૂપે શહરેમાં આવેલા એમ્યુઝમેન્ટ પાર્કમા સોલાર ટ્રી ટાવર બનાવવા નિર્ણય કરવામાં આવ્યો છે. હરવા ફરવા માટેનું ઉત્તમ સ્થળ અને બાળકો માટે પ્રિય એવા એમ્યુઝમેન્ટ પાર્કમા 20 કીલો વોટનુ એક સોલાર ટ્રી હોય તેવા 5 ટાવર એમ્યુઝમેન્ટ પાર્કમા મુકાવામાં આવશે. અંદાજે 1 કરોડના ખર્ચે સોલાર ટ્રી ટાવર બનાવવામાં આવશે. જેના મારફતે પાર્કમાં વીજબીલથી રાહત મળી શકશે. આ ઉપરાંત સાથે ટાવર એવી રીતે તૈયાર કરાશે જેનાથી નીચે બેઠક વ્યવસ્થા અને ચાર્જિંગ પોઈન્ટ મૂકી શકાય.
આ અંગે મળતી માહિતી અનુસાર, સોલારને આજના સમયમાં આશીર્વાદરૂપ માનવામાં આવે છે અને સરકાર પણ સોલારના ઉપયોગ માટે લોકોને જણાવી રહી છે ત્યારે જામનગર મહાનગર પાલિકા દ્રારા વીજબીલથી બચવા અને લોકજાગૃતિ માટે અનોખી પહેલ આદરવામાં આવી છે.જેના ભાગરૂપે શહરેમાં આવેલા એમ્યુઝમેન્ટ પાર્કમા સોલાર ટ્રી ટાવર બનાવવા નિણર્ય કરવામાં આવ્યો છે. હરવા ફરવા માટેનું ઉત્તમ સ્થળ અને બાળકો માટે પ્રિય એવા એમ્યુઝમેન્ટ પાર્કમા 20 કીલો વોટનુ એક સોલાર ટ્રી હોય તેવા 5 ટાવર એમ્યુઝમેન્ટ પાર્કમા મુકાવામાં આવશે. અંદાજે 1 કરોડના ખર્ચે સોલાર ટ્રી ટાવર બનાવવામાં આવશે.
જામનગર મનપાના ડે. ઇજનેર રુષભ મહેતાએ જણાવ્યું કે તંત્રના આ નિર્ણયથી એમ્યુઝમેન્ટ પાર્કમા વીજબીલથી રાહત મળી શકશે, સાથે ટાવર એવી રીતે તૈયાર કરાશે જેનાથી નીચે બેઠક વ્યવસ્થા અને ચાર્જિંગ પોઈન્ટ મુકાશે. પાર્કમા આવા સોલાર ટ્રી ટાવરથી તે પાર્કની શોભા વધારશે સાથે જ તે વધુ ઉપયોગી બનશે. ભવિષ્યમાં અન્ય જાહેર સ્થળોએ પણ આ પ્રકારના સોલાર ટ્રી ટાવર મુવકવાનુ આયોજન મહાનગર પાલિકા દ્રારા કરવામા આવ્યુ છે.જાહેર સ્થળો જગ્યાનો ઉપયોગ કરી, તેમાથી વિજળી મેળવી વીજ ખર્ચમા રાહત મેળવી શકાશે.
પર્યાવરણને બચાવવા સંદેશની સાથે વધુ લોકો, સંસ્થા કે કંપની પણ આવા સોલાર ટ્રી ટાવર મુકે તેવી અપીલ તંત્ર દ્વારા કરવામા આવી છે.મહત્વનું છે કે જામનગર મહાનગરપાલિકા સંચાલિત એમ્યુઝમેન્ટ પાર્કમાં બાળકો માટે એકથી એક ચડિયાતી રાઇડસ આવેલી છે. તથા હિંચકા અને લસરપટ્ટી પણ છે જે સવાર સાંજ લાગભગ હાઉસફુલ જ જોવા મળે છે. સાથે રૂડું અને રળિયામનું ગાર્ડન આવેલું છે. જેમાં વડીલો ભૂતકાળ વાગોળતા નજરે પાડે છે. ઉપરાંત આજુબાજુના વિસ્તારોમાં ખાણીપીણીના સ્ટોલ આવેલા છે. જ્યા સ્વાદ શોખીન લોકો ખાણી પીણીની મોજ માણી રહ્યા છે.
અહેવાલ: સાગર સંઘાણી