- બીજા નંબરની સૌથી વધુ આવક ડુંગળીની
- હાલ ડુંગળીના ભાવ 100 રૂપિયાથી 700 સુધી હોવાનું જણાવાયું
- ભાવ ખેડૂતોને ન પરવડતા હોવાના આક્ષેપો
- 286 ખેડૂતો ડુંગળી વહેંચવા યાર્ડમાં પહોચ્યા
જામનગર: કપાસ અને મગફળી જામનગર જિલ્લાના મુખ્ય પાકો છે. આથી મગફળી અને કપાસની જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ આવક થતી હોય છે. પરંતુ હાલની સ્થિતિએ કપાસ બાદ સૌથી વધુ આવક ડુંગળીની થઈ રહી છે. હાલ જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ મગફળી, કપાસ, ડુંગળી, અજમા સહીતના પાકથી ભરાયું છે. પરંતુ ડુંગળીના પૂરતા ભાવ ન મળતાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે હાલ તેમને ડુંગળીના 100 રૂપિયાથી 700 સુધીનો જ ભાવ મળી રહ્યો છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, કપાસ અને મગફળી જામનગર જિલ્લાના મુખ્ય પાકો છે. આથી મગફળી અને કપાસની જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ આવક થતી હોય છે. પરંતુ હાલની સ્થિતિએ કપાસ બાદ સૌથી વધુ આવક ડુંગળીની થઈ રહી છે. હાલ જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ મગફળી કપાસ ડુંગળી, અજમા સહીતના પાકથી ભરાયું છે. કપાસ અને મગફળીના ભાવથી ખેડૂતો નારાજ તો હતા જ, પરંતુ હવે ડુંગળીના પણ પૂરતા ભાવ ન મળતાં ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે.
આ અંગે શૈલેષ સોજીત્રા એ જણાવ્યું કે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમા હાલ પાછોતરા વરસાદને કારણે ડુંગળીની જબરી આવક થઈ રહી છે. આ વર્ષે ડુંગળીનું સારું એવું ઉત્પાદન થઈ રહ્યું છે. પરંતુ ધરતી પુત્રોને યાર્ડમા એક મણ ડુંગળીના 100 રૂપિયાથી 700 સુધીનો જ ભાવ મળી રહ્યો છે. ડુંગળી ના ભાવમાં મજૂરી ખૂબ વધુ હોવાથી આ ભાવ કોઈ પણ કાળે પરવડે તેમ નથી. કારણ કે મજૂરી અને મહેનતે કરવા છતાં આ ભાવમાં કમાણીની તો વાત દૂર રહી પરંતુ ઘરના નાખવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયુ છે.
ત્યાર બાદ હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલના જણાવાયા અનુસાર છેલ્લા કેટલાક સમયથી જામનગર યાર્ડમા ડુંગળીની ખુબ જ આવક થઈ રહી છે. બીજી બાજુ હાપા યાર્ડની કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે ડુંગળીની હરરાજીમા અનાજના વેપારી ભાગ લઇ શકશે જેથી જેટલી ડુંગળી વેંચવા આવી રહી છે તેટલી ડુંગળીની ખરીદી પણ થઈ રહી છે. આજની જ વાત કરવામાં આવે તો ડુંગળીના 100 રૂપિયાથી લઈને 680 રૂપિયા ભાવ મળ્યા હતા. જ્યારે 11954 મણ જેટલી જબરી આવક નોંધાઇ હતી. 286 ખેડૂતો ડુંગળી વહેંચવા આવ્યા હતા.