- લોહાણા મહાજન જ્ઞાતિના પ્રમુખની જમીનમાં કરાઈ ગેરકાયદે પેશ કદમી
- પોલીસ તપાસનો ધમધમાટ શરુ
- જિલ્લા પોલીસવડાએ તાત્કાલિક અસરથી તપાસ કરવાનો કર્યો હતો હુકમ
- હાપા વિસ્તારમાં આવેલી જમીન પર કરાઈ ગેરકાયદે પેશ કદમી
જામનગરના લોહાણા મહાજન જ્ઞાતિના પ્રમુખની હાપામાં આવેલી જમીનમાં ગેરકાયદે પેશ કદમી થઇ હોવાની રજૂઆત કરવામાં આવી હતી. જેને લઈને જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ તાત્કાલિક અસરથી આ મામલે તપાસ કરવાનો હુકમ કર્યો હતો, લોહાણા જ્ઞાતિના પ્રમુખની હાપા વિસ્તારમાં આવેલી કરોડોની કીમતી જમીનમાં ગેરકાયદેસર રીતે પેશકદમી કરવા સંબંધે જિલ્લા પોલીસવડા સમક્ષ ફરિયાદ કરાયા બાદ પોલીસ દ્વારા એક મહિલા સામે જમીનનો કબજો કરી લેવા અંગે ગુનો નોંધવામાં આવ્યો છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, જામનગરના લોહાણા જ્ઞાતિના વર્તમાન પ્રમુખ ભરત મોદી નામના વેપારી કે જેઓની જામનગર નજીક હાપા ગામમાં સર્વે નંબર 287 વાળી જમીન આવેલી છે, ઉપરોક્ત જમીનમાં ગેરકાયદે રીતે પેશ કદમી થઈ હોવાની રજૂઆત ભરતભાઈ મોદી દ્વારા તેમના વકીલ મારફતે કરવામાં આવી હતી. જેના અનુસંધાને જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ તાત્કાલિક અસરથી આ મામલે તપાસ કરવાનો હુકમ કર્યો હતો, અને સમગ્ર મામલામાં પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પંચકોશી એ. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ લાંબરીયાએ ભરતભાઈ મોદીની ફરિયાદના આધારે તેઓની જમીનમાં ગેરકાયદે પ્રવેશ કરી લેનાર હાપા વિસ્તારની દેવીબેન જીવાભાઈ કોળી નામની મહિલા સામે ગુનો નોંધ્યો છે, ઉપરાંત તેમાં અન્ય કોઈની સંડોવણી ખુલે, તો તે દિશામાં તપાસ ચલાવવામાં આવી રહી છે.
અહેવાલ: સાગર સંઘાણી