- 8022 લોકોએ પસંદગીના નંબર મેળવવાં માટે હરરાજીમા ભાગ લીધો
- 2024મા કુલ ચાર નવી સીરીઝ બહાર પડાઈ
- 0777 નં. માટે સૌથી વધુ 3 લાખ 71 હજારની બોલી લાગી
- હરરાજીમા સૌથી વધુ ફોર વહીલરમા આવક નોંધાઈ
જામનગર: કહેવાય છે કે શોખ બડી ચીજ હે, લોકો પોતાના શોખ પૂરા કરવા માટે ગમે તેટલી કિંમત ચૂકવવા તૈયાર થઈ જતા હોય છે. લોકોને વિવિધ પ્રકારના શોખ હોય છે, જેમાંનો એક વિચિત્ર શોખ એટલે પસંદગીના વાહનના નંબર મેળવવા. આ વિચિત્ર શોખને આરટીઓ વિભાગે પણ પોતાના આવકનું એક નવું સાધન બનાવી લીધું છે. જામનગર આરટીઓ વિભાગને એક વર્ષમાં ત્રણ કરોડથી વધુ રકમની આવક માત્ર પસંદગીના નંબર મેળવવામાંથી થઈ છે. આરટીઓમાં જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધીમાં કુલ 8022 વાહનોએ પસંદગીના નંબર મેળવવાં માટે હરરાજીમા ભાગ લીધો હતો. 2024મા કુલ ચાર નવી સીરીઝ બહાર પાડી હતી. જેમાંથી RTO ને કુલ 3 કરોડ 61 લાખ 23 હજારની આવક થઈ છે. એટલું જ નહિ પસંદગીના નંબર માટેની હરરાજીમા સૌથી વધુ ફોર વહીલરમા આવક નોંધાઈ છે. જેમાં GJ10EC ની સિરીઝમા 0777 નંબર માટે સૌથી વધુ રૂપિયા 3 લાખ 71 હજારની બોલી લાગી હતી.
કહેવાય છે કે શોખ બડી ચીજ હે, લોકો પોતાના શોખ પૂરા કરવા માટે ગમે તેટલી કિંમત ચૂકવવા તૈયાર થઈ જતા હોય છે. લોકોને વિવિધ પ્રકારના શોખ હોય છે, જેમાંનો એક વિચિત્ર શોખ એટલે પસંદગીના વાહનના નંબર મેળવવા. પોતાના પ્રિય વાહન માટે પ્રિય નંબર હોવો પણ એક પ્રકારનો શોખ હોય છે. લોકોને આ વિચિત્ર શોખ ને ધ્યાનમાં લઈને આરટીઓ વિભાગે પણ પોતાના આવકનું એક નવું સાધન બનાવી લીધું છે. સ્વભાવિક છે કે આ આવક સરકારની તિજોરીમાં જમા થાય છે. લોકો પોતાની પસંદગીના નંબર મેળવવા માટે અનેક ઘણા રૂપિયા ખર્ચવા તૈયાર હોય છે. જામનગર આરટીઓ વિભાગને એક વર્ષમાં ત્રણ કરોડથી વધુ રકમની આવક માત્ર પસંદગીના નંબર મેળવવામાંથી થઈ છે.
જામનગર આરટીઓમાં જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધીમાં કુલ 8022 વાહનોએ પસંદગીના નંબર મેળવવાં માટે હરરાજીમા ભાગ લીધો હતો. 2024મા કુલ ચાર નવી સીરીઝ બહાર પાડી હતી. જેમાંથી જામનગર RTO ને કુલ 3 કરોડ 61 લાખ 23 હજારની આવક થઈ છે. એટલું જ નહિ પસંદગીના નંબર માટેની હરરાજીમા સૌથી વધુ ફોર વહીલરમા આવક નોંધાઈ છે. જેમાં GJ10EC ની સિરીઝમા 0777 નંબર માટે સૌથી વધુ રૂપિયા 3 લાખ 71 હજારની બોલી લાગી હતી. આજ સિરીઝમા 0007 નંબર માટે 1 લાખ 83 હજારની બોલી લગાવવામા આવી હતી.
જામનગર RTO મા ફોર વહીલરની જેમ ટૂ વહીલર માટે પણ પસંદગીના નંબર મેળવવાં માટે ઓનલાઇન હરરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વર્ષ 2024મા GJ10ED 0007 નંબરમા સૌથી વધુ 77 હજારની બોલી લગાવવામા આવી હતી. ઉલ્લેખનીય છે. RTO દ્વારા પસંદગીના નંબર મેળવવાં ઈચ્છતા લોકો માટે ઓનલાઇન ઓક્શન યોજવામાં આવતું હોઈ છે, જેમાં ઈચ્છુક વાહન માલિકે પોતાના પસંદગીના નંબર અને તેની બોલી લગાવવાની હોઈ છે.
ઘણીવાર એવુ પણ જોવા મળે કે વાહનની કિંમત કરતા પસંદગીના નંબર મેળવવાં પાછળ લોકો વધુ પૈસાનો ખર્ચ કરતા હોઈ છે. આથી જ તો કહેવાય છે કે શોખ બડી ચીઝ હે.,. ખેર જે હોઈ તેં પરંતુ લોકોની નંબર પાછળનો શોખ RTO માટે આવકનો નવો શ્રોત જરૂર બની ગયો છે. જામનગર જેવા નાના જિલ્લામાંથી જો વર્ષ 3 કરોડની આવક થાય તો વિચારો મોટા જિલ્લામાંથી RTO ને કેટલી આવક થતી હશે.