- 220 બાળકો રોગોથી પીડિત હોવાનું આવ્યું સામે
- હૃદય સંબંધી બીમારીના સૌથી વધુ 125 બાળકો મળી આવ્યા
- સરકાર દ્વારા નિશુલ્ક સારવાર કરવામાં આવી
- વર્ષ 2024ના એપ્રિલ માસથી કરાયો હતો તપાસણી પ્રારંભ
જામનગર મહાનગરપાલિકા તંત્રના આરોગ્ય શાખા દ્વારા વર્ષ 2024ના શાળા આરોગ્ય તપાસણીમાં અત્યાર સુધીમાં 1.72 લાખ બાળકોમાંથી 1.26 લાખ બાળકોની આરોગ્ય તપાસણી કરતા 220 બાળકોને ગંભીર પ્રકારની બીમારી હોવાનું સામે આવ્યું છે. શાળા આરોગ્ય તપાસણીમાં બાળકોમાંથી ગંભીર પ્રકારની બીમારીઓ મળી આવતાં ગરીબ પરિવારના બાળકોને સરકારના ખર્ચે વિદ્યાર્થીઓની તમામ સારવાર કરાવવામાં આવે છે. જેમાં હૃદય સંબંધી બીમારીના સૌથી વધુ 125 બાળકો મળી આવ્યા હતા. ત્યારે શહેરમાં આરોગ્ય શાખાએ 334 શાળાઓ તેમજ 337 આંગણવાડીઓ મળીને કુલ 1,74,451 બાળકોની શાળા આરોગ્ય તપાસણીનો વર્ષ 2024ના એપ્રિલ માસથી પ્રારંભ કરાવ્યો હતો. જેમાંથી અમુક બાળકોની સારવાર ચાલી રહી છે. તો અમુક બાળકો સંપુર્ણ સ્વસ્થ થયા છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, જામનગર મહાનગરપાલિકા તંત્રના આરોગ્ય શાખા દ્વારા વર્ષ 2024ના શાળા આરોગ્ય તપાસણીમાં અત્યાર સુધીમાં 1.72 લાખ બાળકોમાંથી 1.26 લાખ બાળકોની આરોગ્ય તપાસણી કરતા તેમાં ગંભીર પ્રકારની 220 બાળકોને બીમારી સામે આવી. જેમાં હૃદય સંબંધી બીમારીના સૌથી વધુ 125 બાળકો મળી આવતાં તેમનું નિ:શુલ્ક સરકાર દ્વારા સારવાર કરાવવામાં આવી છે. તો અમુક બાળકોના વાલીઓએ સ્વખર્ચે સારવાર કરાવી હતી. શાળા આરોગ્ય તપાસણીમાં બાળકો-વિદ્યાર્થીઓમાંથી ગંભીર પ્રકારની બીમારીઓ મળી આવતાં ગરીબ પરિવારના બાળકોને સરકારના ખર્ચે બાળકો-વિદ્યાર્થીઓની તમામ સારવાર કરાવવામાં આવે છે. ત્યારે જામનગર શહેરમાં આરોગ્ય શાખાએ 334 શાળાઓ-હાઈસ્કુલો તેમજ 337 આંગણવાડીઓ મળીને કુલ 1,74,451 બાળકોની શાળા આરોગ્ય તપાસણીનો વર્ષ 2024ના એપ્રિલ માસથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ત્યારે બીજી બાજુ અત્યાર સુધીમાં 1,26,345 બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવતા 220 બાળકોને ગંભીર પ્રકારની બીમારીઓ સામે આવી હતી. જેમાં હૃદય સંબંધી બીમારીઓ 125, કીડનીની 35, કેન્સરના 35, થેલેસેમીયાના 2, જન્મજાત બહેરાસ તેમજ અન્ય બીમારીઓ 21 મળીને અત્યાર સુધીમાં 220 બાળકોને ગંભીર પ્રકારની બીમારીઓ સામે આવી છે. જેમાં તમામ બાળકોની સારવાર કરવામાં આવી છે. તો અમુક વાલીઓએ પોતાના ખર્ચે તો અમુક વાલીઓ બીમારીના ખર્ચને પહોંચી ન વળતા તેઓને સરકાર મારફત સારવાર કરાવવામાં આવી છે. જેમાંથી અમુક બાળકોની સારવાર ચાલી રહી છે. તો અમુક બાળકો સંપુર્ણ સ્વસ્થ થયા છે.
અહેવાલ: સાગર સંઘાણી