- 1 મણનો 4551નો ઊંચો ભાવ બોલીને પ્રારંભ કરાયો
- અમરેલી જિલ્લાના ખાંભા ગામના ખેડૂતના અજમાની કરાઈ બોલી
- હાપા માર્કેટ યાર્ડ અજમા માટે ગુજરાત તેમજ દેશભરમાં પ્રસિદ્ધ
- હાપા માર્કેટ યાર્ડની હરરાજી પરથી અજમાના ભાવ નક્કી થતા હોય છે
જામનગરના હાપા યાર્ડમાં મગફળી બાદ આજે અજમા ના વેચાણના શ્રી ગણેશ થયા હતા, અને સમગ્ર દેશભરમાં અજમાની સૌથી ઊંચી બોલી જામનગરમાં બોલાય છે. જેનો આજે પ્રારંભ થયો હતો, અને ૧૦ મણ અજમાના વેચાણ માટે 1 મણ નો 4,551 નો ઊંચો ભાવ બોલીને પ્રારંભ કરાયો છે.હાપા યાર્ડ આજમાં માટે ગુજરાત તેમજ દેશ ભરમાં જાણીતું છે. અજમાં ના ભાવો હાપા યાર્ડ માંથી નક્કી થતા હોય છે. આજ રોજ હાપા યાર્ડ માં નવા અજમા ની આવક ના શ્રીગણેશ થયા છે. અમરેલી જિલ્લા ના ઘનશ્યામનગર ( ખાંભા) ગામના ખેડૂત મુન્નાભાઈ માધાભાઈ નો 10 મણ અજમો આજે હરરાજી માં રૂ 4551 માં 1 મણ નાભાવે વેચાયો છે.કમિશન એજન્ટ રવજીભાઈ કુરજીભાઈ એન્ડ કુ માં આ અજમો આવ્યો હતો, અને જામનગરના નથવાણી બ્રધર્સ ખરીદનાર હતા.
જામનગર પંથકનો અજમો દેશભરમાં પ્રખ્યાત છે. અહીંના મોટાભાગના ખેડૂતો જામનગર માર્કેટિંગ યાર્ડમાં અજમો વેચવા માટે આવતા હોય છે. કારણ કે જામનગર યાર્ડમાં અન્ય યાર્ડની સરખામણીએ અજમોના પૂરતા ભાવ મળતા હોય છે. ત્યારે તાજેતરમાં અજમોના ભાવમાં સારો એવો વધારો નોંધાઈ રહ્યો છે. આજે જ જામનગર યાર્ડમાં નવા અજમાની આવકનો શ્રી ગણેશ થયા છે. આજની જ વાત કરવામાં આવે તો ગઈકાલની સરખામણીએ આજે અજમોના ભાવમાં 1500 રૂપિયા જેટલો વધારો થયો છે.
હાપા યાર્ડ અજમા માટે ગુજરાત અને દેશભરમાં જાણીતું છે. જેથી મગફળીની માફક અજમો વેચવા પણ જામનગર ઉપરાંત અન્ય જિલ્લામાંથી ખેડૂતો આવતા હોય છે. ત્યારે આજે હાપા યાર્ડમાં નવા અજમાની આવકનો શ્રીગણેશ થયા છે. અમરેલી જિલ્લાના ઘનશ્યામનગર (ખાંભા) ગામના ખેડૂત મુન્નાભાઈ માધાભાઈ અજમો વેચવા માટે જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં આવ્યા હતા. આ દરમિયાન અજમાને હારતોરા કરી અને શ્રીફળ વધેરી હરાજીનો પ્રારંભ કરાયો હતો. જેમાં હરાજી દરમિયાન અમરેલી પંથકના ખેડૂતના અજમાની ગુણવત્તાને ધ્યાનમાં લઈને 4551 રૂપિયા જેવા ભાવ મળ્યા હતા. 10 મણ અજમો આજે હરાજીમાં વેચવા આવ્યા હતા, જેના મણ દીઠ 4551 રૂપિયા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી છવાઈ હતી.
અજમાની નિકાસ વિદેશમાં પણ મોટા પાયે થાય છે. દેશભરની સ્પાઈસ બ્રાન્ડેડ કંપનીઓ જામનગરથી અજમો ખરીદે છે. એવો દાવો કરવામાં આવે છે કે આયુર્વેદિક ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ પણ જામનગર યાર્ડમાંથી એમના એજન્ટો મારફત અજમાની ખરીદી કરે છે. મહત્વનું છે કે સમગ્ર રાજ્યમાં અજમાના ભાવની હરાજી માટેનો જ પ્રારંભ જામનગરથી જ થાય છે અને તેના આધારે સમગ્ર રાજ્યમાં અજમાની હરાજી થાય છે.
અહેવાલ: સાગર સંઘાણી