સીસી રોડનું કામ પૂર્ણતાના આરે : હવે તંત્રની આંખ ખુલી
જામનગર ની ભાગોળે આવેલા કર્મચારી નગરથી ધોરીવાવ સુધીનું રસ્તો હાલ જામનગર મહાનગરપાલિકા દ્વારા તૈયાર થઈ રહ્યો છે. રોડ બનાવવા માટે સૌપ્રથમ એન્જિનિયરો દ્વારા સ્થળની વિઝીટ કરવામાં આવતી હોય છે પરંતુ જામનગરમાં રોડ બનાવવા માટે તંત્ર કેટલું ઉતાવળ છે તેનો ઉત્કૃષ્ટ નમૂનો સામે આવ્યો છે. શું જામનગર મહાનગરપાલિકા પાસે એવા કોઈ એન્જિનિયરો નથી કે રોડ વચ્ચે કેવી રીતે બનાવવો જોઈએ. શું આવી રીતે અને ગણતરી રીતે જામનગરમાં રોડ બની રહ્યા છે ? જામનગરમાં ધોરીવાવ વિસ્તાર પાસે સીસી રોડ બની ગયો પરંતુ હજુ સુધી વીજ પોલ છે તે રસ્તા વચ્ચે જ ઊભા છે. આવી જ પોલને કારણે અકસ્માત થવાની સંભાવનાઓ રહેલી છે.
જામનગરની ભાગોળે આવેલા કર્મચારી નગરથી ધોરીવાવ સુધીનું રસ્તો હાલ જામનગર મહાનગરપાલિકા દ્વારા તૈયાર થઈ રહ્યો છે. સીસી રોડનું કામ લગભગ પૂર્ણતાના આરે છે, પરંતુ નવાઈની વાત તો એ છે કે આ રસ્તા વચ્ચે વીજપોલ ઊભા છે એટલું જ નહીં આ વિજપોલમાં વીજપ્રવાહ પણ સતત ચાલુ છે. રસ્તા વચ્ચે આવી રીતે વીજ પોલ ક્યારે જોવા મળ્યા નથી. સ્થાનિકો દ્વારા આ બાબતને લઈને જોવા મળી રહ્યો છે.
કર્મચારી નગરથી ધોરીવાવ સુધીના આ સીસી રોડ પર અનેક રહેણાંક મકાનો બની રહ્યા છે. અહીં રોડનું કામ ચાલી રહ્યું છે ઉપરથી તેના ઉપર વિજપોલ છે, તેના કારણે અહીં અકસ્માતનો ભય રહેલો છે. જ્યારે આ કામ માટે જવાબદાર મહાનગરપાલિક ના તંત્રનો સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે જવાબ મળ્યો કે હજુ તો આ કામની શરૂઆત થઈ છે. અમારા દ્વારા પીજીવીસીએલનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, તેઓ ટૂંક સમયમા વીજ પોલ હટાવી લેશે.
સમગ્ર દેશ દુનિયામાં જામનગરનું નામ બદનામ થાય તેવું કામ જામનગર મહાનગરપાલિકાએ કર્યું છે. વીજપોલ ઉભા હોવા છતાં મહાનગરપાલિકાએ રોડ બનાવ્યો છે. એવી પણ ચર્ચા થઈ રહી છે કે કેટલાક લોકોને લાભ થાય તે માટે ઝડપથી આ કામ પૂરું કરવામાં આવી રહ્યું છે.
તાત્કાલિક ધોરણે આ બાબતે કાર્યવાહી કરવી જોઈએ :વિરોધ પક્ષ નેતા ધવલ નંદા
અબ તક સાથેની વાતચીતમાં વિરોધ પક્ષના નેતા ધવલ નંદાએ જણાવ્યું હતું જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ છે અવારનવાર બુદ્ધિનું પ્રદર્શન કરે છે તે વચ્ચે જીઈબી થાંભલા ઉભા છે છતાં નવા રોડ તૈયાર થઈ ગયા છે જામનગરમાં ડીપી કપાત વાળો રોડ તેમાં સ્પષ્ટ પણે દેખાય છે અગાઉ પણ વિપક્ષ દ્વારા ઘણી વખત રજૂઆત કરેલી છે કે આ અંધેરી નગરી અને ગંડુ રાજા જેવું શાસન ચાલે છે ભાજપ શાસિત આ જામનગર મહાનગરપાલિકામાં કાયમી માટે તોડવાના પાછા કરવાના આ જ રીતે ભ્રષ્ટાચાર કરવા માટે અવનવા. કીમિયાઓ અપનાવવામાં આવે છે આ જ રીતે છે ડીપી રોડ નો કપાત છે તેમાં વચ્ચેથી થાંભલો હટાવ્યા વગર ડીપી રોડ નો વર્ક કરવામાં આવ્યું પછી પાછું આજે થાંભલો હટાવશે પાછો રોડ કરવા માટે ભ્રષ્ટાચાર સિવાય મહાનગરપાલિકામાં કોઈ કામ કરવામાં આવતું નથી તાત્કાલિક ધોરણે આવા એન્જિનિયરની પણ બદલી કરવી જોઈએ કે જે આવા કામ કરે છે અને જામનગર મહાનગરપાલિકાને નુકસાન કરે છે પ્રજાના લાખો રૂપિયા નો ટેક્સ ના પૈસાઓ કે જે જામનગર મહાનગર પાલિકાને મળે છે તે વેડફાય છે અને આવા રોડ બનવાને કારણે અકસ્માત બને છે તેથી તાત્કાલિક ધોરણે આ બાબતે કાર્યવાહી કરવી જોઈએ
અઠવાડિયામાં પોલ ફેરવાઈ જશે:સિટી એન્જિનિયર ભાવેશ જાની
અબ તક સાથેની વાતચીતમાં સીટી એન્જિનિયર ભાવેશ જાનીએ જણાવ્યું હતું કે જામનગર મહાનગરપાલિકા દ્વારા ધોરીવાવ પાસે સીસી રોડનું કામ ચાલુ છે. આમાં ઘણી બધી જગ્યાએ એવી ફરિયાદ હતી કે સીસી રોડમાં વચ્ચે છ લાઈટના પોલ ઉભા છે. આ લાઇટના પોલ સ્વિફ્ટ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા જીઈબી સાથે કોર્ડીનેશન થઈ ગયેલ છે અને આજે જે પીસીસી નું લેયર ચાલુ છે તે બે જ લેયરનું કામ ચાલુ છે જે વધીને એક અઠવાડિયામાં પોલ ફેરવાઈ જશે પછી જ ફાઇનલ લેયરનું કામ શરૂ કરવામાં આવશે.
જેથી કરીને રોડ ઉપર કોઈ અકસ્માત કે જાનહાની નો કોઈ પ્રશ્ન ઉપસ્થિત નહીં થાય. પીજીવીસીએલ સાથે છેલ્લા ત્રણ મહિનાથી કોર્ડીનેશન ચાલુ છે પણ થોડાક મટીરીયલ ના અને એ પ્રશ્નોના હિસાબે કામ લેટ થયેલ છે