- મૃત પશુઓની ખાલ ઉતારવાની કામગીરી આ વિસ્તારથી દુર કરવા માટે માંગ
- મૃતકના સ્વજનો કચેરી બહાર ધરણા પર બેઠા
જામકંડોરણાના ઈન્દિરા નગર વિસ્તારમાં બે દિવસ પહેલા સાત વર્ષના રવીનાથ નામના માસુમ બાળક પર શ્વાને હુમલા કરતાં મૃ*ત્યુ પામ્યું હતું. જેને પગલે સમગ્ર ગામમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. જેના પગલે ઈન્દિરા નગર વિસ્તારમાં રહેતા મૃતકના પરીવારો સાથે આ વિસ્તારના લોકોએ મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમજ મૃત પશુઓની ખાલ ઉતારવાની કામગીરી આ વિસ્તારથી દુર કરવા માટે માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત મૃત પરીવારને સહાય માંગ કરવામાં આવી છે. જેને લઈને મૃતકના સ્વજનો કચેરી બહાર ધરણા પર બેઠા છે.
આ અંગે મળતી માહિતી મુજબ જામકંડોરણાના ઈન્દિરા નગર વિસ્તારની નજીક મૃત પશુ ની ખાલ ઉતારવા ની કામગીરી થતી હોય આ જગ્યા પર સ્વચ્છતાનો બિલકુલ અભાવ હોય જેથી મરેલા પશુના હાડકાં, ચામડાં અને માંસ કાયમી ધોરણે પડ્યું હોય. જેથી આ વિસ્તારના લોકોને કાયમી માટે વાતાવરણ તીવ્ર વાસ અને દુર્ગંધમય વચ્ચે રહેલા મજબૂર બન્યા છે. જામકંડોરણા ની ગ્રામ પંચાયત કચેરી, મામલતદાર કચેરી અને રાજકોટ કલેક્ટર કચેરી સુધી અવારનવાર રજૂઆતો કરવામાં આવી હતી કે આ વિસ્તારથી દુર મૃત પશુઓની ખાલ ઉતારવાની કામગીરી કરવામાં આવે પરંતુ જામકંડોરણાના તંત્ર ના બહેરા કાને રજૂઆત અથડાય ને પાછી ફરે પરંતુ કામગીરી હાથ ધરવામાં આવે નહીં આ વિષય પર તંત્રની કામગીરી શુન્ય હતી મરેલા પશુના હાડકાં ચામડાં માંસ થી અહી ના કુતરા પણ માંસાહારી બની ગયા હતા ખુંખાર વરૂ સમાન બનેલા કુતરાઓ અવારનવાર ત્યાં પસાર થતા રાહદારીઓ વાહનચાલકોની પાછળ કરડવા દોડી જતાં આ કુતરા ના કાયમી ત્રાસને કારણે લોકો ભય ના ઓથરે રહ્યા છે આ શ્વાનની ખસીકરણ કરવામાં આવે તેવી અગાશી માંગ રજૂઆત કરવામાં આવી હતી.
આ ઈન્દિરા નગર વિસ્તારની બહાર ગરીબ પરિવારો રહે છે એટલે અસંભવિત આ વિસ્તારમાં જાહેર શૌચાલય બનાવવા આવ્યા નથી હા વાત સાચી છે કે જામકંડોરણાની તાલુકા પંચાયતને સો ટકા શોચાલય નો એવોર્ડ મળ્યો છે પરંતુ જાહેર શૌચાલય બનાવવા આવ્યા નથી તે નરી વાસ્તવિકતા છે. આ વિસ્તારમાં જાહેર શૌચાલય ન હોવાથી લોકોને ફરજીયાત શૌચક્રિયા કરવા ખુલ્લી જગ્યામાં જવું પડે છે જેનો ભોગ જામકંડોરણા માસુમ બાળક બન્યો હતો જેના પગલે આ વિસ્તારના લોકોએ તાત્કાલિક મૃત પશુઓની ખાલ ઉતારવાની કામગીરી અન્ય જગ્યાએ ફાળવવામાં આવે તેવી માંગ સાથે જામકંડોરણા મામલતદાર કચેરીએ ધરણાં પર બેસી ગયા છે