જિલ્લા પંચાયત ચોક, યાજ્ઞિક રોડ, કોઠારીયા રોડ, પેડક રોડ પરથી ૭૩ બોર્ડ-બેનર હટાવાયા: રૂા.૩.૩૬ લાખનો વહીવટી ચાર્જ વસુલ
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા આજે સાપ્તાહિક કામગીરીનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરના અલગ અલગ રાજમાર્ગો પરથી ૪૬ રેકડી-કેબીનો કબજે કરવામાં આવી છે. જ્યારે ૧૫ હોકર્સ ઝોનમાં ચેકિંગ હાથ ધરાયું હતું.
આ અંગે પ્રાપ્ત થતી વધુ માહિતી મુજબ સાધુ વાસવાણી રોડ, મોચી બજાર, નાના મવા રોડ, પુષ્કરધામ રોડ, પંચાયત ચોક, યુનિવર્સિટી રોડ, રામાપીર ચોકડી, જયુબેલી માર્કેટ, રેલનગર, છોટુનગર, પોસ્ટ ઓફિસ સામે, કોલેજવાડી, બંગડી બજાર, હેમુગઢવી હોલ પાછળ સહિતના વિસ્તારોમાંથી રેકડી-કેબીનો જપ્ત કરાઈ હતી. આ ઉપરાંત ૨૯ પરચુરણ માલ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયત ચોક, યાજ્ઞીક રોડ, કોઠારીયા રોડ, પેડક રોડ પરથી ૭૩ સ્થળોએથી બોર્ડ-બેનર કબજે કરી લેવામાં આવ્યા હતા.
ધરાર માર્કેટ હોકર્સ ઝોન, ગોવિંદબાગ શાકમાર્કેટ, ભાવનગર રોડ, માંડાડુંગર, કોઠારીયા મેઈન રોડ, આજીડેમ ચોકડી, મોરબી રોડ જકાતનાકા, ગ્રીન લેન્ડ ચોકડી, મવડી મેઈન રોડ, ચુનારાવાડ ચોક, માસુમ વિદ્યાલય, જયુબેલી હોકર્સ ઝોન, ભક્તિનગર હોકર્સ ઝોન સહિતના વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કોટેચા ચોક, રૈયા ચોકડી, રામાપીર ચોકડી,ઉમિયા ચોક, ખીજડાવાળા રોડ, કાલાવડ રોડ, રૈયા સીમેન્ટ રોડ, એસ.કે.ચોક, મોચીબજાર, જયોતિનગર, પંચાયત ચોક, ઈન્દિરા સર્કલ રોડ, ભક્તિનગર ગાર્ડન હોકર્સ ઝોન, રેલનગર, ગાયત્રીનગર, ગોંડલ રોડ, ઢેબર રોડ, પ્રદ્યુમન પાર્ક પાસે, યાજ્ઞીક રોડ, જયુબેલી જંકશન મેઈન રોડ, પેલેસ રોડ, ચુનારાવાડ, ગોવિંદ બાગ, સંતકબીર રોડ, કોઠારીયા રોડ અને પાંજરાપોળ વિસ્તારમાંથી ગેરકાયદે દબાણ ખડકનાર આસામી પાસેથી રૂા.૩.૦૬,૦૦૦ લાખનો દંડ વસુલ કરાયો હતો. જ્યારે જૂની ખડપીઠ અને સોરઠીયાવાડી સર્કલમાં મંડપ છાજલી ફીટ કરનાર પાસેથી રૂા.૩૦૧૧૦નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.