વિવિધ  સહાયકારી યોજનાની કામગીરી પુર જોશમાં: સ્માર્ટ ફોન ખરીદી યોજનામાં  3384 અરજીઓને મંજૂરી

અબતક,રાજકોટ

રાજકોટ જિલ્લામાં રવી સિઝનમાં મુખ્યત્વે ઘઉં , ચણા , જીરૂ , ધાણા , શાકભાજી વગેરે જેવા પાકોનું વાવેતર થયેલ છે. જે પૈકી ઘઉંનું 91520 : 00 હેક્ટર , ચણાનું 148320 : 00 હેકટર , જીરૂ 22874 હેક્ટર , ધાણાનું 21021,00 હેક્ટર , ડુંગળી 11724,00 હેક્ટર , શાકભાજી 9352,00 હેક્ટર ઘાસચારો 10954 હેક્ટર મળી રવી સિઝનમાં કુલ 322739.00 હેકટરમાં વાવેતર થયેલ છે . ચાલુવર્ષે ચણાના પાકના વાવેતરમાં વધારો થયેલ છે . જ્યારે ઘઉંના વાવેતરમાં ઘટાડો જોવા મળે છે.

રાજકોટ જિલ્લામાં કૃષિ રાહત પેકેજ 2021 અંતર્ગત કુલ 57461 ખેડૂતો દ્વારા અરજી કરવામાં આવેલ હતી . જે પૈકી 57400 ખેડુતો ને જ.ઉ.છ.ઋ. અંતર્ગત રૂપિયા 59,16,80,189 અને જઝઅઝઊ બજેટ હેઠળ રૂ .54,01,37,104 મળી કુલ 1,13,18,17,293 રૂપિયાનું ચુકવણું કરવામાં આવેલ છે . બાકી રહેલ ખેડુતોની અરજીઓની પુર્તતા કરી ચુકવણાની કામગીરી પ્રગતિમાં છે.

હાલ રાજકોટ જિલ્લામાં કૃષિ ખેડૂત કલ્યાણ વિભાગની વિવિધ સહાયકારી યોજનાઓ અમલમાં છે . જે યોજનાઓમાં સરકારની ગાઇડલાઇન મુજબ કામગીરી હાથ ધરવામાં આવેલ છે , જાન્યુઆરી અંતિત વિવિધ યોજનાઓ પૈકી AGR- 2 સામાન્ય ખેડૂતો માટેની યોજનામાં 252.62 લાખના લક્ષ્યાંકો સામે 239.73 લાખની કામગીરી થયેલ છે .

AGR- 2 (F.M.) યોજનામાં 371,84 લાખના લક્ષ્યાંક સામે 333.85 લાખની કામગીરી થયેલ છે .AGR-2 (F.M.) યોજનામાં 100.88 લાખના લક્ષ્યાંક સામે 54.57 લાખની કામગીરી થયેલ છે . અૠછ – 4 અનુસૂચિત જાતિના ખેડૂતો માટેની યોજનામાં 38.85 લાખના લક્ષ્યાંક સામે 36.21 લાખની કામગીરી થયેલ છે . અૠછ – 4 (ઋખ) અનુસૂચિત જાતિના ખેડૂતોની યોજનામાં 8.56 ના લક્ષ્યાંક સામે 6.36 લાખની કામગીરી થયેલ છે . અૠછ – 50 ટ્રેક્ટરની યોજનામાં 1217.28 ના લક્ષ્યાંક સામે 1233.75 લાખની કામગીરી થયેલ છે . મુખ્યમંત્રી પરીવહન યોજનામાં 154.80 લાખના લક્ષ્યાંક સામે 85.50 લાજની કામગીરી થયેલ છે . અૠછ – 61 એગ્રો સર્વિસ પ્રોવાઇડર યોજનામાં 4.70 લાખના લક્ષ્યાંક સામે 317 લાખની કામગીરી થયેલ છે . નેશનલ મીશનઓન ઓઇલ સીડ અને ઓઇલ પામ યોજનામાં 203.85 લાખના લક્ષ્યાંક સામે 155.84 લાખની કામગીરી થયેલ છે . ગઋજખ પલ્સ યોજનામાં 37.90 લાખના લક્ષ્યાંક સામે 23.53 લાખની કામગીરી થયેલ છે . સ્માર્ટ ફોનની ખરીદી પર ખેડુતોને સહાય આપવાની યોજનામાં ખરીદ કિંમતના 40 % અંતર્ગત રાજકોટ જિલ્લાને ફિજીકલ અને વધુમાં વધુ રૂ .6000 ની સહાય મળવા થાય છે . આ યોજ 2532 અને નાણાકીય 151.92 રૂપિયાને લક્ષ્યાંક ફાળવેલ છે . રાજકોટ જિલ્લામાં પોર્ટલ પર 3484 અરજીઓ મળેલ છે . જે પૈકી 3384 અરજીઓને મંજુરી આપેલ છે.અને લાખાર્થીઓને સહાય ચુકવવાની કામગીરી પ્રગતિમાં છે .

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.