- તળાવ ફરતે બ્યુટીફીકેશન કામગીરી ચાલી રહી છે
- તળાવને બચાવા માટે સ્થાનિકોની માંગ
ગોધરાના મધ્યમાં આવેલું રમણીય રામસાગર તળાવ ગોધરા શહેરની સુંદરતાનું પ્રતિક છે. તેમજ ધાર્મિક દ્રષ્ટિએ પણ અતિ મહત્વનું છે. જ્યાં નગરપાલિકા દ્વારા તળાવ ફરતે બ્યુટીફીકેશન કામગીરી ચાલી રહી છે. તળાવમાં માટી પૂરાણ કરીને દબાણ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, જેના કારણે શહેરીજનોમા રોષ જોવા મળી રહ્યો છે. તેમજ કામગીરી બંધ કરવા અને તળાવને બચાવા માટે માંગ કરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, ગોધરા શહેરના મધ્યમાં આવેલું રમણીય રામસાગર તળાવ એ ગોધરા શહેરની આન, બાન અને શાન છે, સુંદરતાનું પ્રતિક છે અને ધાર્મિક દ્રષ્ટિએ પણ અતિ મહત્વ ધરાવે છે જેના કારણે શહેરીજનોની આસ્થા આ તળાવ સાથે જોડાયેલી છે, તાજેતરમાં નગરપાલિકા દ્વારા રામસાગર તળાવ ફરતે વિકાસના નામે બ્યુટીફીકેશન કામગીરી કરી, તળાવમાં માટી પૂરાણ કરીને દબાણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે રામસાગર તળાવના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો છે. તેવા આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા.
રામ સાગર તળાવની સુંદરતા કાયમ માટે નષ્ટ થઈ જાય તેવું નિંદનીય કૃત્ય વિકાસના નામે પાલીકા સત્તાધીશો દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેનો સખત વિરોધ શહેરીજનોમાં ઉઠવા પામ્યો છે. પાલીકા દ્વારા રામસાગર તળાવ ફરતે વિકાસના નામે બ્યુટીફીકેશન કામગીરીના સંદર્ભમાં કરવામાં આવેલ દબાણ તાત્કાલિક અસરથી દુર કરી, કામગીરી બંધ કરવામાં આવે અને તળાવ ને બચાવા માટે પહેલાની જેમ મૂળ સ્થિતિમાં લાવવામાં આવે તેવી શહેરીજનો કરી રહ્યા છે. ઉપરોક્ત તમામ આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા.
અહેવાલ: સબીર અલીઠા