- ધારાસભ્ય સી.કે રાઉલજી એ પ્રાંત અધિકારી સાથે સ્થળની મુલાકાત લીધી
- ટુંક સમયમાં જ કેન્ટીનની સુવિધા ઉભી કરવામાં આવશે : ધારાસભ્ય સી કે રાઉલજી
ગોધરા તાલુકા સેવા સદન ખાતે તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરીમાં કામ અર્થે આવતા અરજદારોને ચા નાસ્તો અને જમવાની સુવિધા મળી રહે તે માટે કેન્ટીન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે ધારાસભ્ય સી કે રાઉલજી એ પ્રાંત અધિકારી સાથે રાખી સ્થળની મુલાકાત લીધી હતી. તેમજ જગ્યાના અભાવના કારણે પંચાયત અને મામલતદાર કચેરીના મકાનમાં કંબાઇનથી બંનેની સમજૂતીના અનુસંધાનમાં તાલુકાની બોડી અને ધારાસભ્ય તરીકેની આવતી ફરજ મુજબ ઉકેલ લાવી ટુંક સમયમાં કેન્ટિંનની સુવિધા ઉભી કરવામાં આવશે તેમ ધારાસભ્ય સી કે રાઉલજી એ જણાવ્યું.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, ગોધરા તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરી ખાતે કામ અર્થે આવતા અરજદારો માટે કેન્ટિંન ની સુવિધા ઊભી કરવામાં આવશે. ધારાસભ્ય સી કે રાઉલજી એ પ્રાંત અધિકારીને સાથે રાખી સ્થળ નિરીક્ષણ કર્યું. ગોધરા તાલુકા સેવા સદન ખાતે મામલતદાર કચેરી. પ્રાંત ઓફિસ રેવન્યુ ઓફિસ. સહિત અનેક કચેરીઓ આવેલી છે અને બાજુમાં તાલુકા પંચાયત કચેરી આવેલી છે દિવસ દરમિયાન ગોધરા શહેર સહીત ગ્રામ્ય વિસ્તારોમાં થી મોટા પ્રમાણમાં અરજદારો નો ઘસારો રહેતો હોય છે કચેરીમાં કામ અર્થે આવતા અરજદારોને ચા નાસ્તો અને જમવાની સુવિધા મળી રહે માટે કેન્ટીન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગ રૂપે ધારાસભા સી કે રાઉલજી એ પ્રાંત અધિકારી સાથે રાખી સ્થળની મુલાકાત લીધી હતી
જગ્યાના અભાવના કારણે પંચાયત અને મામલતદાર કચેરીના મકાનમાં કંબાઇનથી બંનેની સમજૂતીના અનુસંધાનમાં તાલુકાની બોડી અને મારી ધારાસભ્ય તરીકેની આવતી ફરજ મુજબ ઉકેલ લાવી ટુંક સમયમાં કેન્ટિંનની સુવિધા ઉભી કરવામાં આવશે તેમ ધારાસભ્ય સી કે રાઉલજી એ જણાવ્યું
અહેવાલ: સબીર અલીઠા