વર્ષ ૨૦૧૫થી અત્યાર સુધીમાં આસામમાં શિકારીઓએ ૭૪ ગેંડાઓનો શિકાર કર્યો હોવાની કબુલાત વન મંત્રી પ્રેમીલા રાની બ્રહ્માએ આપી છે.
તેમણે સંસદમાં વિગતો રજૂ કરી છે જેમાં કહ્યું છે કે, વર્ષ ૨૦૧૫માં ૨૧ ગેંડાઓનો શિકાર યો હતો. ત્યારબાદ ૨૦૧૬માં ૨૨ અને ગત વર્ષે ૯ ગેંડાઓનો શિકાર આસામમાં યો હતો. ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટીક ફ્રન્ટના સાંસદ અમીનુલ ઈસ્લામે કરેલા સવાલના જવાબમાં તેમણે આ વિગતો રજૂ કરી હતી.
અન્ય વિગતો આપતા તેમણે કહ્યું હતું કે, આસામની શાન ગણાતા ગેંડાઓના શિકાર પાછળ ઉગ્રવાદીઓનો હા હોવાનું પોલીસ રેકર્ડમાં નોંધાયું છે. ગેંડાઓનો શિકાર કરી વન વિભાગ સંરક્ષણ એકટ ૧૯૭૨ હેઠળ ગુનો કરનાર સામે સખ્ત પગલા લેવાશે તેવું પણ તેમણે ઉમેર્યું હતું.