સરકારના પગલાથી ખુશ ઉદારવાદી મુસ્લિમો ભાજપની તરફેણમાં મત આપશે
ત્રિપલ તલાકથી મુસ્લિમ મહિલાઓને છુટકારો અપાવવા માટે કેન્દ્ર સરકારે વડી અદાલતમાં ઘણી મહેનત કરી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે સરકારની આ મહેનતનો ફાયદો ભાજપને થઈ શકે છે. ઉદારવાદી મુસ્લિમો ભાજપના આ પગલાના કારણે મત આપવા માટે તરફેણ કરી રહ્યાં છે.
વર્ષ ૨૦૦૨ના તોફાનો બાદ ભાજપ સામે મુસ્લિમો ખફા હોવાની વાત હવે જૂની થતી જાય છે. ભાજપના અનેક કોર્પોરેટરો-ધારાસભ્યો ચૂંટાવા પાછળ મુસ્લિમ મતદારો જવાબદાર હોય છે. હવે ત્રિપલ તલાકમાં રાહતના કારણે બહોળી સંખ્યામાં મુસ્લિમ મતદારો ભાજપની તરફેણમાં મતદાન કરે તેવી સંભાવના છે. કેન્દ્ર સરકારે ત્રિપલ તલાક નાબૂદ કરેલા લીધેલા પગલા કારણે દેશમાં મુસ્લિમ મહિલાઓને નવી ઓળખ મળી હોવાનું ઉદારવાદી મુસ્લિમોનું માનવું છે. સરકારને ત્રિપલ તલાકથી માત્ર ઉદારવાદી મુસ્લિમો જ નહીં પરંતુ સોફટ કોર્નર ધરાવતા હિન્દુઓના મત પણ મળશે. સોફટ હિન્દુત્વની લાગણી ધરાવતા મતદારો સરકારે લીધેલા સાહસીક પગલાથી ખુશ છે.