ગીર ગઢડાનો ગૌરવ વધારતા ગીર પંથકના ભામાશા ડાયાભાઇ ગુદરાશીયાનું જળ કેન્દ્રિય મંત્રી દ્વારા કમલમમાં સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ સેલવાસમાં રહી ડાયાભાઇ ગુદરાશીયા કંટ્રક્શન સંકળાયેલા હોય અને પોતાના વતન સણોસરી ગામ માટે કરોડો સ્વખર્ચે કરી વતન પ્રેમ દર્શાવ્યો હતો.
ગીર પંથકમાં જેમણે પોતાના વતન પ્રેમ માટે કરોડો સ્વખર્ચે કરી નાના એવા પંખીના માળા જેવડા ગામમાં સાત સાત તળાવ બાંધી વતન પ્રેમ જોઈ ગીર પંથકમાં જેમણે એક ઇતિહાસ રચ્યો એવા ડાયાભાઇ ગુદરાશીયા (કાકા) નુ સી આર પાટીલ સહિત ના રાજકીય આગેવાનો દ્વારા ગાંધીનગર ખાતે કમલમમા સન્માન કરવામાં આવ્યું હતું.
આહીર સામાજના ભામાશા ડાયાકાકા ગુદરાશિયા શણોસરી ગામે આઠ કરોડના સ્વખર્ચે તળાવ બનાવતા તેમનું સન્માન ગાંધીનનગર કમલમમાં કરવામાં આવ્યું હતું. આ સાથે તેમનું સન્માન કેન્દ્રીય જળ શક્તિ મીનીસ્ટર C. R પાટીલ, ભાજપ સંગઠન મંત્રી રધુભાઈ હુંબલ તેમજ રાજકીય આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું.
અહેવાલ: મનુ કવાડ