- કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં વોર્ડસભા યોજાઈ
- વોર્ડ નં.5-6 ના રહીશોની રજૂઆતો સાંભળી સત્વરે નિરાકરણ લાવવા સૂચન કર્યું
- વોંકળા, કચરાના પ્રશ્નો અંગે કરાઈ કરાઈ રજૂઆત
ગીર સોમનાથ: “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” ઉક્તિને લક્ષમાં રાખી વેરાવળની આઈ.ડી.ચૌહાણ સ્કૂલ ખાતે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં સ્વચ્છતા સહિતના વિવિધ મુદ્દે વોર્ડસભા યોજાઈ હતી. વોર્ડ નંબર-૫ અને ૬ના રહીશોએ સ્વચ્છતા સહિત ભૂગર્ભ ગટર, સાર્વજનિક પ્લોટની સમસ્યાઓ, ખુલ્લી ગટરના ઢાંકણા, પાણીની લીકેજ લાઈનના પ્રશ્નો, બાવળિયા દૂર કરાવવા અંગે, રહેણાંક વિસ્તારમાં વોંકળાના પ્રશ્નો, શોષખાડાની સમસ્યાઓ, ડોર ટૂ ડોર કચરો વગેરે મુદ્દાઓ વિશે રજૂઆત કરી હતી. કલેક્ટરે સમસ્યાઓના નિરાકરણ લાવવા માટે સંલગ્ન વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતા. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારી વિનોદ જોશી, વેરાવળ ચીફ ઓફિસર ચેતન ડુડિયા સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ અને વોર્ડ નંબર-5 અને 6ના નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ અંગે મળતી માહિતી અનુસાર, ગીર સોમનાથમાં “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” ઉક્તિ અનુસાર સ્વચ્છતા આપણા જીવનનો સ્વભાવ બનવો જોઈએ. સ્વચ્છતા જળવાય તો એક સુંદર વાતાવરણનું નિર્માણ થાય છે. આ કેન્દ્રવર્તી વિચારને લક્ષમાં રાખી વેરાવળની આઈ.ડી.ચૌહાણ સ્કૂલ ખાતે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં સ્વચ્છતા સહિતના વિવિધ મુદ્દે વોર્ડસભા યોજાઈ હતી. વોર્ડ નંબર-5 અને 6ના રહીશોએ સ્વચ્છતા સહિત ભૂગર્ભ ગટર, સાર્વજનિક પ્લોટની સમસ્યાઓ, ખુલ્લી ગટરના ઢાંકણા, પાણીની લીકેજ લાઈનના પ્રશ્નો, બાવળિયા દૂર કરાવવા અંગે, રહેણાંક વિસ્તારમાં વોંકળાના પ્રશ્નો, શોષખાડાની સમસ્યાઓ, ડોર ટૂ ડોર કચરો, વગેરે મુદ્દાઓ વિશે રજૂઆત કરી હતી.
વોર્ડસભાના માધ્યમથી બાગ-એ-રહેમત કોલોની, ગુલિસ્તાન કોલોની, સુપર કોલોની, મદિના પાર્ક, અલ હરમ, મુસ્તફા મસ્જીદ વિસ્તારના રહીશોએ કરેલી વિવિધ રજૂઆતો સાંભળી કલેક્ટરએ સમસ્યાઓના સત્વરે નિરાકરણ લાવવા માટે સંલગ્ન વિભાગના ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. આ વોર્ડસભામાં નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારી વિનોદ જોશી, વેરાવળ ચીફ ઓફિસર ચેતન ડુડિયા સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ અને વોર્ડ નંબર-5 અને 6ના નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.
અહેવાલ: અતુલ કોટેચા